SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ २२ શ્રીયદુવંશપ્રકાશ. [તૃતીયખંડ (૪) ભાણવડ તાલુકે તેના રાણપુર તથા સતાપુર એવા પેટ માહલે છે. ત્યાં મહાલકારી તથા ફજદારની ઓફીસે છે. ભાણવડ ગામે જુના વખતનો (કુલાર્ણ વંશને) દરબારગઢ છે. તેમાં ન્યાયાધીશ, મામલતદાર, ફોજદાર વગેરેની ઓફિસે છે. એક દવાખાનું અંગ્રેજી સ્કૂલ, ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા, અને મદ્રેસા વગેરે છે. દવા ભકતની એક પ્રખ્યાત ધર્માદા સંસ્થા છે. તેમાં તે ભક્તના અનુયાયીઓ નિરાશ્રીતની ઉત્તમ સંભાળ રાખે છે. ગામથી દક્ષિણમાં “ત્રીકમ ભકતના ઓરડાઓ' ના નામે એક વિશ્રામ ગૃહ છે. તે બરડો ડુંગર જેવા જતાં રસ્તામાં આવે છે. એ ગામ અગાઉ ભાણ જેઠવાએ વસાવ્યાથી ભાણવડ નામ પાડયું છે. કોઈ કહે છે. કે ત્યાં ભાણ જેઠવાની ભાણવાડી નામની વાડી હતી. નદીનું નામ ભાણવડી છે. અને ત્યાં ભાણનાથ મહાદેવની જગ્યા ભાણવડથી પશ્ચિમ તરફ વતું તથા ભાણવડી નદીના સંગમ કિનારે ઈશ્વર મહાદેવની પુરાતની જગ્યા છે. તે એકાંત સ્થળ હેઈ તપસ્વીઓને તપ કરવાની જગ્યા છે. મુખ્ય ડુંગર–બરડ અને ગેપ છે. (જુઓ પ્રકરણ ૩જી] નદીએભાણવડી, વતું, મીણસાર, વેણું, વેરાડી, બીલેશ્વરી, વગેરે છે. તળા –રાણસર, તળાલા, કાળુભાર, સાકરાણી, ભુજ, કંચળયું વગેરે છે. (૫) કાલાવડ તાલુકો–આ તાલુકામાં મુખ્ય ડુંગરે -બર કે જેના ઉપર વાઘેર અને અંગ્રેજો વચ્ચે (કાઠીયાવાડનું છેલ્લું) યુદ્ધ થયું હતું તે સિવાય બીજા નાની ધારે છે. નદીઓ-કાલાવડી, ધોળાવડી, ઉંડ, ફુલઝાર, મણવર વગેરે છે. મુખ્ય શહેર-કાલાવડ તે અગાઉ કાળા કાઠીએ વસાવતાં, કાલાવડ નામ પાડયું. જ્યાં કાલાવડી નદીને કિનારે કાળેશ્વર (કલ્યાણેશ્વર) મહાદેવની પુરાતની જગ્યા છે. અને ધોળાવડી નદીને કિનારે શિતળા માતાનું દેવાલય છે. વિશેષ હકિકત માટે જુઓ પ્રકરણ-૩) ત્યાં ત્રિવેણી સંગમ થાય છે. પુરાતની વડને ફરતો ઘાટ છે. તે પુરસેત્તમ ઘાટ ઉપર વડતળે સ્વામીનારાયણ બીરાજ્યા હોવાથી તેમનાં ઘણાં અનુયાયીઓ ત્યાં દર્શને આવે છે. ગામમાં દરબારગઢ છે. તે મહુમ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબના પિતામહ જાલમસિંહજી બાપુએ વિ. સં. ૧૯૨૧ માં જણાવેલ છે. અને ગામને ફરતે કિલે વિ. સં. ૧૯૦૪માં જામ રણમલજી બીજાએ બંધાવો શરૂ કર્યો અને વિ. સં. ૧૯૧૪માં જામશ્રી વિભાજીએ તે પુરે કર્યો. ઉપરના દરબારગઢમાં મામલતદાર અને મેજીસ્ટ્રેટ સાહેબ વગેરેની ઓફીસે છે. એક દવાખાનું અંગ્રેજી સ્કૂલ, ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા મદ્રેસા વગેરે છે. ગામની બાંધણી વખાણવા લાયક જ્ઞાતિવાર લત્તાની, પહેળા રસ્તા વાળી, સુશોભિત છે. દક્ષિણ દિશા સિવાય ત્રણેય બાજુ નદિઓ છે. ત્યાંના હવાપાણી ઉત્તમ હોઈ, ઘણાં આજારી માણસોને આરામ થાય છે. આ શહેરમાં કોઈ જ જામશ્રી રાયસિંહજીના બે કુમાર થયા તેમાં જામશ્રી તમાચી (તગડ) ગાદિએ આવ્યા અને નાના કુમારથી ફલજીભાને ભાણવડ પરગણું મળ્યું. ફલજીભાથી ફુલાણી વંશ ચાલ્યો. તેઓએ ભાણવડને દરબારગઢ બંધાવ્યો. તેમાં તેઓની કુળદેવીનું સ્થાનક છે. અને નગરના દરવાજા પાસે તેમના સુરાપુરાના પાળીયાના છે. * ઉત્તમ હવાની સાથે ઉત્તમ દવાની પણ અહિં સારી સગવડ છે કારણ કે ઔદિચ્ચ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy