________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૪૭
કુવાની જરૂર છે. કુવાથી જેટલી જમીન પાણી પી શકે તેટલી જમીનને વરસાદની તમા રહેતી નથી; તેથી કુવા બાંધવાને ઉત્તેજન આપવું તેના કરતાં વધારે ઉપયોગી પગલું બીજું કાંઈજ નથી. અને ઉત્તેજન એટલે આટલું જ કે લોકોને પોતાની મજુરીનું ફળ લણવા દેવું; કારણકે દેશાધ્યક્ષ એમ બતાવે છે કે તેઓનું કુવા બાંધવા તરફ સ્વાભાવિક વલણ છે, પણ સરકાર હકથી ડરે છે.”
આ વર્ષોના તમામ તુમારેમાં અતિશય આકારની ફરિયાદ જોવામાં આવે છે. તે પણ અધ્યક્ષસભા મિ. ગેરનાં પાપોને વખોડી કહાડવામાં આવી છટાદાર ભાષા વાપરે પણ પિતાનાં પાપાના ઉપાય લેવામાં તેવા ત્વરિત પણ નહતા કે તેવા સ્પષ્ટવકતા પણ ન હતા.
ત્રિચિનાપલ્લીના દેશાધ્યક્ષ લખે છે કે –અતિશય આકારની નિશાનીએ રૂપ કષ્ટ અને દારિદ્રય ત્રિચિનાલીમાં સર્વત્ર દેખાય છે. અને જમીનની કિંમત ઘટી જવામાં ખેતીની પાયમાલી સ્પષ્ટ દેખાય છે. જે મિરાસ દારના હાથમાં પ્રથમ હજારો વિઘા જેટલી જમીન હતી, તેઓની પાસે હવે તેટલા સેંકડા પણ નથી. અને આ પણ ચાલુ વર્ષમાં કે આવતા વર્ષમાં વેચાઈ જશે, જે, આકારમાં ફેરફાર નહિ કરવામાં આવે અથવા બકાત બાકી રાખવામાં નહિ આવે, તે. પણ હું સભાના ધ્યાન ઉપર જે વાત મુખ્યત્વે કરીને મુકવા માંગુ છું તે એ છે કે મારી ખાત્રી છે કે હાલની આંકણી ચાલુ રાખવી અશક્ય છે.”
“આ તાત્કાલિક કષ્ટ માટે આપ એમ યોગ્ય ધારો છો કે પટા રદ ન કરતાં દરેક ખાતા ઉપર દેશાધ્યક્ષને યોગ્ય લાગે તેટલી માફી આપવી. વાસ્તવિક રીતે આ વાર્ષિક જમાઇન્દીજ થઈ. અમે ધારીએ છીએ કે આ રીત ચાલુ કરીશું તે યોગ્ય ચોકસી વિનાના વર્ષોવર્ષના ઠરાવના રૂપમાં, આ રીત બદલાઈ જશે અને તેને અટકાવતાં આપને મહેનત પડશે. એટલે દેશાધ્યક્ષોની ઉલટ કે દયાવૃત્તિ કે ગફલત કે સખ્તાઈ, જે જ્યાં રંગ હેય ત્યાં તે રંગ