SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરનો ઇતિહાસ. (પંચમ કળા) – એ પંચમકળા પ્રારંભઃ | હું લાખા ફુલાણી વિષેની કંઠસ્થ કથા - કાઠીઆવાડમાં લાખા ફુલાણુ વિષેની અનેક દંતકથાઓ છે. અને એ દંતકથામાં વીરતા નિતિ અને કેટલીક વહેવાર ઉપયોગીતા (ાઈ જન સમાજને ઉપાગી જાણ આ નીચે લખવામાં આવી. છે, જામફુલનું બીજું નામ જામભારે હતું, એ જામભારે પીરાનપટણના બાદશાહ સાથે લડવા માટે મોટા સિન્યની તૈયારી કરી એ વખતે પોતાની રાણુ સોનલ (અસરા) પાસે કામલ નામની ડુમની સ્ત્રીને વડારણ તરીકે રાખી તેમજ પોતાના દસોંદી ચારણ સાંબા બારેટની સ્ત્રી ઝાંસી બાઇને સલાહકાર તરીકે સેપી જામકુલ સાંબા બારેટને તથા તુમને સાથે લઈ પીરાણપટણ ઉપર કુચ કરી ગયા. પીરાણ પટણ ડુંગરી પ્રદેશમાં લેવાથી ત્યાં પહોંચવું તેને ઘણું જ મુશીબત ભરેલું લાગ્યું તેમજ તેના બાદશાહને ખબર પડતાંજ ડુંગરી કિલ્લામાંના આવવાના બાઈ (રસ્તા) બંધ કર્યો. જેથી બાર બાર વરસ સુધી ગાઢ જંગલમાં તેને ઘેર રહ્યો જરાપણુ આગળ વધવાને કે પાછા જવાનો અવકાશ રહ્યો નહિ.' કચ્છમાં એક વખત સોનલરાણી પ્રભાતના પ્રહરમાં સ્નાનકરી પોતાના સલાહકાર ઝાંસીબાઈ અને દાસી કામલ સાથે રાજમહેલની અગાસીમાં સૂર્યને વધાવતાં હતાં, એવામાં આકાશ માર્ગેથી એક પુષ્પ અગાસીમાં પડયું. પડતાંજ તે દૈવી પુષ્પની ખુશબે મહેલમાં ફેલાઈ ગઈ. સેનલને તે પુષ્પ સુંઘવા મન થતાં તે લઈ સુંધું. પણ સુંઘતાં જ તેના હૃદયમાં કંઇક ન સમજાય તેવું કુતુહલ થતાં તે કુલ ઝાંસીબાઇ તરફ ફેક્યું, તેને પણ સુંઘતા તેમજ થવાથી કામલને આપ્યું. કામલે પણ સુંધી દદય અકળામણ થતાં તે પુષ્પ મહેલ નીચે ફેંકયું મહેલ નીચે ઘેડાર હતી તેમાં નેત્રાંગ નામની ઘડી બાંધી હતી, ત્યાં કુલ પડતાં ઘડી તે કુલ ખાઈ ગઈ. ઈશ્વર ઇચ્છાથી એ પુષ્પના પ્રભાવે રાણું સેનલને પેટે લાખા ફુલાણુનો જન્મ થયો. અને ચારણ દેવી ઝાંસીને ત્યાં માવલ નામનો પુત્ર જયે. અને દાસી કામલને ડાઇ નામની કન્યા જન્મી તેમજ નેત્રાંગ ઘેડીને વછેરે આવ્યા તેનું નામ માંગીડો પાડયું. તે વિષે પુરાતની દુહે છે કે – सोने लाखण जन्मीयो, झांसी मावल पुत ॥ માંગરો નેત્રાંગને, હાંરૂ મ વ ? | ઉપર મુજબ જે રાત્રે તેઓનો જન્મ થયો તેજ રાત્રે પીરાણુ પટણના ગાઢ જંગલમાં જામફુલ (ભારા) ની છાવણીમાં સાબો બારેટ પોતાના તંબુમાં સુતા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy