SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩′′] જામનગરનું જવાહીર. ફટ જવામાં ઘુમલીથી એક લબકેડી નીકળે છે. તે રસ્તે ઘેાડા ચાલી શકતા નથી પગકેડી છે. ઘેાડાએ ટી’બડીની કેડીથી તથા મેડપરની ક્રેડીથી અને રાણપરની કાંઢા કેડીએથી ચડી શકે છે. ખીજી પરચુરણુ કેડીએ ધણી છે. પણ તે વિકરાળ છે. ઘુમલીના કુંડથી આભાપરે જવાની એક કેડી છે. તથા લબ ડૅડી છે. તે વીણાયાને ઉગમણે પહાડેથી ચાલે છે. ત્રીજી કડી રતેશ્વરની છે તે વાગડા ખારી પાસેથી ચાલે છે. વાગડા ખારી પાસેથી ઉપર ચડતાં ડાબા હાથ ઉપર એક ખાડીયારની ઝર છે. તેને ઉપલે કાંઠે ારા પત્થરના બાંધેલ કિલા આવે છે. ત્યાં ઢેઢની ચેાકી રહેતી તેમ કહેવાય છે. લંબ કેડીએ આગળ ચાલતાં એક ‘બામર તળાવડી' આવે છે. તે પાસે એક મેટા પત્થરની કુંડી કાતરેલી આવે છે. તે જગ્યાએ પાણીનું પરબ હતું તેમ કહેવાય છે. ત્યાંથી એક કીલેશ્વરની અને એક આભપરાની એમ એ કેડીએ ફુટે છે. આભપરાની કેડીએ ચાલવું વિકટ છે. મેટા પત્થા અને ઝાડા વચ્ચે કુદીને જવાય છે. આગળ ઘેાડી પત્થરની વંડી આવે છે તે પછી મેાટા કિલ્લા નજરે આવે છે. તે ઉપર ઊંચું જોતાં તેના અંદર ખીજો ઉંચા કિલ્લા દેખાય છે. કિલ્લાના પહેલે દરવાજો દીલ્લી દરવાજાની બાંધણી જેવા છે, અંદર કેટલાએક ખડીયા છે. ત્યાંથી જમણાં હાથની કેડીએ ચાલતાં એક કચારીયું તળાવ આવે છે. તળાવ આગળથી અંદર કિલ્લાની દીવાલ આવે છે. તેની ઉગમણી બાજુએ કાળુભાર તળાવ છે. આ તળાવ વાધેરના ધિંગાણુા વખતે ફાડાવી નાખેલ છે. ત્યાંથી પાછાવળી શીખરની કેડીએ ચાલતાં રાજાને રહેવાના મહેલ ધેાળા પત્થરના બાંધેલ છે. પાસે એક નાનું તળાવ છે. જેના કિનારે ડેાક્ષરના ધણાં ઝાડા છે. જ્યાં રાજ્ય તરફથી ચેાકી રહે છે. તેથી ઉપર ચડતાં આભપરાને શીખરે એક શિવાલય છે, જેને ક્રા કિલ્લા છે એ દેવળે ચેામાસામાં બેસનારને વાદળના ઝાપટાં ધુમાડા જેવાં હાથમાં આવે છે, ત્યાં એક કાઠા છે તેના આગળ ભાણજેઠવાને બેસવાની એક મેટી છીપર છે. કંસારી તળાવથી એક કેડી મેાખાણે જાય છે, ત્યાંથી ઢેખર આવતાં એક વીકીયાવાવ' આવે છે. જેના દસ મતવાલા છે તે ધણી મજદ્યુત અને મેાટી છે ત્યાંથી ભવનેસર ગામ આવે છે. તેમાં ભવેશ્વર મહાદેવનું દેવળ છે, ત્યાં એક ભોંયરૂ છે. તે ગીરનારની તળેટીમાંના ભવેશ્વરના દેવળ સુધી લાંબુ છે દંતકથા છે. કે “પ્રથમ અહિં ભવેશ્વર હતા તે ભેાયરાં વાટે ગીરનાર ગયા છે” એ ભવનેસરથી ચાલી પાછતરડી થઇ રાણપર જે સ્ટેટનું મઢાલ ગામ છે ત્યાં જવાય છે ત્યાંના પાધરમાં એક મેટી ઝર છે તેમાં ધેાળા પત્થરના આસરે ૫૦ જેટલાં જુદાં જુદાં ભાયરાં કાતરેલા છે તે ઘણાં ચાકખાં છે તેની આગળના ભોંયરામાં લીંગેશ્વર મહાદેવ છે તે લીંગને એ માણસ સામસામા ખચ ભરે ત્યારે હાથ માંડ પહેાંચી શકે તેવા ઘેરાવા છે તથા ઉંચાઈ પણ માસથી વિશેષ છે તે ઉપર માલક નામના ડુંગર છે. એ ધીંગેશ્વરથી એક કેડી ચરકલા ડુંગરમાં જાય છે. ત્યાં ટપકેશ્વર મહાદેવ એક ભેખડમાં છે, તે ઉપર પાણી ઝરે છે. (ટપકે છે) ત્યાંથી દેઢ ગાઉ આગળ એક સાંકળા તળાવ છે તે ધાળા પત્થરનું બાંધેલ છે તેની ચારે બાજુ ચાર દેરીઓ છે. ત્યાંથી ત્રણ ગાઉ ચાલતાં, એક ઝર આવે છે, જેમાં સાત વિડાએ છે. તેનું પાણી સારૂં છે આસપાસ ઘણાં આંખા છે ત્યાંથી પુર્વ દિશામાં બે ગાઉ જતાં મીલેશ્વર મહાદેવ છે. તે પારબંદર સ્ટેટની સરહદમાં છે તે જગ્યા પ્રાચિન છે જ્યારે અલ્લાઉદ્દિન દેવળા તાડતા અહિં આવ્યા ત્યારે અહિંથી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy