SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રીયદુવંશપ્રકાશ. દ્વિતીયખંડ નગર રાજ્યના રાજકવિશ્રી માવદાનભાઈએ તો હદજ કરી હતી. જામસાહેબને સારાએ જગતમાં ક્રિકેટની રમતમાં કોઈ જીતી શકે તેમ નથી' એ અર્થ વળી કવિતા જ્યારે તેઓશ્રીએ ગાઈ સંભળાવી ત્યારે શ્રોતાઓએ ભારે તાળીઓથી તેમને વધાવ્યા હતા, તે સિવાય સત્યવતા ચારણોની વાત એવી તો રસ પૂર્વક કરી હતી કે શ્રોતાઓ તેમને ફરી ફરી સાંભળવાને રાત્રે મોડે સુધી પણ તૈયાર હતા. પૈસા ખચીર, ઉજાગરે વેઠી જે નિર્દોષ આનંદ મેળવી શકાતો નથી, તે આ નાનકડા સ્નેહ સંમેલનમાં મેળવવા, મુંબઈગરાઓ ભાગ્યશાળી થયા છે.” (૩) સાંજ-વર્તમાન તા. ૨૯ જુન સને ૧૯૨૭ બુઘવાર “વલેપારલે રાષ્ટ્રિયશાળાના લાભાર્થે ગયા રવિવારે સર કાવસજી જહાંગી રહેલમાં આપણા શહેરના જાણીતા શહેરી સર પરશોતમદાસ ઠાકોરદાસના પ્રમુખપણા હેઠળ કાઠિઆવાડના લેકસાહિત્યને એક જંગી જલસો કરવામાં આવ્યા હતા. મુંબઈ શહેરમાં મળેલી સાહિત્ય પરિષદની બેઠક વખતે વનિતા વિશ્રામ હેલમાં જામનગરના કવિ માવદાનજી અને શારદા માસિકના તંત્રી રાહ રાયચુરાને સાંભળવા જેમ સાહિત્ય રસિકેનો દરોડે પડતો હતો, તેવીજ રીતે સર કાવસજી જહાંગીર હેલમાં શાળાના લાભાર્થે ટીકીટ રાખ્યા છતાં, સ્ત્રી પુરૂષોની એક સારી સંખ્યામાં હાજરી આપી હતી. હાલ તેમજ ગેલેરીઓ ચિકકાર ભરાઈ ગઈ હતી. કવિશ્રી માવદાનજીભાઈએ શ્રોતાજનો સમક્ષ પોતાની અપૂર્વ કવિત્વ શકિત જાહેર કરી હતી, તેમણે જ્યારે જામનગરના જામશ્રી રણજીતસિંહજીએ ક્રિકેટની રમતમાં જે ખ્યાતિ મેળવી છે તેનું કવિતામાં સુંદર રીતે વર્ણન મ્યું, ત્યારે શ્રોતાઓ ભારે આનંદ પામ્યા હતા, શ્રીયુત રાયચુરા વગેરેના લેક ગીતો સાંભળ્યા પછી સર પરશોતમદાસે કવિ માવદાનજીને સોનાનો ચાંદ એનાયત કર્યો હતો. અને અરસપરસ આભાર મનાયા પછી મેળાવડો મોડી રાત્રે વિસર્જન થયો હતો.” (૪) પ્રજાબંધુ તા. ૪ નવેમ્બર સને ૧૯૨૮ (અમદાવાદ) સેરઠી સાહિત્યનો પરિચય ગયા બુધવારે સાંજે સાડાપાંચે પ્રેમાભાઈ હાલમાં સાહિત્ય સભા તરફથી શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખ પદે રાજકવિ માવદાનજી અને શ્રી રાયચુરાએ સોરઠી સાહિત્યની વાનગીઓ પ્રજાને પીરસી હતી. શરૂઆતમાં શ્રી આનંદશંકર ધ્રુવે શ્રી ઝવેરીને પ્રમુખપદ આપવાની દરખાસ મુકી હતી. અને જેને દિવ્ય બા૦ કેશવલાલવે ટેકે આપ્યા બાદ શ્રી ઝવેરીએ પ્રમુખ સ્થાન લીધું હતું પ્રથમ શ્રી રાયચુરાએ એક ગીત ગાયા બાદ જામનગરના રાજકવિ માવદાનજીએ તેમની ચારણી શૈલીમાં જામનગર રાજયમાં થઈ ગયેલા, બાણુદાસ નામના કવિના કેટલાક જીવન પ્રસંગે બુલંદ અવાજે ગાઈ સંભળાવ્યા હતા. તે પછી જામશ્રી રણજીતસિંહજીના ક્રિકેટ જંગનાં ચારણી ભાષામાં સ્વરચિત યશોગાન ગાયાં હતાં. અને બીજો બ્રહ્માનંદ સ્વામિ રચિત રાસાષ્ટક છંદ બુલંદ અવાજે ગાયો હતો. અને બીજું એક કાવ્ય ગાયું હતું, બાદ દિવાન બહાદૂર કેશવલાલભાઈએ સાહિત્ય સભા તરફથી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy