SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બીજુ] જામનગરનું જવાહર ૨૩ વખત પ્લેગ આવ્યો નથી. આ તાલુકાને નિકાવા નામનો એક મહાલ છે. ત્યાં મહાલકારીની ઓફિસ છે. માછરડા ગામે ટેબરની ટેકરી ઉપર વાઘેર તથા અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું તેને રણુસ્થંભ છે. (જુઓ પ્રકરણ ૩જી). (૬) કરણ તાલુકો–આ ગામને ફરતે વિશાળ અને મજબુત કિલે છે. તે કિલે તે ગામના ભાદા નામના (કણબી) પટેલે બંધાવી, જામશ્રી રણમલજી બીજાના હાથે ખુલ્લું મુકાવ્યો હતો. ગામથી નૈઋત્ય ખુણે નદિમાં ગંગાજળીયો ઘુનો છે. તેના કિનારા ઉપર આંબલીયોનું નાનું વન હોઈ તે જગ્યા બહુજ રમણીય છે. તે સ્થળે સ્વામિનારાયણે બ્રાહ્મણોની ચોરાશી કરી હોવાથી તેમના અનુયાયીઓ ત્યાં દર્શને આવે છે. નદીઓ-ઉતાવળી મેજ, ફેફળ, છાપરવાડી વગેરે એ કંડેરણું ગામ નજીક તપેશ્વર મહાદેવની જગ્યા છે. ત્યાં ધર્મશાળા છે. અને મહાદેવ નદિના વહેનના ઓટા ઉપર છે. કારણું ગામે કસ્તુરસાગર નામના જૈનના ગોરજી (પુજ્ય) હતા તે દરબાર પુજના નામે એ પરગણુમાં પ્રસિદ્ધ હતા તેઓ દરરોજ સભાભરી કસુંબો પાતા તે વિષેના તેમના ઘણા કાવ્યો છે. ગામની અંદર કિલા વાળો દરબારગઢ છે ત્યાં મામલતદાર, માજીસ્ટ્રેટ વગેરેની ઓફીસો છે. ત્યાં એક દવાખાનું, અંગ્રેજી સ્કૂલ, ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા મદ્રેસા વિગેરે છે. આતાલુકાની મેવાસાનામે એક પેટામાહલ છે. ત્યાં મહાલકારી સાહેબની ઓફીસ છે. કંડોરણાના પાધરમાં પ્રખ્યાત બહારવટીઆ નાગુમાનની ટોળી માંહેના મકરાણી યુસમ તથા ઇસબાનને ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા. (૭) લાલપર તાલુકે -આ ગામે મામલતદાર, માજીસ્ટ્રેટ અને ફોજદાર વગેરેની ઓફીસો છે. દવાખાનું અંગ્રેજી તથા ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા, મદ્રેસા વગેરે છે. મુખ્ય ડુંગર–દલાસા અને ફુલેશ્વરનો છે. મુખ્ય નદિઓ---સસોઈ, ફુલઝર, અને ઢંઢ વગેરે છે. આ તાલુકાના સદર ગામે કુલેશ્વર મહાદેવની જગ્યા છે. ત્યાં પાહડમાંથી કુલનાથ મહાદેવનું દેવાલય જળાધારી અને લીંગ વગેરે ભીમે કોતરી કાઢેલું છે. એમ કહેવાય છે. તે સ્થળ શાન્તિ પમાડે તેવું અને પ્રભાવશાળી છે. તે જગ્યાની પાસે વહેતી કુલઝર નદીના કુંડનો જીર્ણોદ્ધાર વિદ્યમાન જામશ્રીએ કરાવ્યો છે. સડોદર ગામ. આપણાં લોકપ્રિય મહેમ મહારાજાશ્રી જામશ્રી સર રણજીતસિંહજી સાહેબની જન્મ ભૂમિ છે. ત્યાં તેમને પુરાતની દરબારગઢ છે. જામનગરથી ત્યાં સુધીની પાકી સડક છે. (વિશેષ હકિકત માટે જુઓ પ્રકરણ ૩જી) ખરેડી સમવાયના વિપ્ર વૈદ્યરાજ ચંપકરામ રામજી ભટ્ટ એક વયોવૃદ્ધ અને ઉત્તમ પ્રકારના ચિકિત્સિક બ્રહ્મનિષ્ઠ પુરૂષની અહિં આયુર્વેદિક રસશાળા છે. તેમાં ઉચ્ચ કેટીના ઔષધો પિતાની જાતિ દેખરેખ તળે બનાવી ગરીબને મફત આપે છે. ધન્વતરી તુલ્ય ઝંડુ ભટ્ટજીના તેઓ શિષ્ય છે. મહુમ જામકા સર રણજીતસિંહજી સા. તે વૈદ્યરાજની પાચનવટી નામની ગુટીકાઓ કાયમ જમતા હોવાથી વિલાયત પણ સાથે લઈ જતા. એ ઔષધશાળાની સગવડે શુદ્ધ દવા અને હવાને લાભ કાળાવડમાં મળતાં ઘણું લેકની તબિયત સુધરી ગયાના દાખલાઓ બન્યા છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy