SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રીયદુવ‘શપ્રકારા ૫ પ્રકરણ (૨) ખીજું ॥ [તૃતીય ખડ અને ગામાની હકિકત નવાનગરસ્ટેટના તાલુકા આ સંસ્થાનને કુલ ૧૧ તાલુકાઓ છે. (૧) પચાશી (નવાનગર તળપદ) (૨) ખંભાળીયા (૩) જોડીયા, (૪) ભાણવડ (૫) કાલાવડ (૬) કંડારણા, (૭) લાલપર (૮) કલ્યાણપર (૯)* આટફાટ [૧૦] જામ-જોધપુર [૧૧] પડધરી.— [1] પંચકોશી તાલુકા:—આ તાલુકાના મામલતદાર અને ન્યાયાધીશ [મેજીસ્ટ્રેટ] સાહેખ વગેરે ઓફીસરાના હેડ કવાર્ટર્સ જામનગર તળપદ્દમાંજ છે. જામ-વથી, તથા ચેલા ચંગા એ એ મહાલામાં .મહાલકારી અને ફાજદારની ઓફીસા છે.—ડુંગર-વીંજરખી તથા ભલાણુ વિગેરેના છે. નદીઓ-નાગમતી, રંગમતી, ઝુલઝર, રૂપારેલ વગેરે છે, નહેરારંગમતી અને :રૂપારેલની છે. તળાવ--લાખાટા તળાવ નગરમાં છે. જીવણુસર, વાવના રસ્તાપર છે. વિ’જરખીનું કાળાવડના રસ્તામાં છે. જેનું નહેરવાટે પાણી ૧૭૨ એકરમાં આપવામાં આવે છે. અને તે જામનગરથી આડ માઇલ દૂર છે. ખેડીબંદર, રાઝીબંદર, પીરેશટન મેટ વગેરે સ્થળે દીવાદાંડીઓ છે. રાત્રીની દીવાદાંડીના મિનારા સફેદ ગાળાકાર છે. જુવાળ વખતે તે પાણીની સપાટીથી ૪૨ શીટ ઉંચા રહે છે તેની બત્તી સાત માલ દૂરથી દેખાય છે. વિ. સ. ૧૯૨૩માં જામશ્રી વિભાજી [બીજા]એ તે બધાવેલ છે. રાઝીબ દરે રાઝીમાતાનું મંદીર છે. જામનગરની પ્રજા ત્યાં ઉજાણી કરવા જાય છે. ત્યાં ધમ શાળા વગેરે ઉતારાની સારી સગવડ છે. તેનું વીડ વિશાળ છે તેમાં રાઝ, હરણ, સસલાં, તેતર વગેરે પશુ પંખીએ રહે છે. તેની સંભાળ રાજ તરફથી રાખવામાં આવે છે ખેડીબંદર તરફ જતાં રસ્તામાં એડેશ્વર મહાદેવ આવે છે ત્યાં પણ સારાં મકાને અને ધર્મશાળાઓ છે, બાણુગાર—ગામે કુંવારીકા માતાની જગ્યા છે. એક વિપ્ર કન્યા કુંવારી અવસ્થામાં ત્યાં સતિ થયેલ છે. જેની ત્યાં માનતાએ આવે છે. આ તાલુકાને ગામેા અને ઉજ્જડ ટીબાએ વગેરે મળી ૧૦૦ના આસરે છે. જેનું પત્રક પાછળ છે. (૨) ખંભાળીયા તાલુકા:— ખંભાળીયા તાલુકાનું મુખ્ય ગામ છે. અને તે જુની રાજધાનીનું સ્થળ છે. ગામ કરતા કિલ્લો છે. અને વચ્ચે કિલ્લાવાળા દરબારગઢ છે. જેની અંદરની મેડીને ટીલામેડી કહેવામાં આવે છે. ત્યાં જામશ્રી રાવળજીતી જીતી ગાદિ હાઇ સાંજે તેાખત નિશાન અને કુળદેવી આગળ ધુપ દીા વિગેરે થાય છે. દરેક જામશ્રી જામનગરની ગાદિએ બીરાજ્યા પછી અહિં'ની ગાદિએ બેસવા એક વર્ષીની અંદર પારે છે. હાલના વિદ્યમાન જામશ્રી ૭ દિગ્વિજયસિ’હુજી સાહેબ પણ અહિં ગાદિએ બીરાજ્યા હતા. નદીએ-આવા, ઘી તેલી, ભાડથરી. સની, વેદતિ, સિંહણ વગેરે છે. તળાવ-(૧) હંસ સ્થળમાં છે, એટ—અજાડ, ચુંચડા, કાળુભાર, ધન, ગાંધીયા, ચાંખા, તારા, ખેડ, ધનેરા, વગેરે છે. સલાયા પેટામહલ છે. ત્યાં મહાલકારી અને ફાદાર સાહેબની એરીસા છે. * ઉપરના નવ તાલુકાએામાં ફર્સ્ટ કલાસ માજીસ્ટ્રેટની કાર્ય છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy