SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩જી] જામનગરનું જવાહીર. પા મહાબળેશ્વર ગયા હોય તે જામનગરથી કલેશ્ર્વર જાય તેા તેને તેવાં દૃશ્યા નજરે ચડે, એ સ્થળ જોવા જનારને રસ્તામાં ભાણવડ, ઘુમલી, મેાડપર, (જેને ડુંગરી કિલ્લા પ્રખ્યાત છે) વગેરે સ્થળેા જોવાના પણ લાભ મળે છે. ભાણવડ—એ તાલુકાનું મુખ્ય ગામ છે વિદ્યયમાન જામશ્રીના પિતામહ ફુલજીભાના બંધાવેલા ત્યાં દરબારગઢ છે તેમાં ‘મહુમાઇ' (મામા) દેવીનું સ્થાનક છે તેની આગળ ફુલાણી વંશની (વર કન્યાની) છેડા છેડી છેડવામાં આવે છે તથા ત્યાં કુવરેાના માળમુવાળા ઉતરાવાય છે. નગરને દરવાજે ડાડાની ડેરી' કહેવાય છે. ત્યાં કાકાભાઇ નામના સુરાપુરાનું સ્થાનક છે. બાજુમાં બીજી એ ખાંભીયા (પાળીયા) છે. તેમાંથી એકમાં જેઠીજી અને સત્તરના સેકા માત્ર એટલુંજ ચેકખું વંચાય છે. હાલનું ભાણવડ ગામ છે ત્યાં પ્રાચિન કાળમાં ઘુમલી ના રાજા ભાણવાની ‘ભાણવાડી' (બગીચેા) હતી, ત્યાં તે રાજા ઘણા વખત રહેતા. નદીનું નામ ભાણવડી છે અને ભાણનાથ મહાદેવનું ત્યાં શિવાલય છે એ ભાણુવાડીના રક્ષણ માટે માંગડા વાળા નામને ભાણજેઠવાને ભાણેજ (જીભની માનેલી મેનનેા દિકરા, ધાંતરવડ ગામના જાગીરદાર) રહેતા એના રૂપ ગુણુની તારીફ આલેચ ડુંગરમાં આવેલા પાટણ (પાતર)ની કસ્તુર ઉર્ફે ‘પદ્માવતી' નામની એક વણીક કન્યાએ સાંભળવાથી તે તેના ઉપર મેાહીત થતાં દરરાજ માતાજીને દરે જઇ, “માંગડાવાળાં મળે” તેવી યાચના કરતી. એક વખત ધુમલીનું ધણુ ઉગાવાળા નામના કાઠીએ વાળ્યું. તેની વહારે માંગડા સવાસે। સ્વારાથી ચડયા. રસ્તામાં માતાજીનું હેરૂ' આવતાં તેને દર્શન કરવાનું નિયમ હાવાથી તે દેવળમાં ગયા. ત્યારે તે સ્થળે પદ્માવતી (કસ્તુર) પણ એકાગ્ર ચિત્તથી માતાજી પાસે માગણી કરી રહી હતી કે “હે જગત જનની! માંગડા વાળા મારા પતિ થાય અને મને આવી મળે, તેટલી કૃપા કરો” માંગડા વાળા પાતાનું નામ સાંભળતાંજ મેલ્યા કે “હુંજ માંગડા વાળા છું.” પદ્માવતીએ ઈચ્છાવર વરવા કહ્યુ. પરંતુ “હું ગાયાની વહારે જાઉં છું. તે વળતાં આવી તને પરણીશ.” તેમ કહી માંગડાવાળા ઉગાવાળા પાછળ ચડયા, ચેલાવડ નામના ઉજજડ ટીબાના વડની વડવામાં પેાતાને ચાટલા ગુચવાતાં ધાડા રાંગમાંથી નીકળી ગયા. ત્યાં દુશ્મનેએ આવી તેનું માથું કાપી નાખ્યું, માંગડાવાળાનું ધડ તેની પાછળ પડી, ઘણાં માણસાને મારતું કાપતું ભાવડથી દક્ષિણે આવેલા વડ નીચે આવ્યું. ત્યાં તેના પર કાઇએ ગળીયલ વસ્ત્ર નાખતાં તે ત્યાં પડયું. પરંતુ તેની વાસના પદ્માવતી (કસ્તુર)માં રહેતાં તે અસદગતિએ જતાં તે વડમાં ભુત થઇ રહ્યો ત્યારથી તે વડ ભુતવડના નામે ઓળખાય છે, હાલતે સ્થળે કર્યું દેરી છે. અને સામે નવા વડ છે. ત્યાં એક કણાખેતલાની દેરી છે, તેની રાકુડીમાં મેટા સર્પ રહે છે. ભાવડ શહેરની કાઇ પણ કન્યા સાસરે જાય, તથા તેને પહેલા પુત્ર આવે * કાષ્ઠ વાર્તાકારા ગીરમાં આવેલી હેરણુ નદીને કિનારે નરેડ નામના ગામે માંગડા વાળા લડાઇમાં કામ આવ્યાંનું કહે છે. + એ સને યાચવા તેના નાગમગા બારોટ ત્યાં પનીયા કાળ પહેલાં આવ્યા હતા તેમ ત્યાંના લેાક કહે છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy