SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫મું] જામનગરનું જવાહીર. '૧૪૧ [૧૨] કરાંચી ગુર્જર સાહિત્ય કળા મહત્સવમાં મહાકવિશ્રી નન્હાનાલાલ દલપતરામના પ્રમુખ પણ નીચે તા. ૨૯-૩-૨૮ [૧૩) અમદાવાદ જેન યુથ લીગના તા. ૪-૪-૧૯ના મેળાવડા વખતે કવિ કરાંચીમાં હોવાથી તેઓના આમંત્રણને માન આપી શકાયું ન હતું [૧૪] મુંબઈ કવિ સંમેલનમાં તા. ૬-૬-૨૯ [૧૫] કચ્છ માંડવી શિક્ષણ સંમેલનમાં શેઠ માવજી પુરુષોત્તમના પ્રમુખ પણું નીચે તા. ૧-૧૧-૩૦ [૧૬] ભુજ સાહિત્ય સભા તરફથી તા, ૧૦-૧૧-૩૦ [૧૭] ગોંડળ ઉપલેટા પ્રજા સંઘ તરફથી તા. ૩૦-૧૨-૩૦ તે ઉપરાંત રાજપૂત પરિષદ વરતેજ તથા રાજકોટમાં મળી હતી તે વખતે ત્યાં હાજરી આપી હતી. તથા લાઠી અગીઆરમ સાહિત્ય પરિષદમાં તા. ૨-૧-૩૪ના રોજ હાજરી આપી હતી, કવિ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં હેઈ, તેમના સમૈયા ઉત્સવોમાં ગઢડા, મુળ, વડતાલ, અમદાવાદ, જુનાગઢ, ઘોળકા, ધાનેરા, અને કચ્છ-ભુજ વગેરેના મંદીરોમાં પણ હાજરી આપી સત્રાંગ સાહિત્યને સ્વાદ સહુને આપ્યો છે. ઉપર લખેલે સ્થળેથી તે સંસ્થાના પ્રમુખની સહીઓવાળાં અમંત્રણે આવતાં, ત્યાં જઈ હજારોની માનવ મેદની વચ્ચે તેમણે કચ્છ, કાઠીયાવાડ, ગુજરાત, અને મુંબઈ ઇલાકામાં ચારણું સાહિત્યનો આત્મા સચોટ સમજાવી શ્રોતાઓને મુગ્ધ કર્યા છે. જેની સાક્ષી નીચે લખ્યા લેકપ્રીય–પેપરો અને માસિક પુરે છે. (૧) સૌરાષ્ટ્ર તા. ૨૬ એપ્રીલ સને ૧૯૨૪ પૃષ્ઠ ૫૦મે લખે છે કે ભાવનગર સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં જામનગરના એક જુવાન રાજકવિ માવદાનજીભાઈએ બ્રહ્માનંદને એક નટવર નત્યને છંદ ઉપાડયો ત્યારે આખું વાતાવરણ ધણધણી ઉઠયું, એવી બંકી શબ્દ રચના તાલ રચના અને ભાવ ભરપુર અર્થ રચના જોઈને સાક્ષરો ચક્તિ થયા હશે, ભકતકવિ બ્રહ્માનંદે પોતાના પદોમાં શબ્દોનું વૃંદાવન ખડું કર્યું છે. અને આવા જુવાન ચારણ બાળના કંઠમાંથી એ છંદ સરે ત્યારે પાણે પાણમાં પડઘા પડે. સાધુ હોય તે પણ ડીવાર રાસધારી બને એ ભાઈને રાજ્ય તરફથી રૂ. ૫૦) અને બીજા ચારણોને રૂા. ૨૫) બક્ષીસનાં મળ્યા હતા. (અ૦ દ૦ શેઠ સૌ૦ તંત્રી) (૨) સાંજ-વર્તમાન તા. ૩ એપ્રીલ સને ૧૯૨૬ શનીવાર કાઠીઆવાડનું કંઠસ્થ સાહિત્ય—જાણીતા કવિઓને જામેલે ગઈ રાત્રીને દીલ ખુશ મેળાવડો.”— મહા ગુજરાતના જાણીતા કવિશ્રી રાયચુરાને તથા રાજકવિ માવદાનજીને આજે કોણ ઓળખતું નથી ? સાહિત્ય પરિષદને અંગે વનિતાવિશ્રામ હેલ (મુંબઈ)માં ગઈ કાલે રાત્રે ૯-૩૦ કલાકે એ કવિઓને સાંભળવા જનતાએ સુંદર તક લીધી હતી. કવિઓએ સાહિત્યને જે રસ લુટાવ્યો હતો તે મુંબઈના રસિક યુવાનો કદીએ વીસરે તેમ નથી. જામ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy