SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪થી. જામનગરનું જવાહર. ત્યાં મારી હયાતિ બાદ તમો ગાદિ સ્થાપજો.” થોડા કાળે અમદાવાદવાળા મુલ્લાં સરકાર બેહીસ્ત થતાં, તેમના વસિયત નામા પ્રમાણે જામનગરમાં ગાદિ સ્થાપી, અને મુલ્લાં સરકાર તરીકે સૈયદના વ મૌલાના (૧) ઇસમાઇલજી બદરૂદ્દીન ઇબને મુલ્લાં રાજે સાહેબ ગાદિએ આવ્યા. કે જેઓ મેટા બાવા સાહેબના નામે પ્રસિદ્ધ થયા. હાલ કહેવાતી મુલાં મેડી તે સરકારનું ગાદિ સ્થળ સ્થાપ્યું. તે પછી (૨) અબદલ જેકદિન તૈયબ સાહેબ ગાદિએ આવ્યા. ત્યાર પછી (૩) મુસા કલામુદિન સાહેબ ગાદિએ આવ્યા. તે પછી (૪) નરદિન સાહેબ ગાદિએ આવ્યા. તેઓ કચ્છની મુસાફરીએ જતાં માંડવી બંદરમાં બેહીસ્ત થયા હતા. તે પછી (૫) મુલાં સરકાર ઇસમાલિજી બદરદિન (નાના બાવા) સાહેબ ગાદિએ આવ્યા. તેઓ જામનગરની મુલાં સરકારની ગાદિએ છેલ્લા થયા. તે પછી ઉજજેનમા સ્થપાઈ ત્યાં બે મુલાં સરકાર થયા. ત્યાર પછી ગાદિ સુરતમાં સ્થપાઈ હાલ તે સુરતની ગાદિ ઉપર સૈયદના વમૌલાના તાહેર સૈકદિન સાહેબ વિંદ્યમાન છે. ઉપરની રીતે પાંચ મુલ્લાં સરકાર (અ) જામનગરની મુલાં સરકારની ગાદિએ આવ્યા. તેમાંના નંબર ચોથા સિવાયના તમામ મુલ્લાં સરકાર સાહેબ, જામનગરમાં જ બેહીસ્ત થતાં, તેઓશ્રીને હાલ કહેવાતા “વહેરાના હજીરામાં દફન કરેલ છે. જેઓની સલામે દેશાવરમાંથી ઘણું વહોરાઓ તથા સુરતની ગાદિ ૫ર આવતા મુલાં સરકાર સાહેબો વગેરે જામનગર આવે છે. (૫) પારસીની અગીઆરી (દરેમહેર) , સં. ૧૮૩૬માં શેઠ માહીઆરજી કંઇ મીરઝને જામશ્રી રણમલજી બીજાએ જામનગરમાં બેલાવી પોતાના ઝવેરી અને ઘડીઆળી તરીકે નિમણુંક કરી વસાવ્યા. જામનગરમાં એ વખતે એક પણ પારસી કુટુંબ વસતું ન હતું. વિ. સં. ૧૯૦૭માં જ્યારે વરસાદ સાથે ભયંકર વાવાઝોડું થયું (સાતની સાલની ઝડી થઈ, ત્યારે માહીઆરજી મીરઝાનું કુટુંબ નદિના કિનારા પરની મલાં વાડીમાં વસતું હોવાથી ચારેય તરફ પાણી ફરી વળતા તેમનું તમામ કુટુંબ તણાયું. જામશ્રી રણમલઇને તે ખબર થતાં તારૂઓ મોકલી તેમના કુટુંબને બુડતું બચાવ્યું. તેમણે જામશ્રી વિભાજી (બીજા) સાહેબના અમલમાં પણ દરબારમાં એક "સન ડાયલ’ ગોઠવી કૃપા મેળવી હતી. તે વખતે કાઠીઆવાડમાં કઈ ઘડીયાલી નહિં મળતાં, લેકે ઘડીઆળાને દુરસ્ત કરાવવા મુંબઈ મોકલતા પણ જામનગરમાં મીરઝાં શેઠ તે કામ કરતા હોવાનું જાણી દરેક રાજા મહારાજાઓ અને પોલીટીકલ એજન્ટ આદિ યુરોપિયનો પણ ઘડીયાળો રીપેર કરવા અહિં મોકલતા તેમના પુત્ર ટહેમુલજી મીરઝાં થયાં તેમણે પિતાના ધાર્મિકપણમાં “એરવેદ' નો માનવંતા ઈલકાબ મેળવ્યો હતો. તેઓએ જામશ્રી વિભાજી સાહેબના ફોટાવાળા ઘડીઆળે ખાસ વિલાયતમાં તૈયાર કરાવી મંગાવ્યા હતાં. તેઓ દરિઆઈ પાંખ પિટાનો મોટો વેપાર ચીન દેશ સાથે ચલાવતા હતા. પણ જામનગરના મહાજની લાગણી (તે પદાર્થ માછલાંને પેટમાંથી નીકળતો હોઈ જીવ હિંસાથી) દુખાવાથી, તેણે તે વેપાર મહાજનોના કહેવાથી કાયમને માટે બંધ કર્યો હતો તેથી હિંદુ પ્રજા તેમને બહુ ચાહતી. તેઓએ જામનગરમાં દરેમહેર (અગીઆરી)ની સ્થાપના કરી હતી. તે કાંઇ કીત માટે નહિ, પણ પિતાની
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy