SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પહેલું] જામનગરતુ જવાહીર. પાણાનેાજ બાંધેલ છે. તેમજ તેને ચુના પણ બની શકે છે. તે વજનમાં હલકા અને છીદ્રવાળા હેાવાથી તેની પાણી ગળવાની ગરણી (ફીલ્ટર) બનાવીએ તેા બની શકે છે તે પાણાની ધેાળા પાણા જેવી સાફ ધડાઇ થાય છે. અને લાકડ કામને આપ દેવા હાય તા આ પાણાથી ધસી એપ દેવાય છે. મુંબઇથી વપરાતા રાતા સમુદ્રમાંથી આવેલા રાટન સ્ટાનને બદલે પત્થરના ઉપયાગ થઇ શકે તેવું છે, જો પ્રસિદ્ધ કરવામાં આવે તા તેવા પત્થર ખીજે નહિ” નીકળતા હેાવાથી વેપાર પુષ્કળ ચાલે તેવું છે. (૯) માછલાં—આ રાજ્યની હદમાં ૫૦-૬૦ જાતના માછલાં નીકળે છે તેમાં ચાવર, ગારડ, ડાંગર, ધારડ, છેડી, દંતીઓ, પશુડા, ખગી અને કાળુ એ જાતના મુખ્ય છે. કેટલાંએક પાંચ સાત ફ્રીટ લાખા હૈાય છે, મગરમચ્છે દસથી પંદર ફીટ લંબાઇના નીકળે છે. માછલાંના કાળા' ઉકાળી તેમાંથી તેલ કાઢી વાધેરે બાળવામાં અને રસામાં વાપરે છે. ચાવર તથા ગારડ જાતના માäાંના પેટમાંથી વાધે પેટા કાઢે છે તે મેમણુ વારાએ ખરીદી મુંબઇ મેકલે છે અને ત્યાં તેને આપ્રસી ગ્લાસ (સરેસ) ચાય છે. માલાંઓને મચ્છીમાર એ રીતે પકડે છે (૧) જ્યાં ભરતીનું પાણી આવતું હાય ત્યાં ક્રારા પાણાંના ગેાળ વાડા ચાર પાંચ ફુટ ઉંચા કરે છે તે બે વર્ષમાં કડા જામવાથી ચુનાનાં ચણુતરથી પણ મજદ્યુત જામી જાય છે તેમાં ભરતીના પાણી સાથે માછલાં આવે છે તે પાણી એટ થતાં તેમાં જે રહી જાય છે તેને તેઓ પકડી લે છે. (ર) ઉંડાપાણીમાં આવળની ડાળા, ઝરડાં ખાડી, તેમાં વાંસડા, કાંટા બાંધી વાડા કરે છે તેમાં પશુ એટ વખતે જે માછલાંગ્મા રહી જાય છે તેને પકડી લ્યે છે. આવા વાડાઓ ઉપર તે માલીકીને વંશપર‘પરાતા હક ધરાવે છે. ભરતીના પાણી વખતે થારનું ક્ષીર (દૂધ) પાણીમાં નાખે છે તથા જાળ પાથરીને પણ કાઇ પકડે છે. ઉપરના વાડાએ બાલાચડી, સચાણા, મેડ; સલાયા વગેરે સ્થળે ધણાં છે. તેમાં ખાલાચડી અને સચાણામાં કાળું, (એસ્ટર) પશુડા જાતના માછલાં ઘણુાં મળે છે જે પ્રાંતમાં પ્રસિદ્ધ છે. તરી વ્યાપાર--ખેડી બંદર ખાલતાં પુષ્કળ વધ્યા છે. આયાત નિકાશ ધણાં પ્રમાણમાં દૂર દેશાવરાથી થાય છે. રૂ, ઉન, મગફ્ળી પુષ્કળ નિકાશ થાય છે. જામનગર સ્ટેટની ઉન લાંબા તંતુ વાળી અને સુંવાળપ વાળી વિષેસ હાવાથી ઘણું પ્રસિદ્ધ છે. વિદેશમાંથી આવતા માલ કાઠીઆવાડમાંના બીજા રાજ્યાથી બેડી બંદર ઉપર સસ્તા મળે છે. જર્મન અમેરીકા અને વિલાયતની મેડી સ્ટીમરેના માલ બાંધેલી મુદતની અંદર ઉતારી ચડાવી લેવાના ઉમદ સાધનેાથી એડીના વાઘેરોએ તે કંપનીઓ તરફથી ઘણા ઇનામેા મેળવેલાં છે. એ સઘળા પ્રતાપ પ્રજાપ્રિય મરહુમ જામશ્રી રણજીતસિ હજી સાહેબનેા છે. કે જેએશ્રીએ જેમ જામશ્રી રાવળજી.પેાતાના બાહુબળે હાલાર મેળવી રાજ્ય સ્થાપી ગયા તેમજ ખેડી બંદર ખાલી તેટલીજ રકમની નવી પેદાશ પાતાના બુદ્ધિ બળે આ સ્ટેટને વધારી આપી પોતાનું નામ જામનગરનાં ઇતિહાસમાં સેાનેરી અક્ષરે ચિરસ્થાયી રાખી ગયા. ખનીજ પદાર્થો-અજાડ મેટમાં રૂપું નીકળવાના સંભવ છે. જામ ખંભાળીયા, રાણુ, લાલપુર, ભાટીયા, વડત્રા, દાત્રણા, અને ખીજે ઘણે ઠેકાણે લેઢુ નીકળે છે. રાષ્ટ્રથી આથમણી તરફના ડુંગરમાંથી તથા ખરડાના ડુંગરમાથી ઉત્તર તરફના કચ્છના અખાતસુધી અશાધિત લાઢું નિકળવા સંભવ છે. આજથી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy