________________
૧૫૪
પ્રકરણ ૪ થું.
બ્રિટિશ રાજ્યના ફાયદા અને ગેરફાયદા બ્રિટિશ રાજ્યના ફાયદા અને ગેરફાયદાને સરવાળો કરીએ તે મને લાગે છે કે તેનું પરિણામ જેવું જોઈએ તેટલું બ્રિટિશ રાજ્યના લાભમાં આવશે નહિ. ખરી વાત છે કે તેઓ પ્રથમ કરતાં પરદેશી સાથેના યુદ્ધ અને અંદર અંદરના વિગ્રહોથી હવે નિર્ભય થયા છે, તેમનાં જાનમાલ હવે જોરજુલમથી મુક્ત થયાં છે; અમલવાળા માણસે હવે તેમને વિના કારણે શિક્ષા કરી શકતા નથી, તેમ તેમની મિલકત જપ્ત કરી શકે તેમ નથી. પણ, બીજી તરફ પિતાના કાયદા કરવામાં તેમને હાથ નથી, છેક તાબાના દરજજા સિવાય વહીવટમાં કંઈ અધિકાર નથી; દીવાની કે લશ્કરી ખાતામાં મોટા અધિકાર ઉપર તેઓ ચડી શકે તેમ નથી. બધાજ તેમને એક ઉતરતી કેમ માને છે. અને ઘણીવાર દેશના પ્રાચીન માલિક અને રાજા તરીકે તેમને ન ગણતાં આપણું માંડલિક અને નેકરોના જેવા ગણવામાં આવે છે.
આપણે દેશીઓના શીલ સ્વભાવને ઉનત કરવાનો પ્રયત્ન ન કરીએ તે તેમને ઇન્સાફી ધારા આપ્યા કે તેમની પાસે કર માફકસર લેવા માંડે, તે કંઈ બસ નથી; પરદેશી રાજ્યના અમલમાં દેશીઓનાં શીલને અધોગતિએ પહોચાડનારાં એટલાં બધાં કારણો હોય છે કે તેથી અધોગતિ થતી અટકાવવી મુશ્કેલ છે. એક જુની કહેવત છે કે જેનું સ્વાતંત્ર્ય ગયું તેનો અર્ધી સદ્ગુણ પણ ગયો. આ કહેવત સમસ્ત પ્રજાઓ તેમજ વ્યસ્ત મનુષ્યને પણ લાગુ પડે છે. મનુષ્યને કઈ મિલકત ન હોય તે જેટલું અવનાતકર નથી, તેટલું પ્રજાની મિલક્ત પોતાના કંઈપણ હાથ વિના, કેવળ પરરાજ્યની વ્યવસ્થા નીચે હોય તે, પ્રજાને માટે ઘણું જ વધારે અવનતિ કરનારું છે. ગુલામ બનેલી પ્રજા, પ્રજ તરીકેના તમામ હકો, એક સ્વતંત્ર માણસ ગુલામગીરીમાં ગયાથી જેમ પોતાના હકો ખુએ છે તેમ-ખુએ છે. પિતાના કરને નિર્ણય કરવાને