________________
પ્રકરણ પહેલું)
જામનગરનું જવાહર સેરંગી અગર મછઠ પડવાસ તથા ખારે નાખી, તેનું પાણી કરી ઉકાળ્યા પછી તે પાણીમાં સારી પેઠે બાળીને નીચેવી સુકવી કાઢે છે. આ સાડલા ગુટ્ટા અથવા બરંગા કહેવાય છે. તેની કુલકીયાં, ડોલરીયાં, બંગડા, ડાળીયાભાત, વિભાશાહી, ત્રણ દાયાં,. સાત ફુલકીમાં વગેરે જાતોના તે છપાય છે. મધરાસી સાડલા પણ ઉપર મુજબ જ થાય છે. તફાવત માત્ર કેર છાપે છે તેમાં છે. કુલેલ, વીંછીયા વેલ, આંબાડાળ, કાંગસી કેર, છઠી કેર, બદામઠી ભાત, બે દાણીયા, ત્રણ દાણીયા, ચેવલીયાં, સાત દાણીયાં, દ્રાક્ષ માંડવા. સાથીઆ કેર, હાથી કેર, નાગરી કાર વગેરે જાતની કેરો છાપે છે. પછી તેને મજીઠ અને પડવાસના રંગમાં બાળવા જરૂર નથી પણ તેની અવજી ગળીના રંગમાં બળે છે. તે સિવાય દુપટ્ટા, પછેડી. છાલ, ઓછાડ વગેરેને મેંદીના રંગના છાપે છે. તે મેંદીયાં કહેવાય છે. હાલમાં ઉત્તમ પ્રકારનાં લેરીયાં આદિ ઘણી જાતના સાફાઓ જુદા જુદા (પાકા તથા કાચા) રંગના રંગાતા જામનગરી સાફાઓને દેશમાં ખુબ પ્રચાર થયો છે.
સુંગધી પદાર્થ–(કંકુ સુરમો) જામનગરમાં કંકુ. સુરમ, અગરબતી, પડે, પાંદડી, ધુપેલ તેલ, સુગધરાય, અને કેલરનું તેલ, ગુલાબજળ, અને ગુલાબ વગેરેના અને ઉત્તમ પ્રકાસ્તા બને છે. સાચા મોતી અહિં નીપજતાં હોવાથી તેની શિતળતાને લીધે સુરમામાં તેને ઉપયોગ કરી શુદ્ધ સાચામેતીને સુરમો બનાવે છે. જેથી સુર, કંકુ, બાંધણી, અગરબતી વગેરેને વેપાર આખા હિંદુસ્તાન સાથે ચાલે છે, ઝવેરાત-જડાવ દાગીના અહિં સોની કારીગરો ઘણાં જ ઉત્તમ પ્રકારના બનાવે છે. તે જડીયા સેની પ્રખ્યાત હોવાથી, બીજા રાજ્યોમાં પણ નંગ જડવાનું કામ કરવા જાય છે. તેઓ અનેક પ્રકારના કંઠા, ચગદાં, તલવાર જમૈયાની મુઠે, હમેલ, પાટીયાળી હાર, પ્રોંચા, ઝરમર, તુલશી, ઠમકલાં, ઠળીયાં વગેરે જુની ઢબનાં તેમજ ચાલુ જમાનાને લાયક નવી ઢબના નેકલેસ, એરીંગ, લેકીટ, આદિ અનેક જાતના જડાવ દાગીનાઓ મનમેહક બનાવે છે.
ઉપર કહેલાં હુન્નર ઉદ્યોગમાં નીચેની જાતે જામનગરમાં રહી કામ કરી રહી છે. ખત્રી વાંઝા, છીપ, ભાવસાર, સોની, દરજી, કંસારા, લુહાર, સુતાર, સંધાડીયા, કડીયા, મેચી, તારકઢાકણબી, ખારવા, મિયાણુ, ગળીઆયારા. અને બીજા મુસલમાન કારીગરો વગેરે
' જ એ સાડલાઓ કાલાવડમાં પણ ઉત્તમ થાય છે અને જામનગરમાં પણ કાલાવડીઆ (ખત્રી)ની કહેવાતી દુકાને તે જાતના ઉત્તમ પ્રકારના સાડલાઓ બને છે.
* સાફાઓ રંગરેજ પિપટ વાલજીના કારખાનામાં ઉત્તમ બનવાથી ખુદ મહારાજા જામસાહેબ તથા રાજ્ય કુટુંબ અને શ્રીમંત વર્ગ તેના પાસેથી ખરીદે છે. સેનેરી સાફા સાડી વગેરે આણદાબાવા અનાથાશ્રમની હુન્નરશાળામાં, અને શામજી ધેલારામની હુન્નરશાળામાં ઉત્તમ બને છે.
* અહિંના સેની પરસોતમ જાદવજી કે જેની ઉંમર ૮૦ વર્ષને આસરે છે. તે એ કામના ઉત્તમ કારીગર છે. તેણે પિતાની બુદ્ધિથી ૪૦૦ જાતના સોની કામને હુન્નર પ્રકાશ નામને એક ગ્રંથ રચી પ્રસિદ્ધ કરેલ છે. જેમાં સેનીની દરેક કારીગરી ઉત્તમ રીતે વર્ણવેલ છે