SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ શ્રીયદુવ’શપ્રકાશ.. [તૃતીયખંડ આરામગાહના અંતિમ અવસ્થા તે પવિત્ર ધર્મ સ્થળમાં અંદગી ગુજારવાની ઉમેદથી કરી હતી, તેમ તે પેાતાના ભાષણમાં કહે છે કે “મારી વૃદ્ધાવસ્થા થવાથી મારી ઇચ્છા મારા ધર્માંના સ્થાનની પાડાશમાં રહેવા થઇ હતી. અને તે વિચારને અનુસરીને મારી ગુજાયેશ માક બની શકે તેવું ધાર્મિક સાધન આપણીજ રાજધાનીમાં (જામનગરમાં કરવું એ નિશ્ચય કરી આ ધર્મનું સ્થાનક બનાવ્યું છે. તે દરેમહેરના પાયા નાખવાની ક્રિયા તારીખ ૮૭–૧૮૯૪ના રાજ થઇ હતી. અને તારીખ ૧૫ માર્ચ ૧૮૯૫ના રોજ તે દરેમહેર ખુલ્લી મેલવાની ક્રિયા ઉદવાડાના દસ્તુરજી પેશાતનજી મરજોર૭ મીરના મુબારક હસ્તે થઇ હતી. તે દરે મહેરના મકાનને ઇજી પવિત્ર કરવા અને આતસના નુરીકેખલાની સ્થાપણા કરવા ઉદવાડેથી પગરસ્તે ‘આલાત’ ( ક્રિયાના ઉપયેાગમાં આવતી પવિત્ર ચીજો ) લાવવામાં આવ્યા અને પવિત્ર ક્રિયા શરુ થખું, જશનની (દરેમહેરને જીંજવાની) પવિત્ર ક્રિયા માખેદા માધુકજી શાપુરજી મીરઝાં તથા રૂસ્તમજી ≥મુલ” મીર એ કરી હતી. એ જંખતે સ્ટેટ તરફથી સધળા અદેખ મીરઝાં હેમુલજી મારફત થયા હતા. તેમજ નગરના પ્રતિષ્ઠિત સદ્દગૃહસ્થેા અને મહાજન વગે પણ પુર્ણ ઉત્સાહથી ત્યાં હાજરી આપી હતી. એ દરેમહેર ના નિભાવ અથે` રૂા. ૨૦૦૦૦ની એક રકમ એકઠી કરી હતી. અને છ ટ્રસ્ટીઓ નિમાવામાં આવ્યા હતા. જેમાં આપણા વાલાશાન દિવાનજી ખાનબહાદુર શેઠ મહેરવાનજી પેસ્તનજી સાહેબ મુખ્ય હતા. અંજુમનના મેાભેદના પગાર તરીકે તથા માણસાના પગાર તરી કે જામશ્રી વિભાજી સાહેબ માસીક રૂા. ૨૦) ની બક્ષીસ કરી હતી. અને જે ઇ. સ. ૧૯૨૬માં મહુ`મ જામશ્રી સર રણજીતસિંહુજી સાહેબ તેમાં રૂ।. ૩૦) ઉમેરી માસીક રૂા. ૫૦) ની દરેમહેરના નિભાવ અર્થે બક્ષીસ આપી હતી, જ્યારે જામનગરમાં રસ્તાએ અને દુકાને બાંધવાના સુધારાઓ થવા લાગ્યા ત્યારે તે દરેમહેરના મકાનપાસે આવેલાં સઘળાં પારસી મકાને પડી ગયા અને શહેર બહાર નવા વસવાટ થયા. તેથા દરરાજની ફરજીયાત બદગી માટે દરેમહેરનું મકાન દુર હાવાથી તેને ઉપયાગ કરવો અશકય થયું. છેવટે સધળા જરથૈાસ્તી ભાઇઓએ મળી પારસીલતામાં નવું દહેરમહેર બાંધવા નકકી કરી મહુ`મ જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ દ્વજીર અરજ કરત તેઓ નામદારે તેમની માગણી મુજબ ઇરવીન સરકલ સામે એક ધણા ક`મતી અને સુંદર જમીનના પ્લોટ દરેમહેર માટે બક્ષિસ આપ્યા. નવું દરેમહેર અંધવા મેટી રકમની જરૂર પડતાં એક ક્રૂડ ઉભું કર્યું, અને તેમાં મુખર્જીમાં વસતા સખી જત્થાસ્તીઓની ઉદારતાથી વધી વધીને તે ક્રૂડ કુલ રૂપીઆ ૫૭૦૦)નું ભેગું થયું, તા. ૧૩-૬-૧૯૨૯ના દીને આ દરેમહેરના વડા દસ્તુરજી ઉદવાડેવાલા. દસ્તુરજી કૈઆજી દસ્તુર પેશાંતનજી મીર જામનગરના જાણીતા જરચેસ્તી ખાનબહાદુર ડાકટર નવરોજી કાવસજી કલ્યાણણીવાળા ના મેટાની લગ્નની શુભ ક્રિયા કરવામાટે જામનગર પધાર્યા હતા. તે પ્રમગતા લાભ લઈ દરેમહેરના પાયા નાખવાની શુભ ક્રિયા તા. ૧૭-૬-૧૯૬૯ના રાજ તેએાશ્રીના મુખારક હસ્તે કરવામાં આવી હતી. તે પછી સદરહુ મકાન ઇશનીયન સ્ટાઇલ ના પીલર્સ, કાહરતી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy