________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૫૩
-
-
-
-
જશે. મારા અભિપ્રાય પ્રમાણે તે આપણને આ દેશમાંથી સમુળગા કહાડી મૂકે તે-આપણા અમલ નીચે એક આખી પ્રજા અધગતિને પહેચે-એના કરતાં વધારે સારું છે.”
કર અને કાયદા
“દરેક સ્વતંત્ર દેશમાં લેકની મરજી પ્રમાણે જ તેમના ઉપર કર નંખાય છે. લેકને આ હક અગત્યને ગણાય છે. આ હક ઘણું માણસને હમેશાં ચિંતામાં નાખે છે અને સ્વતંત્રતાના રક્ષકે હમેશાં તે પ્રકટ કરે છે. જે દેશોમાં
સ્વતંત્રતા નથી ત્યાં પણ કર ગ્રહણ એ રાજ્ય અમલનું એક મોટામાં મોટું કામ છે; કારણ કે તેનાથી લોકનાં સુખ અને સગવડ ઉપર વધારામાં વધારે અસર થાય છે. તેનાથી ઘણીવાર સરકારની સામે થવાની ઉશ્કેરણીઓ પણ થઈ છે, અને તેનાથી ભય અને અર્થ ઉભવધારા પ્રજાના હુંશીયાર માણસને અમલદારીમાં સામેલ કરવાની અગત્ય આપખુદ રાજ્યને પણ સમજવામાં આવી છે.
બીજા દેશોમાં રાજ્ય અને અમલદારો પ્રજાનાં જ અંગ હોય છે; તેઓ દરેક રાજ્યપ્રકરણની શી અસર થશે, અને તેના સંબંધમા લેકનો શે અભિપ્રાય છે, તેથી વાકેફ રહે છે; પણ અહીં સરકારને આ લાભ મળતો નથી. તે લેકેને માટે કાયદા કરે છે, અને લોકોનો તેમાં કાંઈપણ હાથ નથી. લોકના સંબંધમાં તેઓ કંઈ જાણતા નથી; અને તેથી જ્યાં સુધી ચાલાક અને બુદ્ધિશાળી સ્થાનિક અમલદારોને લેકની સ્થિતિની પુરતી તપાસ કરી તેમના અભિપ્રાયો જાણી લેવાનું કામ સોંપવામાં ન આવે અને તે પ્રમાણે મળેલી ચેકસ માહીતી પ્રમાણે કાયદા રચવાને સરકાર પ્રવૃત્ત ન થાય, ત્યાં સુધી, લેકની સ્થિતિને અનુકૂળ થાય તેવા કાયદા તેમનાથી રચી શકાશે નહિ. પણ આ અધિકારીઓ દેશી નેકરો દ્વારાજ આવી માહીતી મેળવી શકે, કારણ કે બીજા બધા કરતાં તેમને જ આવી માહિતી મેળવવાનાં સાધનો સર્વથી સારી રીતે મળી શકે તેમ હોય છે.