________________
પ્રકરણ પહેલુ]
જામનગરનું જવાહીર. યણના મંદીરમાં અને કઠીઆવાડના, ભૈરવ (૫) ભીડભંજનમાં, હટકેશ્વરમાં, કરસનભાઇના મંદીરમાં, ફુલીબાના મંદીરમાં, અને જાગનાથમાં. ગણપતિ (9) ગણેશ મંદીર, નાગેશ્વરને રસ્ત કરસનભાઈના મંદીરમાં સ્વામિનારાયણના મંદીરમાં. શ્રાવકના દેરા(૭) શેઠનું દેવું રાયસીશાહનું, વર્ધમાનશાહનું, વાસુપુજ સ્વામિનું, નેમનાથજીનું ધર્મનાથજીનું, અજરામરહરછનું. ઉપાશ્રય સાત છે. મજીદ (૧૧) જુમા મજીદ, જાનબાઇની. રતનબાઈની, હંસબાઈની, નવી ધનબાઇની, વાલબાઈની, નાથીબાઇની, અને ફાતાંબાઇની, જાની મજીદ, જાખાનું વોરાની, તથા વોરાઓનો હજીરો અને પારસીઓની અગીઆરી. ઉપરાંત રામાનુજ કબીર, નાનક, દાદુ રામદેવપીર, જેસલપીર, અને માર્ગ બાવાઓના મઠ વગેરે છે. ધર્મશાળાઓ, સદાવ્રતો અન્નક્ષેત્રો, પાણીના પરબો, અડા પાંજરાપોળ મુસાફરખના. તકીઆ, મકરબા, હજીરા, વગેરે ધામક અને જાહેર સ્થળો પણ ઘણાં છે. અનુમાને શિવાલય ૨૦૦ ઉપરાંત વિષ્ણુ મંદીરો હવેલી સહીત ૧૦૦ ઉપરાંત, દેવી મંદીરે ૨૫ ઉપરાંત હનુમાન ૨૦ ભૈરવ ગણપતી પથી૬ સ્વામિનારાયણ ૩ પ્રણામીના ૩ વગેરે દેવાલય છે.
શહેરના જોવાલાયક સ્થળે તથા મકા–ઘણાં ખરાનો સમાસ શહેર વર્ણનમાં આવી જાય છે તે ઉપરાંત ન્યુ ગર્લ સ્કૂલ (કન્યા વિદ્યાલય) તેવું ભવ્ય મકાન જામનગરમાં અદ્વિતિય છે. શ્રેન મારકેટ, ગેઇટી થીએટર, જૈન દેવાલયો જે પ્રાચિન શીલ્પ કળાના નમુના છે. તથા પંચેશ્વર ટાવર, માંડવી ટાવર, સૈફી ટાવર, વિનોદ જ (શેઠ લાલજી નારણુજીને બંગલે) તથા શહેર બહાર ગૃહસ્થના બંગલાઓ, સેન્ટ્રલ જેલ, પ્રતાપવિલાસ પેલેસ, ભાવેન્દ્ર વિલાસ (જામશ્રી તેમાં રહેતા હોવાથી જામબંગલા તરીકે ઓળખાય છે) વિભાવિલાસ પેલેસ ( લાલબંગલે ) અમરવિલાસ પેલેસ, બેડેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ સાવઝ દીપડાના પીંજરાઓ, ગાડીખાનું (સોના રૂપાની ગાડીયુ) ચીડીયાખાનું, હજુર તબેલામાં કાઠીઆવાડી ઘેડાં, સુમેર સ્પોર્ટસ કલબ, આણદાબાવા અનાથાશ્રમ તથા તેઓશ્રીના પેળીવાવના બંગલાઓ, રોઝી પાયર ઉપરનો પુરજો તથા માતાજીનું મંદીર, બેડીબંદર; સમાણા કેમ્પ, અને કલેશ્વર વગેરે દૂર અને નજીકના સ્થળે જોનારને આનંદ ઉત્પન્ન કરે તેવાં છે.
લાયબ્રેરીએ, તથા જ્ઞાનમંદિર–[૧] દયા-રામ ફી રીડીંગ રૂમ [૨] આંતકનિગ્રહ લાયબ્રેરી [૩] ઓશવાલ ફ્રી લાયબ્રેરી [૪] સેવક મંડળ વાંચનાલય [૫] વહેવારીયા મેમણ લાયબ્રેરી તેમજ વિનયજ્ઞાનમંદીર, મેંઘીબાઈ જ્ઞાનમંદીર તથા જૈન પ્રાચીન પુસ્તકેનો ભંડાર વિગેરે ખાનગી ધાર્મિક વાંચનાલય છે.
પ્રકરણ પહેલું સમાપ્ત,
* જામનગરના દેવાલય એ નામે કવિશ્રી બાલકૃષ્ણ કાશીનાથ વિહાંસે નાની ચોપડી રચી છે. જેમાં મંદીરની અંદરની મુર્તિઓ વગેરેના વર્ણન સાથે સંબંધ આપેલ છે.