________________
પ્રકરણ ૪ થું.
અમલદારની ચિકિત્સા અને દરમિયાનગીરી એવી જ રહે છે, કે જેની નીચે હું કઈપણ ખાનગી મિલક્ત આબાદ થઈ શકે નહિ.
હિંદુસ્તાનની જમીનની મહેસુલના સંબંધમાં જે અભિપ્રાય અહીં અને ઈગ્લેંડમાં હાલમાં બંધાયેલા છે, તેમાં મોટો તફાવત એ માલુમ પડે છે કે ઈગ્લંડમાં એવી ધાસ્તી રાખવામાં આવે છે કે લોકોની સંપત્તિ ઉપરના સરકારના હક લોકોની આબાદી સાથે વધી શકશે નહિ; પણ અહીં સર્વને નિરપવાદ અભિપ્રાય એ છે કે સરકાર હકને લીધે લેકનીદેશની–આબાદી એટલી ઓછી થઈ ગઈ છે કે અત્યંત ઉદાર અને ન્યાયશીલ વહીવટ વિના દેશનાં સાધનો ત્વરાથી વધશે તો નહિં જ પણ ઉલટાં છેક ઉતરી જશે. અમારો આ અભિપ્રાય જેટલા અને તેટલા ભારથી અત્રે આપની સમક્ષ મૂકવા માગીએ છીએ. અમે આપના ડહાપણને, આપની ન્યાયબુદ્ધિને, આપની દયાની લાગણીને, આ વચનો કહીએ છીએ. એની સાથે આપની સરકારની રાજ્યવ્યવસ્થાની ફતેહ જેટલી જોડાયેલી છે તેટલે જ દરજે તેમાં એક વિસ્તૃત દેશની આબાદ અને સંખ્યાબંધ વસતિના કલ્યાણને સવાલ સમાયેલો છે. આ દેશ ઉપર કુદરતની કુપા છે. હવે, તે અંદરના તથા પરદેશીઓ સાથેના વિગ્રહથી મુકત છે, અને જે માત્ર સરકાર પોતાના હક માફકસર કરે તો તે શ્રીમંત અને આબાદ થવાની અણી ઉપર છે. આ મોટાં ફળની પ્રાપ્તિને મુકાબલે તેમને માટે જે કાંઈ ભાગ આપવા પડે તે કાંઇજ ગણત્રીમાં નથી. *
રૈયતવારી અને મજેવારી પદ્ધતિના સવાલનો નિર્ણય થોડા વખત સુધી હવે મુલતવી રાખવામાં આવ્યો, કારણ કે ન્યાયખાતાના અને વહીવટ ખાતાના કેટલાક સુધારાની બાબતમાં તરત ધ્યાન આપવાની જરૂર હતી. સાત વર્ષ સધી હિંદમાં શ્રમ લીધા પછી મનો સાત વર્ષ ઇંગ્લંડમાં રહ્યા હતા, તેટલામાં ન્યાયપદ્ધતિના વિષયમાં તપાસ કરવા સારૂ એક કમિશનના વડા તરીકે તેને પાછા હિંદુસ્તાન મોકલવામાં આવ્યા. સને ૧૮૧૪ ના સપટેમ્બરની ૧૬ મીએ તે મદ્રાસ પહોંચ્યો. ન્યાયપદ્ધતિમાં તેણે કેવા સુધારા કર્યા અને સ્વદેશી