SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ. દ્વિતીયખંડ અતલસ-જામનગરની અતલસ તેની કુમાર, વણાટ, રંગ અને ટકાઉ પણ માટે આખા મુંબઈ ઇલાકામાં પ્રસિદ્ધ છે. તે વોર લેકે તથા વાંઝાઓ ઘોળી અતલસ તૈયાર કરી હિંદુ-ખત્રી લેકને રંગવા આપે છે. તેઓ તેના ઉપર જુદી જુદી બોંઘણી બાંધી અગર તેવીને તેવી લાસી રાખી, અનેક જાતના રંગમાં રંગીને ભભકાદાર બનાવે છે. જ્યારે વિદેશી રંગ નહતો ત્યારે અહિંના કારીગરો જુદા જુદા રંગેની મેળવણી કરી રંગ તૈયાર કરતા. બાકી તે અહિંની રંગમતી નામની નદિના પાણીમાં એ કોઈ કુદરતી ગુણ છે. કે અતલસ તથા સાડલાને તે નદિના પાણીમાં રંગતાં કુદરતી પાકે રંગ ચડે છે. અગાઉ ધોળી અતલસ યુરોપીઅોની બાનુઓ માટે વિલાયત જતી હતી. બાંધણીનાં કપડાં-જામનગરએ સારા એ સૌરાષ્ટ્રનું સૌભાગ્ય નગર છે. (સગાઈ. સુમહુર્તા અને લગ્ન પ્રસંગમાં હિંદુ ધર્મ શાસ્ત્ર પ્રમાણે, બાંધણીની ચુંદડી અને કંકુ મુખ્ય જોઇએ તે શુભ સૈભાગ્યની વસ્તુઓ સારાએ સૌરાષ્ટ્રને જામનગર પુરી પાડે છે. તેથી વિદ્વાનો તેને સૌભાગ્ય–નગર કહે છે.) અહિંના હિંદુ-ખત્રી લેકે તે બાંધણીના સરસ નમુનાઓ આળેખી, તેના પર બંધ બાંધી જુદા જુદા રંગમાં રંગીને તૈયાર કરે છે. આજથી પોણોસો વર્ષ પહેલાં ભરૂચ અને સાઉથનસિંગટનમાં પ્રદર્શને થયાં હતાં ત્યારે અહિંની બાંધણીઓના નમુનાઓ મોકલવામાં આવ્યા હતા. તે ઉપરથી માનચેસ્ટરનો લે કે એવાજ નમુનાના પાકાં રંગના કપડાં છાપી, બે વર્ષ પછી આ તરફ સસ્તી કિંમતે મોકલવા લાગ્યા. પરંતુ એ વિલાયતી કપડાં છપાય છે. તેનાં કરતાં આ બાંધણી વધારે ચટકદાર અને મોહક થાય છે. અત્યારે પણ સાડીઓ, ચુંદડીઓ. સફાઓ, પછેડી, કમખા, ઘાઘરા વગેરે સુતરાઉ તથા રેશમી બાંધણીના ઉત્તમ પ્રકારના બને છે. કારીગરો કપડાં ઉપર પ્રથમ શાહી કે ગેરૂ વતી જેવા નમુના બનાવવા હેય તેવાં આળખે છે. પછી તે આળેખેલ ભાતને ઝીણા દેરાથી બાંધી જુદા જુદા રંગમાં રંગે છે. એ બાંધવામાં નખનો ઉપયોગ દેરા વીટવા તથા ગાંઠે બાંધવામાં વિશેષ પડે છે. તેથી તેઓ નખ ઘણું લાંબા વધારે છે. ભારગચ્છી કાપડ–લપેટા કીનખાબ, કેર છેડા, સતારા તથા સોનેરી ભરતના કમખા (પલકા) ઘાઘરા, સાડીઓ વગેરે ભરગછી કામ અહિંના ખત્રી તથા વાંઝા કે ઘણું સરસ કરે છે. તેમાં હાથી, ઘોડા, ફુલવેલ વગેરે જેવા નમુનાઓ આપણે બતાવીએ તેવા નમુના તેઓ કપડામાં વણાટથી “ઉઠાવી દે છે. બરંગા તથા રંગીત સાડલા-અહિંના ખત્રીલેકે મલમલ, મધરાસી, જગન્નાથી અને સેનના સાડલા જથ્થાબંધ બનાવે છે. એવા સાડલા બીજે કઈ સ્થળે નહિ બનતા હેવાથી ઠેઠ મુંબઈ સુધી તે જાય છે, તેઓ ઉપર લખેલા કપડાને પ્રથમ ખારા તથા લીંડીથી ધોઈ સાફ કરી, એરંડીયા તેલ તથા ખારાને પટ આપી સુકવે છે ત્યાર બાદ તેને હરડાં અને ગંદરમાં બળીને સુકવે છે, ત્યાર પછી તેમાં જેવી ભાત ઉઠાવવી હોય તેવાં લાકડાના બીબાંને મીણ અને તેલમાં બોળી છાપી કાઢે છે. તે પછી તેને પીળા કાંયાને (ગેરૂન) પાણીમાં બળી સાફ પાણીમાં તારવી સુકવી નાખે છે. ત્યાર પછી તેને ઉના પાણીમાં ભેળી, લીંડી અને ખારાના પાણીમાં ફરી ભેળે છે. તેને લીલેલી એક રાત્રી રાખી, હરડાના પાણીને કસ દઈને ફટકડીના પાણીમાં ભેળી સુકવી નાખે છે ત્યાર બાદ તેને રંગવામાં આવે છે. તેમાં
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy