SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ શ્રીયદુવંશપ્રકાશ. વિતીયખંડ થયો હતે તેના પિતાનું નામ મહેતા, અને માતાનું નામ કુંવરબાઈ હતું તેના ઘરના વાડામાં બાળમુકંદજીની મુતી હતી તેની સેવા ભક્તિ તેઓ કરતા. દેવચંદજી મહારાજ બાળપણથીજ પ્રબળ બુદ્ધિના, સાત્વિક વૃત્તિના, દયાળ. હિમતવાન અને ઉત્સાહી હતા. પિતા માતાને આશ્રયે રહી વિદ્યાભ્યાસ કર્યો હતો. ઉંમર વર્ષ ૧૧ની થયા પછી દેવ સેવામાં પ્રીતી રાખવા લાગ્યા હતા. એક દિવસે ગામ બાહર એક “શ્યામ પીગળ’નું દેવળ હતું ત્યાં તેઓ પુજા કરવાને ગયા હતા એ વખતે તેમને વિચાર થયો કે “કોણ છું ? આ દેખાતું જગત શું છે.? પરમાત્મા પરબ્રહ્મ ક્યાં છે. અને કેવા સ્થાનમાં રહે છે?”તે સર્વને સેધ કરવા લાગ્યા. એ વિચારમાંને વિચારમાં પરદેશ ચાલી નીકળ્યા. સાથે કાઈ ન હતું માર્ગમાં એક મહા પુરૂષને મેળાપ થયો. તેમણે પરમાત્માના સ્વરૂપને બેધ કર્યો. ઉમરકેટના ૨જાની જાન લઈ લાલદાસ નામે વછર જતો હતો, તે સાથે તેઓ કચ્છમાં ગયા ત્યાં પરમાત્મા સંબંધી ચિંતવન કરવા લાગ્યા. ત્યાં જે જે મતપંથો ચાલતા હતા તે સર્વે જેયા પરંતુ તેમાંથી તેમના મનનું સમાધાન થયું નહિં તે પછી સંન્યાસી વેશ ધારણ કરી અનેક શાસ્ત્રોનું અવલોકન કર્યું. પણ તેમાંથી પરમાત્મા સંબંધી નિશ્ચય થયો નહિં ભુજમાં આવી હરદાસજીને ત્યાં ઉતર્યા તેમનો પ્રેમ અને સેવા જોઈ આનંદ થતાં. ત્યાં કાંઇક પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિની આશા બંધાણી તેથી ત્યાં જપ તપ કરવા લાગ્યા. હરદાસજી બાળમુકંદજીના પરમ ભકત હતા. તેમણે બાળમુકુંદજીના દર્શન કરાવ્યાં હરદાસજીના કેટલાક શિષ્યોએ દેવચંદજી મહારાજને કહ્યું કે “તમો અમને પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય કરાવે ” પણ તેમને તે સ્વરૂપનો નિશ્ચય થયો ન હતો તેથી તેઓ નૈતનપુરી (નવાનગર) જેને જામનગર પણ કહે છે. ત્યાં આવ્યા શ્યામસુંદરના મંદીરમાં નિત્ય ભાગવતની કથા કાનજી ભટ્ટ કરતા હતા ત્યાં નિત્ય શ્રીદેવચંદજી મહારાજ સાંભળવાને જતા હતા. આ વખતે તેમની ઉંમર ૪૦ વર્ષની થઈ હતી તે પણ જપ તપ અને ધ્યાન કરવા કદી ચુકતા નહિં. તેમનું ચિત નિરંતર પરમાત્માંજ લાગી રહ્યું હતું. કહે છે કે એક દિવસે તેને શ્યામસુંદરના મંદીરમાં સાક્ષાત શ્રીકૃષ્ણના દર્શન થયાં હતાં. અને કહ્યું કે હે શ્રી દેવચંદ! પરમધામથી શ્રી અક્ષરાતિત પરમાત્માના બારહજાર બ્રહ્મ પ્રિયા (શાશ્વતી સમા) અને ખેલ જેવાને આવેલા છે. તેમાં તું પ્રધાન છે. તે બધા આ મોહમય મિથ્યા જગતમાં આવીને પોતાના સ્વરૂપ તથા પરમધામ ને ભૂલી ગયા છે. તે સર્વેને જાગૃત કરો. પરમધામમાં લઈ આવે એટલે બધાને પોતાના પરાત્મ બ્રહ્મધામમાં જાગ્રત કરો : આ કામ તમને સોંપવામાં આવે છે. હું તને એક તારક મંત્ર એટલે તારતમમંત્ર આપુછું જે વડે તે સર્વે જાગ્રત થશે. આ મંત્રમાં એ પ્રભાવ કામકરે છે કે જે કોઈ આ મંત્રનો જપશે તે સહજ પરમધામ પહોંચી જશે. આ મંત્રથી તને એવું જ્ઞાન થશે. કે પરમધામ તથા બીજા સધામ તને પ્રત્યક્ષ જેવા દેખાશે એટલે તને આજ શરીરથી પરમધામ વિગેરેની માહિતી અનુભવમાં આવી જશે અને તું બ્રહ્મવાસનાઓને કહેશે તે સાંભળતાની સાથે જ તેઓ જાગૃત થશે. તને જે કાંઈ માગવું
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy