SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શ્રીયદુવંશપ્રકાશ. [તૃતીયખંડ મોટી નુકશાની પામી મહા મુશીબતે પાછો ફર્યો હતો. મહાદેવની જગ્યા પાસે બીલ નામનું એક ગામ છે. જે ગામ બાવાઓ ખેરાતમાં ખાય છે. ત્યાંથી ત્રણ ગાઉ ઉત્તરમાં ધરણસર નામનું તળાવ છે. કિલેશ્વર –ઉપર કહેલા બરડા ડુંગર વચ્ચે કાલેશ્વર મહાદેવનું દેવાલય છે. ત્યાંના આસપાસના ખંડીયરોમાં ચાંપરાજ વાળાનું કિલેશ્વર નામનું રાજધાનીનું શહેર હતું. ચાંપરાજ વાળાને એક ખુબસુરત કુંવરી હતી. તેના ઉપર સુલતાન ફીરોજશાહ તુઘલખને સુએ અન્વરખાન ઉર્ફે સમસુદ્દીન અમીરખાન મહીત થતાં તેની માગણી કરી, ચાંપરાજ વાળાએ તે માગણી નહિં સ્વીકારતાં તે સુબે મોટું લશ્કર લઈ કિલેશ્વર ઉપર ચડી આવ્યો. ત્યારે ચાંપરાજ વાળાએ પિતાની કુંવરીને ધારા તીર્થ તળે કાઢી (તલવારથી મારી નાખી) કેસરીયાં કરી ૧૦૦૦ ઘેડે સ્વારોથી સુબાનો સામનો કર્યો. અને તે ભયંકર લડાઇને પરીણામે તેમાં કામ આવ્યો અને સુબો કિલેશ્વર તોડી પાડી, ઓખા તરફ ગયો. ત્યાં દ્વારકામાં પણ કેટલુંક નુકશાન કરી સ્વદેશ ગયો. ત્યારથી એ કિલેશ્વર શહેર ખંડીયેર થયું. માત્ર મહાદેવજીનું દેવાલય ભુતકાળની યાદી આપતું ઝાડો અને વેલાઓ વચ્ચે દહેરાંના તુટેલ પત્થરાઓ વગેરેની ખંડીયર સ્થિતી ભોગવતું હતું. જામનગરના પ્રખ્યાત મમ મહારાજા જામસાહેબશ્રી સર રણજીતસિંહજી સાહેબ ત્યાં પધારતાં તેને જીર્ણોદ્ધાર કરાવી, દેવાલયને એક અપુર્વ જેવા લાયક સ્થળ બનાવી નીચેને શીલાલેખ અંગ્રેજીમાં આરસમાં કોતરાવી તેની બહારની દિવાલમાં ચડાવેલ છે. જેનો તરજુમો નીચે મુજબ છે : આ કિલેશ્વર મહાદેવનું દેવાલય ચાર હજાર વર્ષ અગાઉ પાંડવોએ બાંધ્યું હતું. કાઠીઆવાડ અને ખાસ કરીને ઘુમલીના રાજાઓ વખતે વખત ફરતા જતા હાઈ ને બીજાં ઘિણાં જુનાં મંદીરોની માફક આ મંદીરને પણ બેદરકારી અને મુસલમાની લુંટથી ઘણું નુકશાન સહન કરવું પડયું છે, ઐતિહાસિક પ્રાચિનતા અને જગ્યાની પવિત્રતાના કારણથી ઈ. સ. ૧૯૧૩-૧૪ વિ. સંવત ૧૯૬૯-૭૦માં ખુદાવિંદ નેક નામદાર મહારાજાધિરાજ જામશ્રા રણજીતસિંહજી બહાદુરે સ્ટેટના મે. એજીનીઅર સાહેબ ફુલચંદભાઈ ડાહ્યાભાઈની દેખરેખ નીચે આ મંદીરનો જીર્ણોદ્ધાર કર્યો. તે કામ કંન્ટ્રાકટર વેરા મહમદ અમીજીના હાયથી થયેલું છે. આ જીલ્લાના ઇતિહાસમાં બ્રિટીશ રાજ્યના રક્ષણ તળે રજપૂત રાજ્ય કર્તાએ વૈષ્ણવ ઇજનેરની દેખરેખ નીચે અને વળી મુસલમાન કેન્ટ્રાકટરના હાથે આ મંદિરને સંપૂર્ણ જીર્ણોદ્ધાર થયો.” ઉપર મુજબ એ દેવાલયને જીર્ણોદ્ધાર કરાવી ફરતે વિશાળ બગીચો અને વચ્ચે ટેકરી ઉપર ખેંગાર વિલાસ પેલેસ' (બંગલો) બંધાવી એ પ્રાચિન સ્થળને સંપૂર્ણ જીર્ણોદ્ધાર કર્યો છે બંગલાની બાજુમાં એક વિશાળ વડ છે. તે તળે પાણુઓ નંખાવી, વેળુ પથરાવી, સાદી બેઠક બનાવી છે. જ્યાં મહુમ જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ વખતો વખત બીરાજતા, તે વખતે તેઓશ્રી સંપૂર્ણ આનંદમાં પ્રફુલવદને રહેતા. જે સ્થળે ઘડાઓ પણ ન જઈ શકે તેમ આપણે ઉપર વાંચી ગયા તે વિકટ સ્થળે મોટરો ખટારાઓ વગેરે સહેલાઈથી જઈ આવી શકે તેવી વાંક ઘોંક અને ચડતા ઉતરતા ઢળાવવાળી સડક ડુંગરાઓને કાપી કિલેશ્વર રોડ બાંગે છે. જે મુસાફર પુનાથી પંચગીની થઇ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy