________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતીયખંડ ફથી. દેવરાજજીને પણ પિતાના આઠમા પુત્ર ગણાવી. સાથે જમવા બેસાર્યા, તેથી વાર વાળાઓ પાછા ગયા, અને દેવરાજ છે ત્યાં જ રહ્યા કેટલાંક વર્ષો બાદ વરીઆ રાજાની કન્યાએ ભાદી રાજપુતને વરવા હઠ લીધી તેથી તે રાજાએ ભાટ્ટીની શેવ કરાવી, કન્યા આપવા ઢંઢેરો પીટાવ્યો એવખતે રતનાજી વિપ્રના પુત્રો તેરાજા આગળ ગયા અને રાજાનું વચન લઈ ઘેર આવી પિતાના પિતાને સઘળી હકીકત સમજાવી. ત્યારે રતનાજી વિપ્રે તેના પુને કહ્યું કે દેવરાજ આપણો રાજા છે. માટે તેને જાહેરમાં લાવતાં કંઈ દગો તેઓ કરે આપણને અપયસ આવે અને આપણે સર્વને મરવું પડે પરંતુ તેના પુત્રોએ દશે નહી કરવાનું વચન લીધેલું છે. તેવું જણાવતાં સહુ ત્યાં જવા તૈયાર થયા. એવખતે રસ્તા નામના એક સીધે કુંવરને રતન કામળી આપી. તે વિષે કાવ્ય –
वळी आया ब्रह्मण, भिले मिलि बेठा भाइ ।। बाप एम बोलीओ रखे चूके ठकुराइ । देवराज देसोत, आपण शरणै अयो ।
रुदी विधि राखीओ, किणी नह छतो करायो। मरजाद मिटी आपे मरां, बेटे. कहीओ: बापनां ।। कूडरो वयण राजा कहे, अपजस आवे आपनां ॥
रुडो बावो रतो, सिद्ध मिलीओ जोगेसर ॥ देवराज नां दीघ, रतन कांबळी अति सुंदर ॥ रतन एक रोजरो, पडै तिणिं हुंत नित प्रति॥
उतिम रूप अनूप, कोडि लाखांरी कीमति ॥ करिमतौ साथी ब्राह्मण करे, भाटी वरीआ मेटीओ ॥ हित सहित हेक हिलि मिलिहुवा, मनरो सांसो मेटीओ।
એ રતનકામળી દરરોજ એક રતન આપતી તે લઈ દેવરાજજી વગેરે નજણા ત્યાં જતાં. વરીઆ રજપુતે મળ્યા અને પિતાની કુંવરી દેવરાજજીને પરણાવી--કન્યાદાન લેતી વખતે વિપ્ર રતનાજીની સલાહથી, દેવરાજજીએ કહ્યું કે મારે પૃથ્વી નથી માટે માત્ર ભેંશના ચામડા જેટલી પૃથ્વી અને કન્યાદાન સાથે આજે એમ કહેતાં તેઓએ હાપાડી સંકલ્પ કર્યો. તેવિશે છપય
प्रीत सहित परणतां, जीह बोलीओ जमाइ ।। मारे थे मावीत, लाचरी खरी सगाइ ॥ महि घिरे चांमडे, जमी आवे तली जेती ॥
ससुरा करी संकल्प, अळां बग सीजै एती ॥ नाकार तार कीधो नहीं, आवी मती अवलां मणी ।। त्यागी जिती मागी तिती, धरती धरतीरे धणी ॥
થોડા દિવસે જવા દઈ દેવરાજજી પિતાના સસરાને સાથે લઈ સંકલ્પ કરેલી પૃથ્વી જેવા ગયા, અને ભેંસના ચામડાને ઝીણું ચીરાવી (મેવાળા જેવી બારીક પાતળી વાઘરી બનાવી)