SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ. [વતીય ખંડ ત્યારે તે ભુતવડે જઈ ખેતલાની દેરીએ પગે લાગવાનો પ્રબંધ હાલ સુધી ચાલુ છે. દંતકથા છે. કે “તે વડતળે એક જાને ઉતારો કર્યો. ત્યારે કન્યાના ખોળામાં એક સર્ષ આવી બેઠે. તે કન્યાએ તે સર્ષની જમણી આંખમાંથી ડાભસૂળીયું ખુંચેલું હતું તે કાઢયું તેથી તે સર્પ પ્રસન્ન થતાં માગવા કહ્યું, બાઈએ પોતાની વંશવેલાની આબાદી માગી. તેથી સર્ષે કહ્યું કે તને તે તેમ થશે તેટલું જ નહિં પરંતુ અહિ આવી મને જે બાઇ પિતાના દીકરાને પગે લગાડશે તેનો પણ વંશ વેલ અબાદ રહેશે તેમ કહી તે અદ્રશ્ય થયો. ત્યારથી ભાણવડના લેકે કન્યાને તથા પુત્રને ત્યાં પગે લગાડે છે. ઉપર લખેલા ભુતવડ તળે પદ્માવતી ઉર્ફે કસ્તુરને પરણવા જતા શેઠીયાની જાન રાતવાસો રહી. તે જાનમાં માંગડાને કાકે અરસી વાળો મુખ્ય હતો તે વડમાં માંગડો ભત થઈ રહેતો હોવાથી. તેના કાકાને પ્રથમ સ્વપ્નમાં અને પછી પ્રત્યક્ષ દર્શન દઈ પિતાની ઓળખાણ આપી, જાનમાં સાથે આવવા માગણી કરી. તેથી અરસીએ વળતી વખતે માંગડાને અત્રે (ભુતવડે) રોકાઈ રહેવાની કબુલાત કરાવી સાથે આવવાની રજા આપી, ત્યાર પછી માંગડે પિતાની ભૂતની માયાવી વિદાથી વરનું હરણ કર્યું. જાનવાળાઓની વીનવણીથી અને અરસીવાળાના કહેવાથી વરને પાછો રજુ કર્યો, પણ તેને રેગીષ્ટ અને કદરૂપે ચહેર રજુ કર્યો, તેથી જાનવાળા વિમાસણમાં પડયા. ત્યાર પછી આગળ ચાલતાં, માંગડાવાળો ખુબસુરત ચહેરે ઘડેસ્વાર થઇ જાન સાથે આવી મળતાં, વરને બદલે તેને પરણાવવાની યોજના અરસીએ રચી, લગ્ન વિધિમાં માંગડાવાળો તે કન્યા સાથે ફેરા ફર્યો. અને જાનને વિદાયગીરી મળ્યા પછી ભુતવડે આવી, માંગડાવાળે જાનને રોકી તેની બરદાસ કરી. પોતે શરત પ્રમાણે વડલા ઉપર રોકયે. એ વખતે ત્યાં તેણે ઘણે વિલાપ કર્યો; અને પદ્માવતી (કસ્તુર)ને પણ માંગડાવાળાના વિયોગથી ઘણું દીલગીરી ઉન્ન થઈ ઉપરની દંતકથાની સઘળી ઘટનાના દુહાઓ ઘણાં સૈકડાઓ વિત્યા છતાં કંઠસ્થ સાહિત્ય રૂપે જળવાઈ રહ્યા છે. એ દુહાઓ પ્રાચિન હેઇ, પાઠાંતર થવાથી દુમેળા (મેળ વિનાના) છે. પણ તે સઘળાં વાંચતાં ઉપર ઐતિહાસિક ઘટનાની બરાબર સંકલના થાય છે. હાલારમાં માંગડાવાળાની વાત દુહાઓ સાથે પ્રસિદ્ધ હોવાથી, મળેલા દુહાઓ અત્રે આપવામાં આવ્યા છે. નાં વાત્રાના રૂા. वहेला वळजो वीर, वाळी वेर वाळा तणुं । वाटुं सोळ सधीर, जोशु दुजा दीननी ॥ १॥ आवे रखडती वार, कोइ भुंडे मोढे भाणनी । एकलीयो असवार, मने मीटे चडे नई मांगडो ॥ २॥ आवे रखडती वार, एतो भुंडे मोढे भुमली । अम आतम आधार, मीटे चडे नई मांगडो ॥ ३ ॥ रुवो रोवणहार, मन तो मुकी मोकळां । कीसे बंधावु पाळ, माणीगर जातां मांगडी ॥ ४॥ . सौनो सुनो संसार, हेरणथी हाली मळ्यो ।
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy