SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ ગ પ્રકરણ પ્રહેલું] જામનગરનું જવાહી.. પ્રાચિન હુન્નર તથા હસ્ત કળા ઉદ્યોગ અગાઉના વખતમાં લાકા રેટીયા ચલાવી, જોતું સુતર, જાતે કાંતી ઉપયાગમાં લેતાં, હવે તૈયાર સુતર આવતાં, તે વાપરે છે, અહિંના કારીગરા નીચેને ઉદ્યોગ જાણે છે-પાણકાર" (ખાદી) ચાળીયું, ધાબળા, ધાબળી, સુતરાઉ મીરખાની, ભરૂચી ચંદેરી સાનેરી, અનેક પ્રકારની રેશમી અતલસ, બાંધણીના કાપડાં, રેશમી ભરત કામ ભરગચ્છીનું કામ, સાડલા (રંગાટ ખર) કર્યું, અગરબત્તી, સુરમા, પડે। પાંદડી અનેક જાતના સુગંધી પદાર્થો અને જડાવ દાગીના તથા તાંબા પિત્તળના વાસણેા, સુડીએ વગેરેના ઉદ્યોગ કરે છે. આગળના કારીગરો બંદુ।, તરવા, ભાલાં, બરછી, કટાર, જમૈયા, બખ્તરા, વગેરે અસ્ત્રશસ્રો અને લડાખને લગતા તમામ સામાન જામનગરમાંજ તૈયાર કરતા. પશુ હાલ તેને ખપ નહિ' પડતાં તે ઉદ્યોગ બધ થયા છે. ખભાળીયા તથા જામનગરમાં પ્રથમ જથ્થાબંધ સાષુ બનતા પણુ પરદેશી માત્રા હાલ મેાહેાળા ફેલાત્રા થતાં હાલ તે હુન્નર પશુ બંધ છે. પાણકારૂં—ભાણુવડ, કાળાવડ, વણુથળી, ડીઆણુાં અને આટકાટ ગામમાં ઉત્તમ પ્રકારનું બને છે, સુતરાઉ ચેાકાળ, ખેરીનેા ચેકાળ, ભાણવડમાં જગપ્રસિદ્ધ બને છે, ધાબળા–ધામળી,—ખંભાળીયા, કનસુમરા, ભાણુવડ, ધુતારપર, ભાડુકીયા અને બારાડી પ્રદેશના મુલ્કમશહૂર છે. તે ધાબળા રંગે ભુરા, અડદીયા, કાળા અને ધેાળારંગના એકતારા તથા બતારા બને છે. તે ચોકખા, શુદ્ધ ઉનનાજ (પ્યાર વુલન) બને છે. સાનેરી—ધારાજી, સુરત, અમદાવાદ, પુના, બનારસ, વગેરે શહેરની સાનેરી કરતાં અહિંની સાનેરી' ઉત્તમ છે કેમકે તેમાં ચાંદી વધારે છે. તેમજ દેખાવમાં અને ટકાઉમાં પશુ ઉત્તમ છે. તે સાનેરી કાઇ પણ જાતના યંત્રની મદદ વિના કારીગરે માત્ર જીના જમાનાના એજારેથી બનાવે છે અને તે હલકી ન થાય તેના માટે સ્ટેટ કાળજી રાખે છે, સાનેરી તૈયાર કરવાની કારીગરી ઘણી ધુંચવણુ. ભરેલી છે. પ્રથમ સાનીલેાકેા રૂપાના ગેાળ સળીયા દરેક, સુમારે ૭૫ તાલાના તૈયાર કરે છે અને તેને લાંબા ચાર ફીટ બનાવી, જેવા ગુચ્છની સામેરી કરવી હાય તે પ્રમાણે તેના ઉપર દેઢ તેાલાથી સાડાત્રણ તાલા સુધી સેાનાના પુત્રાં ચડાવે છે ત્યાર પછી એ સળીયા દરબારમાં રજુ કરે છે. તેના ત્યાં તેાલ કરાવી ચાકસી થયા બાદ પરવાનગી ચીઠ્ઠી મેળવે છે. પછી તે સળીયાને તે વેપારીએ લુહાર પાસે લઇ જઈ લાટમાં સાલ્યુસીથી તાણી તાણી દરેકને ૨૫થી ૩૦ રીટ સુધીની લંબાઈના અને એક ઇંચના ૬૦માં ભાગ જેટલા પાતળા તાર થાય ત્યાં સુધી તાણે છે. એ તારને તારકઢ્ઢા લેાકેા ટીપી ટીપીને દર તાલે ૧૫૦૦થી ૨૦૦૦ ીટ સુધીની લંબાઇની ચીપટી પટ્ટી કરે છે. તે પછી તારકઢાની એરતા તે ચીપટી પટીને પેાતાના સાથળ ઉપર વળ દુષ્ટને પીળા રેશમ ઉપર વીટે છે. સાનું ચડાવ્યા સિવાય તેવી ચીપટી ટી એકલાં રૂપાની પણ કરે છે તેને રૂપેરી કહે છે, રેશમ વીંટયા સિવાય સામેરી અગર રૂપેરીને બાદલું કહે છે. આ કામમાં અગાઉ તારકઢાના ૬૦૦ માણુસા કામ કરતાં અને દર વર્ષે તેવી સામેરી ૨૪૦૦ રતલ બનાવતાં, તેમાં ૧૬૦૦ રતલ શુદ્ધ ધાતુ અને ૮૦૦ રતલ રેશમ વાપરતા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy