________________
૧૦૦
પ્રકરણ ૩ જુ.
“તંજાઊરનો રાજા દેશના સર્વથી વધારે ફળદ્રુ૫ ભાગને ધણી હેય અને તે કર્ણાટકના બચાવમાં એક પાઈ પણ ન આપે એ અમને અત્યંત ગેરવાજબી લાગે છે. તેથી અમે તમને હુકમ કરીએ છીએ કે નવાબના દાવાને તમારે અસર થાય તેવી રીતે ઘટતે ટેકો આપ, અને લડાઈના ખરચનો વાજબી ફાળો આપવાની તે ના પાડે તો નવાબ પોતાના રાજ્યની મહત્તાને અને ઈન્સાફને અનુસરતાં જે પગલાં લેવા ધારે તે તમારે લેવાં. અમે એમ ધારીએ છીએ કે ઉપરના હુકમનો અમલ કરતાં જે નાણું તજાઊરના નવાબ પાસેથી મળી શકે તે કમ્પનીનું કરજ વાળવામાં વપરાશે; અને કાંઈ શેષ રહે તે ખાનગી કરજે પતાવવામાં વાપરવાં.”
આ સૂચના ચોખી હતી. તેનો અમલ થયો. ૧૭૭૧ માં તંજાર ઉપર ઘેરો ઘાલ્યો. અને તંજા ઊરે ચાર લાખ પાઉંડ આપીને પોતાને બચાવ કર્યો. પણું આથી માત્ર નવાબની ભૂખ તેજ થઈ. અને તેના મિત્ર બ્રિટિશને એ વિચાર કસાવ્યો કે ઇલાકાના મધ્યમાં આવી મોટી રાત્તા એ જોખમનું ઘર છે. તંજાર ઉપર ફરીથી ઘેરો ઘાલ્યો અને ૧૭૩ ના સપ્ટેમ્બરની ૧૬ મી તરાખ સર કર્યું. કમનસીબ રાજા અને તેના કુટુંબને કિલ્લામાં કેદ કર્યા અને તેને મુલક નવાબે ખાલસા કર્યો. થોડાં વર્ષની દુર્વ્યવસ્થાથી એક આબાદ ને આબાદી પામતું રાજ્ય કે પાયમાલ થાય છે તેનું, નવાબના વાવટા નીચે ગયા પછી તંજારના રાજ્યની થયેલી સ્થિતિ, એ એક દ્રષ્ટાંત છે. એ મુલકને એક જીતી લીધેલા દુશ્મનનો મુલક લેખીને તેણે લેક ઉપર રાજ્યના હકકો વધારી દીધા, એની ઉપજ બ્રિટિશ શાહુકારને માંડી આપી, તેના વેપાર અને ઉદ્યોગને પાયમાલ કર્યો. અને થોડાં વર્ષમાં તંજાફર જે દક્ષિણ હિંદુસ્તાનને બગીચો હતું તે પૂર્વ કિનારા ઉપરના ઉજજડ પ્રદેશોમાં ભળી ગયું.
૧૭૮૨ ની કમિટી આગળ પૂરા આપતાં મિ. પિટી કહે છે કે:-- તંજારની અત્યારની સ્થિતિની વાત કરતાં પહેલાં મારે એટલું કહેવું જોઈએ કે થોડાજ વર્ષો ઉપર તંજાઊરને મુલક હિંદુસ્તાનમાં સર્વથી વધારે આબાદી