SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪થુ), જામનગરનું જવાહર. આકૃતિ, ઉગતા સૂર્યને દેખાવ વિગેરેથી બહુજ સુંદર અને અપટુડેટ બાંધવામાં આવ્યું.. ઈરવીન સરકલ સામે પાંચ રસ્તાના સંગમ ઉપર તે ઘણું દમામદાર અને સુંદર દેખાય છે. નજદીકમાં બેદ સાહેબને રહેવાના મકાનો ઘર્મ શાળા જરસ્તીઓને ભાડે આપવાના મકાન અને ફરતો સુંદર નાજુક બગીચો વિગેરેથી એ જગ્યા એક નાનકડા “ પારસી કેલેની ” ને જ ખ્યાલ આપે છે. એ દરેમહેરનું નવું મકાન ખુલ્લું મુકવાની શુભ ક્રિયા તા ૪ માર્ચ ૧૯૩૧ના રોજ આપણા લોકપ્રિય મમ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ બહાદૂર છે. સી. એસ. આઈ. જી. બી. ઈ. ના મુબારક હસ્તે થઈ હતી. તે પ્રસંગે રાજવંશી પરિણાઓમાં જસદણના નામદાર દરબારશ્રી અને મુળીના નામદાર ઠાકોર સાહેબ તથા જસદણના નામદાર મહારાણુ મુખ્ય હતાં. ઉપરાંત ભાયાતો, રાજ્યના અમલદારો, હિંદુ તેમજ મુસ્લીમ શહેરીઓ અને યુરોપીઅન કુટુંબો વગેરે મોટી સંખ્યામાં હાજર હતાં. તે પ્રસંગનાં ભાષણ થયા બાદ તે અગીઆરીનું મકાન ખુદાવિંદ હજુરશ્રીએ ખુલ્લું મેલી દરેમહેરને સ્ટેટ તરફથી મળતી માસિક આવક રૂપીઆ ૫૦) માં બીજા રૂા. ૫૦) વધુ ઉમેરી માસીક રૂ. ૧૦૦) એક સો કરી આપવાનું ઉદાર ફરમાન જાહેર કર્યું હતું. તે પછી તુરજી કૈઓજી મીરઝએ ધાર્મિક ભાષણ આપતાં જણાવ્યું કે “ પારસીઓ અને હિંદુઓ વચ્ચેને સંબંધ પુરાનો છે. પારસી ધર્મ સ્થળ જે અગીઆરીના નામે ઓળખાય છે. તે શબ્દ ખુદ હિંદુઓના “અગન આગાર' યાને આતશનું મકાન એ શબ્દ ઉપરથી નીકળે છે. પારસીઓની હામની ક્રિયા નામે ઓળખાતી ક્રિયા જેવીજ હિંદુઓની સેમની ક્રિયા છે. પારસીઓની યશન' અને હિંદુઓની યા પારસીઓની “બરસમ અને હિંદુઓની બહસ વિગેરે ક્રિયાઓ તથા સંસ્કૃત અને અવસ્તા ભાષાનું મળતાપણું હિંદુઓના દેવતા અને પારસીઓના યઝદ અમેશાસ્પદ વગેરેના નામે અને કામનું સરખા પણું આતશની સીફતનું, ગરદનું લખાણ અને તેને જ મળતું અવસ્તાનનું વર્ણન વગેરે અનેક બાબતો ઉપરથી પારસીઓ અને હિંદુઓને પુરાને સંબંધ સાબત થઈ ચુક્યો છે.” વગેરે ભાષણે થયા પછી મેળાવડો વિસર્જન થયો હતો. આજે એ મકાન જામનગરના જવાહરમાં એક અણમેલું જવાહીર છે. (૬) નિજાનંદ સંપ્રદાય ખીજડા મંદીર (પ્રણામી ધર્મ)–તે સંપ્રદાયના સ્થાપક મુળ પુરુષ દેવચંદજી મહારાજ જ્ઞાતે કાયસ્થ હતા. તેને જન્મ મારવાડમાં આવેલા ઉમરકેટમાં સંવત ૧૬૩૮માં * અગીઆરી એ દરેમહેર, દાદગાહ, આતશ કહ, વગેરેના નામોથી ઓળખાય છે. વિશેષ હકિકત માટે વાંચે “ફરામરોઝ ફીઝજી મીરઝાં કૃત જામનગરની મીરઝાં દરેમહેરના સ્થાપક એવદ ટહેમુલજી માહીબારછ મીરઝાનું ટુંક જીવન ચરિત્ર તથા દરેમહેરને હેવાલ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy