________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૩૬
ઓને જવાબદારીની જગાઓમાં દાખલ કરવાને તેણે શું શું કર્યું તે આગળ ઉપર વર્ણવાશે. મરાઠા વિગ્રહમાં પોતાની બહાદુરીની સાથે સ્વદેશીઓ ઉપર વિશ્વાસ મૂક્યાથી તેણે કેવું પરાક્રમ કર્યું હતું તે આ પુસ્તકમાં અસ્થાને છે. મરાઠા વિગ્રહને અંત આવ્યા પછી ૧૮૧૯ માં મને વળી ઇગ્લેંડ ગયે, અને હવે જમીનની મહેસુલનો સવાલ નિર્ણય માટે આવ્યો.
મદ્રાસની મહેસુલભ હજી મેજેદારી પદ્ધતિના પક્ષમાં હતી. તે બાબતમાં ૧૮૧૮ માં એક નોંધ કરી છે તેમાં નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે કે – મોજેવારી પદ્ધતિમાં –
મહેસુલ વધારે સરળતાથી અને નિયમિત રીતે વસુલ થાય છે. દેશી અમલદારોને સત્તાનો દુરુપયોગ કરવાનો અવકાશ નથી મળતો. સરકારને પણ વાર્ષિક જમાબન્દીના ઠરાવોમાં સરકારી દેશાધ્યક્ષ અને સભાઓ દ્વારા જે તસ્દી વર્ષોવર્ષ પડે છે તે બચે છે. વસુલાતના કામમાં દગોફટકાનાં અને નાણાં ઉચાપત કરવાનાં વર્ષોવર્ષ તેહમતો મૂકવામાં આવે છે તેની ચોકસી કરવાનો પ્રસંગ આવતું નથી; ઉત્તર સિરકારમાંથી નાણાં વસુલ કરવાના સરકારના કેટલા પ્રયત્નો નિષ્ફળ નીવડયા છે, જમીનદારો અને પાળેગારો નાણું ન આપવા માટે કેટલા પ્રપ કરે છે, કેટલીવાર જમીનદારી અને પોલમ જમીનેના હક વસુલ કરવા માટે સરકારને લશ્કરી મદદની જરૂર પડે છે, દેશી નેકરનાં પહેલાની અનેક તરેહની અપ્રમાણિકતાની ટેવાના પ્રસંગે હજી સુધી તાત્કાલિક જમાબન્દીના જીલ્લાઓમાં કેવા ચાલુ જ છે; તે બધુ જોતાં આની સુગમતા ઉપર કોઈનું ધ્યાન ખેંચાયા વિના રહે તેમ નથી.
“પ્રાચીન જમીનદાર અને પાળેગારો આ દેશનો ઉમરાવ વર્ગ હતો; અને જો કે તેમાંના કેટલાકના હક તપાસવા જઈએ તો ટકી શકે એમ નથી તો પણ લોકની સાથે તેમનાં બધૂને એવાં હતાં કે જેને તોડી નાખવા કરતાં મજબૂત કરવામાં ડહાપણ સમાયેલું હતું. આપણને જે વખતે સિરકાર મળ્યા તે વખતે આપણી સત્તા હાલના જેવી હેત, તે તે વખતે આપણે સિરકારના જમીન