SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુશપ્રકારા. દ્વિતીયખડ સમુદ્રક્ીણુ કહેવામાં આવે છે. એ માછલી સંબધી ખીજી પશુ એક વાત છે કે તેની પાછળ રીઆઇ જંતુ (તેનેા કાઈ શત્રુ) તેને મારવા આવે છે ત્યારે તે ભાગતાં ભાગતાં પેટમાંથી એક કાળા પદાર્થ કાઢતી જાય છે તેથી દરઆનું પાણી તેટલામાં કાળા રંગનું થતાં તેની પાછળનું પ્રાણી તે માછલીને દેખી શકતું નથી તેથી ભાગવું સુગમ પડે છે. તે કાળા પદાર્થને ‘સીપીઆ’ કહે છે અને તે કાળા રગમાં વપરાય છે. (૫) ચેર એ ઝાડ દિર કાંઠે કીચડમાં જેટલી જગ્યાએ સાતમ આઠમનુ ભાંગનું પાણી કરે છે તેટલી જગ્યામાં ઉગે છે. તેનાં મેટાં મેટાં જંગલ આ રાજ્યમાં માંગરા, મેડી, રાઝી, પીરોટન, ખાલાચડી, કાળુભાર, ધની, અને પિંડારામાં છે. તેનું ઝાડ પાંચ છ વર્ષી ન કપાય તેા તે વધીને તેનું થળ આસરે ફ્રીટના વ્યાસનું થાય છે. ખંદરનાં ગરીબ લેાકા તેના લાકડા કાપી મવા ભરી બંદરકાંઠે ઢગલા કરે છે તેમાંથી ‘રાજભાગ' આપી બાજ઼ીનાં વેચે છે. તે લાકડાં સુકાયા પછી બળતણુના કામમાં વપરાય છે. તેમજ તેના પાંદડાં તથા ફળે ઢાર ખાય છે. તેથી તેનું દૂધ વધે છે તેમ લકા માને છે. (૬) કરાડની છાલ—તેની પેદાસ ચેરના ઝાડની પેઠેજ છે અને તે ઝાડ ચારથી પાંચ ક્રીટ ઉંચુડ થાય છે. તેની છાલ રાતી હાય છે તે ખાસ ચામડાં રંગવાના ખપમાં આવે છે. તેથી દરબારશ્રી અમુક ટેકસ લઇ કાપવા આપે છે અને લેકે મુંબઇ, કચ્છ વગેરે સ્થળે મેકલી તેના વેપાર ચલાવે છે તે લાકડાની છાલ કાઢી લીધા પછી લાકડું બળતણુમાં વપરાય છે. (૭) શુંખલા છીપા અદ્ઘિની દિરઆઇ હદમાં અનેક પ્રકારના શંખલા, છીપા, કાડાં વિગેરે નીકળે છે. તેમાંના કેટલાક એવા મનેાહર હાય છે કે તે જોઈને આપણને કુદરતી બનાવના આશ્રય થાય છે. છીપલાના ચુને ઉંચા પ્રકારનેા બનતાં તે પ્લાસ્ટરના કામમાં વપરાય છે. છીપાને સુતારલાકા કાનસથી ધસી લાકડાના કામમાં જોગણીથી એસારી નકસી કામમાં વાપરે છે. તેમજ તે છીપા દેશાવર પણ જાય છે. શંખા પુષ્કળ નીકળે છે. તેમાં કાઇ સ્થળે કવચિત્ દક્ષિણાયન શંખ કાઇને હાથ આવે છે તે દક્ષિણાયન ( જમી બાજુએ જેનું મુખ હાય તે ) શંખ વિષ્ણુનું આયુધ જાણી ઘણાં રાજાએ શ્રીમતા અને યેગીએ પુજનમાં તેવા શ ંખ રાખી સેવા કરે છે. તેથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેવું ધણાનું માનવું છે (૮) ફીણીઓ પાણા તથા પરવાળાના ખડકા—(કાલર રીક્સ) આ રાજ્યની રિઆઇ હદમાં નારા, કાળુભાર, ધની અને સલાયાની નાળમાં, ઢેળા પીણીયાપાણુાના મેટા ખડકે છે. આ ખડક પેાલીપ નામના સૂક્ષ્મ જંતુએ સમુદ્રના પાણીમાંથી ચુનાના અંશ શેધી કાઢી બનાવે છે. તે જીવડાં જે પાણીમાં રિઆના મેાજા' હાતાં નથી તે જગ્યાએ જીવી શકે છે. તે પાણાના રંગ કાંક કાળાશ પડતા ધેાળા છે. અને મધપુડા જેવા ઘાટને ઝીણાં કાણાંવાળા દેખાય છે, ભરતીનું પાણી એટ થાય ત્યારે તે પાણા કાઢવામાં આવે છે. દસ દસ ઘનફીટ સુધી કાઢવા હાય તા તે નીકળે છે. તેને દરિઆઇ પાણી કે હવાથી લુણા લાગતા નથી. તેથી ઋમારત કામમાં વપરાય છે સલાયા ગામમાં કેટલાંક ધરા અને શહેરના ગઢ તે * ભલે તેવા આકારના મેટા શંખ નહેાય અને નાની શ`ખલી હાય તે। પશુ તે અવસ્ય પુજનનું ફળ આપે છે. જ્યારે અન્ય આકારના માટેા શંખ પુજવા તે નિરક છે. કહેવત છે. કે દે લાખ· તે લે ‘સવાલાખ’ એ લપાડશ'ખની વાત મુલ્ક—મશહૂર છે,
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy