SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બીજુ]. જામનગરનું જવાહર. ખંભાળીયામાં અગઉ લેટું ગાળવાની ભઠ્ઠીઓ હતી. હાલ પણ ત્યાંના લેઢાના તાળાં વખણાય છે. એ ગામે મોટી ઇસ્પીતાલ, એક હાઇસ્કૂલ, ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા, મદ્રેસા અને મામલતદાર તથા મેજીસ્ટેટ વગેરેની ઓફિસે છે. ખામનાથ મહાદેવની જગ્યા પુરાતની છે. હારિક જવાનો માર્ગ ત્યાંથી નીકળતો હેઇ, મેટાં ધર્મ વાડાઓ, (સદાવ્રત વગેરેની સગવડતા વાળી ધર્મશાળાઓ છે. અગાઉ દ્વારકાં (પગ રસ્તે જતાં. જાત્રાળુઓ પાસેથી ત્યાં નીચે પ્રમાણે કર રાજ્ય ઉઘરાવતું: “બે પૈડાની ગાડી કે ગાડા દીઠ કેરી) ચાર પૈડાવાળાં વાહનની કેરી ૧૨૫ પાલખી દીઠ કરી ૨૫૦થી ૫૦૦ હાથી દીઠ કેરી પર૫, ઉટ ૧ માણસ દીઠ કરી, બે માણસ હોય તે કરી ૧૦ ઘેડે સ્વાર દીઠ કારી ૫, પિઠીયા દીઠ કેરી ૨, ભેંસકે પાડા દીઠ કોરી ૨ પગે જનાર માણસ દીઠ કેરી ૧” કઇ જાત્રાળુ ખંભાળીયાને રસ્તે દોડી બીજે રસ્તેથી દ્વારકાં જાય છે તેને ગુરગઢ, ગાગા, ગાંધવી અને લાંબા વગેરે સ્થળે કર લેવાના નાકા (લાઈનરી) હેઇ, ત્યાં સ્ટેટનો કર ચુકાવ્યા પછી જ ઓખામંડળમાં જઈ શકાય તેવા પ્રબંધ હતો. તે કરના બદલામાં યાત્રાળુઓ નિર્ભય પણે આ સ્ટેટની હદમાંથી પસાર થઈ શક્તાં. હાલપણુ ખંભાળીયા દ્વારકાં લાઇનનું મોટું રેલ્વે સ્ટેશન છે. ત્યાં વાડીઓ પુષ્કળ છે. ત્યાંના રીંગણ, ઘણું લાબાં કુણાં અને કાળા રંગના, વખાણવાલાયક પુષ્કળ થાય છે. આ તાલુકાના ગામેની સંખ્યા અને વસ્તીનું પત્રક પાછળ આપેલ છે. (૩) જોડીયા તાલુકે મુખ્ય શહેર જોડીયા તે પુરાતની બંદર છે. કા. સવ• સં૦ કર્તા પાને ૧૦મે કાઠીઆવાડના બંદરે માટે લખે છે કે“-૬. સ. ૧૮૭૯-૮૦ને વેપાર પત્રક પ્રમાણે ૧૫ મુખ્ય બંદરોને વેપાર એક એકની સાથે સરખાવતાં નીચે મુજબ હતો. કુલ વેપારને ૧૦૦ કડા ગણીએ તો ભાવનગર ૪૪૩, મહુવા ૧૫-૬ વેરાવળ ૧૩-૬, જોડીયા ૪૯ બેડી ૬-૨, સલાયા ૨-૯, જાફરાબાદ ૨-૩, વવાણીયા ૧-૩, નવીબંદર -૯ ભેર ૮-૮, કથીવદર ૨૦-૫ પોરબંદર ૩-૭. માંગરોળ ૨-૯ તળાજા ૦-૪, અને સુંદરાઈ ૦-૧ એ પ્રમાણે સરેરાશ આવે તે જોતાં કાઠીઆવાડમાં જોડીયા બંદર સૌથી પહેલે નંબર હતું.” ગામની અંદર જુને દરબારગઢ છે. પિટા મહાલ બાલંભા અને આમરણ છે. ત્યાં મહાલકારી અને ફરજદારની ઓફીસે છે. આમરણમાં દાવલશાપીરને રોજો (દરગાહ) છે તેથી તે મુસલમાન લેકેનું જાત્રાનું સ્થળ છે. તે આમરણ તથા બાલંભા અગાઉ મેરખવાસના હોઈ, ત્યાં પણ દરબારગઢ ઉત્તમ બાંધેલ છે બાલંભાનો કિલ્લો કચ્છના રાઓશ્રી ભારમલજીને બાંધેલ છે. નદીઓ–ઉંડ, આઈ, ડેમી. અને કંકાવટી છે. તેમાં આજી નદીની નહેર ઠેઠ બાલંભા આગળ છે. જેડીયામાં મામલતદાર માજીસ્ટ્રેટ અને ફોજદારસાહેબ વગેરેનની ઓફીસે છે. એક મોટી ઇસ્પીતાલ. હાઇસ્કૂલ, ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા, મદ્રેસા અને બેડીંગ વગેરે છે, આ તાલુકામાં બાલાચડી ગામ હવા ખાવાનું પ્રસિદ્ધ સ્થળ છે. ત્યાં જામશ્રી વિભાછા સાહેબે દરિઆ કિનારે બંગલે બંધાવ્યો હતો. હાલ ત્યાં ઘણું સુધારા વધારા સાથે બંગલા તથા બગીચા બંધાવેલા છે. ગ્રીષ્મ ઋતુમાં જામશ્રી ઘણી વખત ત્યાંજ બીરાજે છે. શ્રીમ ઋતુમાં અરબી સમુદ્રના કિનારા પર ઠંડી હવાનું તે પહેલા નંબરનું સ્થળ છે. તેવી હવા બીજે નથી, બાલાચડીએ બાળશ્રાદ્ધ થાય છે અને ત્યાં મેટે મેળો ભરાય છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy