________________
જામનગરને ઇતિહાસ. (પંચમ કળા)
૫૫ લઈજા, ભીંતમાંથી કે હેલણના પાયામાંથી જે કુંવર જન્મે તે પરાક્રમી કે દાતાર ન થાય. તેથી તેને ખોળામાં ન બેસારાય અને એ કુંવર જામભારાનો ન હોય”.
દાસી પાછી વળતાં તેડેલા કીર કુંવર લાખાને વાચા આવી અને જામ ભારાને ભર કચેરીમાં કહ્યું કે “હું ભારાનો નહિ કહેવાઉ પણ ફુલનો કહેવાઇસ તેમ દરરોજ લાખ પસાર દાનમાં આપીશ, અને પરાક્રમ એવું કરીશ કે સૂર્યની સખાતે (મદદમાં) જઇશ, તેમજ સહુ કચેરીમંડળને એવી સુચના કરૂં છું કે મને કોઈએ ભારાનો કુંવર કહે નહિ. પરંતુ કુલનો કુંવર કહે, તેમજ હું તમારું કે કેઇપણ વૃદ્ધ પુરૂષનું મોઢું હુ આજથી નેહિ જોઉં, કેમકે તેમાં (પાલ હોવાથી) અક્કલ ઓછી હોય છે.”
આવી નાની ઉમરના બાળકની વાણી સાંભળી સર્વ કચેરી દિગ્મઢ બની ગઈ, અને જામભારાને પણ સાબા બારેટે યાદી આપતાં માતાજીના રથના પુષ્પની વાત યાદ આવી, અને લાખે દેવતાઈ અંશ છે તેવી તેને ખાત્રી થઈ.
૪ લાખાનું પરાક્રમ, સર્યની સખાયત
જામલાખ ગાદીએ બેઠા પછી દરરોજ પિતાના દસેંદી ચારણ માવલ સાબાણીને લાખ પસાવનું દાન આપતો, તેમજ પિતાની કચેરીમાં તમામ અમીર ઉમરાવ અને લશ્કરના માણસે પોતાની હેડીનાજ રાખત, કેઇપણ વૃદ્ધ પુરૂષને લાખા પાસે આવવા હુકમ નહોતો, સહુ તેને લાકુલાણું કહી બેલાવતા ઉપર પ્રમાણે બાલ્યાવસ્થામાં લીધેલી પ્રતિજ્ઞા લાખે પૂર્ણ કરી હતી.
એક વખત પિતે અમીર ઉમરાવોને સાથે લઇ મેટા લશ્કર સાથે સૂર્યની સખાતે ચડ્યો, (એટલે મુસલમાન બાદશાહ સૂરન્ટેવળને તળવા આવતા હતા તેને અટકાવવા ચડ્યો હતો.
જામલાખાના લશ્કરમાં રત્નસિંહ નામના રજપુત અંગરક્ષક (એ.ડી. સી.) હતા, તેને સાથે જવામાં ધર્મ સંકટ થયું કેમકે તેને હંમેશા નાહીધોઇ નિત્યકર્મ કરી તેના પિતાનું પુજનકરી પછી અનાજ જમવું એવું નીમ હતું, તેના પિતા વૃદ્ધ હતા, અને વૃદ્ધ માણસને સાથે લેવા મનાઈ હતી, એથી રત્નસિંહ ઉદાસ થતાં તેના પિતાએ તેને રસ્તો બતાવ્યું કે ગુપ્ત રીતે કેઇ પેટી પટારામાં રાખી મને સાથે લઈ જા રત્નસિંગે તેમ કર્યું અને હંમેશા પોતાના તંબુમાં તેને લાંબી સંદૂક (પેટી)માં રાખી તેની સેવા કરતો અને કુચ કરતી વખતે તે સંદૂક સાંઢણું સ્વારને પોતાના બીજા સામાન સાથે આપતો અને રાત્રી પડતાં તે સંભાળી લઈ પિતાની સેવા કરતો આવી રીતે ઘણુંએક દિવસ લશ્કર ચાલ્યું ચાલતાં ચાલતાં બહુ દૂર પ્રદેશમાં લાખો પહોંચે. તેની હિંમત અને મનોબળથી ખુશ થઈ સૂર્ય તથા ઇંદ્રદેવે લાખાને બાવીસ અપ્સરાએ મોકલી તેની સાથે કહાગ્યું કે “તમારી સખાયત પહોંચી અને તેના બદલામાં આ એક અમૂલ્ય હાર અને