SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડે) હતા. ત્યાં માતાજી રવેચીજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા, સાબે બારોટે જાણ્યું કે મારાં માતુશ્રી આવ્યાં છે એથી કહેવા લાગ્યા કે “અરે મા, તમે આંહી કેમ આવ્યા?” હું હવે ના નથી કે મારા માટે તમે આટલી ફીકર રાખો છો. વળી જામફલ સાથે છે એટલે મને શું અડચણ હોય? માં, આટલે બધે દુર આપ રાત્રિમાં શી રીતે આવ્યા? “સાંભળી માતાજી રવેચીઝ બોલ્યા કે બાપ હું તારી કુલદેવી રવેચી છું અને તને વધામણી દેવા આવી છું. કે એક દિવસ આકાશ માગે મારે રથ જતો હતો. તેમાંથી એક પુષ્પ જામના જનાનાની અગાશીમાં ખરી પડયું. તેને રાણુ સોનલ તથા જાંશી અને કામલે સુધી નીચે નાખતાં ઘડી ખાઈ ગઈ. એથી તારે ત્યાં આજે માવલ નામનો પુત્ર અને જામને ત્યાં લાખ કુંવર કામલને ડાઈ નામની કન્યા અને ઘડીને માંગીડા વછેરે જમ્યા છે. તેમાં કોઈ શંકા લાવીશનહિં અને આ વધામણુ જામફુલ (ભાર)ને આપજે, તેમજ આજ સવારે જામ ભારે પીરાણ પટ્ટણ સર (કબજે કરશે, અને જામકુલની જીત થશે.” ઉપર મુજબ કહી માતાજી અદશ્ય થતાં પ્રભાત થતાં સાબે બારેટે કચેરીમાં જઈ જામશ્રી આગળ વધાઈ ખાઈ ઉપરની વાત કહી સંભળાવી એ વાત સાંભળી જામફલે કહ્યું કે બાર બાર વર્ષથી આપણે અહીં છીએ અને પછવાડેથી પુત્ર જન્મે એવી વધામણુ દેવીના બાળકવિના બીજે કેણ આપે?” બારે કહ્યું કે માતાજીએ કહ્યું છે તે હું કહું છું. તેમજ આજે જ આપણું ફત્તેહ થાય અને પીરાણું પણ કબજે થાય તે સર્વ વાત સાચી માનજો. સવાપોર દિવસ ચડતાં બાદશાહ (કંટાળી જઇ સામે પગલે ચાલી લડવા વિચાર થતાં મેટું લશ્કર લઈ ચડી આવ્યા તે ખબર જામફુલને થતાં બન્ને લશ્કરે સામસામું દ્વન્દ યુદ્ધ કર્યું. સાંજ સુધીમાં અસંખ્ય માણસની કતલ થઇ, અને બાદશાહ પણ રણક્ષેત્રમાં પડતાં જામકુલે પીરાણ પટણનો કિલ્લો સર કરી જીતના ડંકા વગડાવી, ફતેહ કરી, પિતાને વાવટા ફરકાવ્યો જે દિવસે જામલાપાનો જન્મ થયે, તેજ દિવસ પીરાણ પટણનો કિલ્લો ડ્યો, એ વિષેને એક પુરાતની દુહે છે કે – ( દુહો ! जे दण लाखो जनमीयो, धरपत काछ धरे ।। पीराणी पटण तणां, कोठा लोट करे ॥१॥ ભાવાર્થ— કચ્છ ભૂમિમાં પૃથ્વીપતિ લાખે જે દિવસે જ તે દિવસ તેના પિતાએ પીરાણ પટણને કિલ્લો સર કર્યો. પીરાણ પટણમાં થાણું રાખી બીજે દિવસ જામફલે દેશ તરફ કુચ કરી, કચ્છમાં આવી કચેરી ભરતાં સેનલની દાસી લાખાને કચેરીમાં તેડી લાવી, પુત્રને જોતાંજ જામફલને ક્રોધ ઉત્પન્ન થયો, તેથી કહ્યું કે જા જા લેડી એ કુંવરને પાછા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy