SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પહેલું]. જામનગરનું વાહીર. ભુસી નાખવું પડે છે. હાલ માત્ર બેડી, હડીઆણા અને ગુરગઢ એ ત્રણ જગ્યાએ મીઠું પકવવામાં આવે છે. ઈગ્લાંડ વગેરે દેશોમાં મીઠાને દેવતાથી ઉકાળીને પકાવે છે. જ્યારે જામનગર સ્ટેટનું મીઠું પિતાની મેળે સૂર્યના તાપથી પાકી જાય છે. બેડી અને હઠીઆણાના ખોળામાં દરિઆકાઠે રણમાં કુવાઓ ગાળી મીઠું પકાવવાવાળા તેનું પાણી કયારાઓમાં કેસ વડે રેડી સુર્યના તાપથી પકાવે છે. તેવા કુવાઓ હડીઆણુમાં ૨૫ અને બેડીમાં ૧થી વધુ છે. મીઠું પકાવનારા માજોઠી મુસલમાન અને ગોલારાણા હિંદુઓ છે. ત્રણ ત્રણ દહાડે કયારાઓમાં પાણી સુકાતાં નવું ભરે છે. એમ આઠ દસ વખત પાણી ભરી, તેને ત્રણ ચાર અઠવાડીયા સુકવતાં તે કયારાઓમાં બબ્બે ઈંચ જાડો મીઠાને થર જામી જાય છે. તે લોકેને તેવા કુવાને અમુક ટેકસ ભરવાથી વંશ પરંપરાને હક મળેલ છે. અને તેમાં તેઓ છ સાત માસ કામ કરી મીઠું પકાવી અમુક ભાવે દરબારશ્રીને આપે છે. અને તે સ્ટેટ તરફથી તાલુકાની વખારોમાં પહોચાડવામાં આવે છે. તે મીઠાને “ગસીયું મીઠું” કહેવામાં આવે છે. ગુરગઢ અને પિંડારા, વચ્ચે એક ખારી જગ્યા છે. તેમજ ગુરગઢના રણમાં એક ઘેડાગર ક નામની ખારી નદી છે. તે જ આસરે અઢી હજાર ફુટ લાંબી અને પચાસ ફુટ પહોળી છે. તેમાં પણ અને મહામાસમાં જ્યારે ઉગમણે પવન ચાલે છે. ત્યારે તે પવનના જોરથી દરિઆની ભરતીનું પાણી તેમાં બે ચાર વખત આવી, તે જગ્યામાં ભરાઈ જતાં, સુર્યના કિરણથી ત્યાં કુદરતી રીતે જ જામી જતાં તેને થર બેથી અઢી કુટનો જાડો થાય છે. તે માણસો કેદાળી વતી ખાદી. પાણી બહાર લાવી ઢગેલેઓ કરે છે. એ ઘડાઝારનું મીઠું પાકલ અને વડાગરા મીઠાં જેવું જ દેખાવમાં અને ગુણમાં પણ છે. એ ઘેડાઝરની પાટમાં જે આપણે ચેડાં તણખલાં નાખીએ તે તેની ઉપર મીઠાંના જુદા જુદા નમુનાના કુદરતી રમકડાં બની જાય છે. ગુરગઢનું મીઠું ઘણું સફેદ અને કચરા વગરનું થાય છે. (૩) વાદળી (સ્પંજ) જામનગરની હદમાં કાળુભાર અજાડ નેરા તથા પરવાળાના બેટમાં વાદળી ઘણી નીકળે તેમ છે. પણ તે કાઢવાને ધંધે કઈ કરતું નથી. ભૂમધ્ય સમુદ્રમાં જેવી ઉમદા જાતની વાદળી નીકળે છે તેવીજ વાદળી પ્રયત્ન કરવાથી અહિ પણ નીકળવા સંભવ છે. દરિઆના સૂક્ષ્મ જંતુઓ રહેવાના માટે પિતાનાં ઘર બનાવે છે. તે ચીજનું નામ વાદળી છે. આવાં જીવડાં અસંખ્ય હેય છે અને તે છેડો વખત આવી મરી જાય છે. (૪) સમુદ્રણ–હાલારમાં દરિઆ કાંઠે સમુદ્રણ ઘણે ઠેકાણે તણાઈને આવે છે. તેનો ઉપયોગ દવા તથા લાકડ: સાક કરવાના કામમાં થાય છે. સમકકીણની લ આસરે સાતથી આઠ ઈચ અને પહોળાઈ સવાથી દેઢ ઇંચની હોય છે. તેની નીચલી બાજુ જુવારના સાંઠાના ગરભ જેવી નરમ હોય છે તેને જે જથ્થાબંધ ભેળાં કરી પરદેશ મોકલવામાં આવે તે તેને વેપાર સારે ચાલે તેટલાં પાકે છે. કેટલાક લેકે સમુદ્રના ફીણ કાંઠે આવી જામી જાય છે. તેને સમુદ્ર ફીણુ સમજે છે. પરંતુ તેમ નથી “કટલફીશ' નામની એક દરિઆઈ માછલી છે તેને કંસારીના જેવાં નાના નાના શીંગડાઓ હોય છે. તે જ્યારે મારી જાય છે ત્યારે તેની પીઠ ઉપરની હાડકી જાડી થઈ દરીઆમાં તણાઈને કાંઠે આવે છે તેને કહેવાય છે, કે એ ધેડાઝારનો સર્પ જેને કરડે તે મરણજ પામે ઉતરે તે ઝેરી છે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy