________________
૧૫૬
પ્રકરણ ૪યું.
કરીને અને દેશના લેકોનું રક્ષણ કરીને, તેઓની લિસંપત્તિ અત્યારના કરતાં પણ હલકી દશામાં આવી જાય તેની દરકાર ન કરતાં, સંતોષ માનવાનું છે! કે આપણે તે તેમના શીલસ્વરૂપને ઉન્નત કરવાના, તેમના પિતાના રાજ્યના વહીવટની ઉંચી જગાઓને લાયક બનાવવાના અને તેમના સુધારાને માટે યોજનાઓ કરવાના પ્રયત્નો કરવાના છે? દેશીઓના મનને ઉન્નત કરવાં અને
જ્યારે આપણો હિંદ સાથે સંબંધ છુટે તે વખતે આપણું અમલનું ફળ તેમને વધારે હલકા અને પોતાનું સંભાળવાને આપણે આવ્યા તે વખતના કરતાં વધારે નાલાયક બનવાનું જ આવ્યું, એમ દેખાય નહિ, તેની કાળજી રાખવી એ નિઃસંશય આપણું નિશાન હોવું જોઈએ. તેમના શીલસ્વરૂપને સુધારવાની ઘણી યોજનાઓ સૂચવી શકાય તેમ છે. પણ, જ્યાં સુધી એ સુધારો કરેજ જોઈએ, એ આપણું રાજ્યનીતિનું મુખ્ય સૂત્ર ન થાય, ત્યાં સુધી કોઈપણ યોજના સફળ થવાની નથી. આ સૂત્ર એકવાર સ્વીકારાય તે પછી તેને હેતુ પાર પાડવાને માટે આપણે કાળ અને ખંત ઉપર પણ વિશ્વાસ રાખવો જોઈએ. દેશીઓના સુધારા કયા ઉપાયો લીધાથી સરળતાથી થશે એ બાબત નક્કી કરવા પુરતો આપણને અનુભવ નથી તેમજ તે પુરતું આપણું દેશીઓનું જ્ઞાન પણ નથી; થોડા ઘણાં સફળ થાય એવા ઘણા ઉપાય સુચવી શકાય તેમ છે, પણ તેમનામાં વધારે વિશ્વાસ મૂકીને, તેમને જોખમની જગાઓ આપીને સરકારની લગભગ પ્રત્યેક જગા માટે તેમને લાયક બનાવીને, તેમને પિતાને પિતાને માટે વધારે ઊંચે અભિપ્રાય થાય, તેવા યત્ન કરવા તે સિવાય બીજો સફળતાને માટે સંશય રહિત ઉપાય મને જણાતું નથી. એમની આ લાયકીની હદ મુકરર કરવાની અત્યારે જરૂર નથી. પણ આપણી પિતાની સત્તા જોખમમાં ન આવે એટલું સાચવીને જે જગા માટે લાયક હોય તેવી કેઈપણ જગામાંથી તેમને શામાટે બાતલ કરવા તે હું સમજી શકતો નથી.