SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ દ્વિતીયખંડ ધારણ કર્યું, ત્યારે ઠારશ્રીએ દિલ્હી દરબારમાં હાજરી આપી હતી, જ્યાં તેઓને અંગત માનની નિશાની તરીકે નવને બદલે અગીઆર તેપની સલામી ઠરાવવામાં આવી હતી, ઈ,સ, ૧૮૭૯ (વિ. સં. ૧૯૩૫ના પિષ સુદ ૮ )ના જાન્યુઆરીની પહેલી તારીખે તેમણે સ્ટેટને સ્વતંત્ર કારભાર સંભાળ્યો હતે, વિ, સં, ૧૯૭૬માં મોરબીની બજારને સુશોભિત બાંધણીની બનાવવાનું તેઓશ્રીએ આરંવ્યું હતું. ઈ. સ. ૧૮૮૩ના એપ્રીલની ૧૮મી તારીખે તેઓ નામદાર વિલાયતને પ્રવાસે ગયા હતા. છે, સં. ૧૮૮૪માં તેઓશ્રીએ વઢવાણુકાંપથી મોરબી સુધીની રેલવે લાઇન બાંધવાનું શરૂ કર્યું હતું. સને ૧૮૮૬ પછી વાંકાનેરથી રાજકોટ સુધીની રેલ્વેલાઇન બાધવા માંડી, રાજકોટ લાંચ લાઈન ઈ, સ, ૧૮૯૦માં ખુલ્લી મુકી. તે ૯૪ માઈલની રેલવે બાંધવા પાછળ ૨૪ લાખ રૂપીઆનું ખર્ચ થયું હતું, ટેલીફેન વ્યવહાર કે જે તે વખતે કાઠીઆવાડમાં પિતે પહેલા જ દાખલ કર્યો હતો, તથા આખા સ્ટેટમાં ટ્રામને વહેવાર, મછુ નદિ ઉપર સુંદર પૂલ તથા લાપૂલ અને શહેરની નવી બાંધણી, એ બધું તેઓ નામદારશ્રીના રાજ્ય અમલ દરમ્યાન બનવા પામ્યું હતું, યુરોપની મેટી લડાઈમાં ઠા,શ્રી સર વાઘજીએ પોતાના તમામ સાધનો સરકારની સહાયમાં સેપ્યા હતાં. ઇ, સ, ૧૮૮૭માં તેઓશ્રી કે, સી, એસ, આઈ, થયા હતા, ઈ, સ, ૧૮૯૭માં મહારાણી વિક્ટોરીઆ ના રાજ્ય અમલના ૬૦ વર્ષના જ્યુબીલી પ્રસંગે કાઠીઆવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે. તેઓશ્રી લંડનમાં હાજર હતા, ત્યાં તેમને તે વખતે ઉછ, સી, આઈ, ઇ.ને માનવતા ઈલ્કાબ મળ્યો હતો, તેઓ નામદારના પાલિતાણા. સાયલા, અને થરાદ રાજ્યના રાજકુમારીઓ સાથે લગ્ન થયાં હતાં, તેમાં પાલિતાણાના ઠા, શ્રી પ્રતાપસિંહજી સાહેબનાં કુંવરીશ્રી બાછરાજબા સાહેબથી વિદ્યમાન મહારાજાશ્રી લખધીરસિંહજી સાહેબનો જન્મ ઇ. સ. ૧૮૭૬ના ડિસેંબરની ૨૬મી તારીખે થયો હતો. તેઓ નામદારના રાજ્ય અમલમાં વિ, સં ૧૯૩૪ અને ૧૯૫૬ની સાલના બે ભયંકર દુષ્કાળમાં તેઓ નામદારે પોતાની પ્રજાને સસ્તે ભાવે અનાજ પૂરું પાડી, રીલીફ વર્ક ખોલી, ઘણીજ મદદ કરી હતી, ઇ. સ. ૧૮૯૨માં માળીયાના રહીશ વાલા નામોરી ( મિયાણું ) ઇત્યાદી બારજણની ટોળીવાળા બહારવટીઆઓ કચ્છ, વાગડ, અને કાઠીયાવાડ પ્રાંતમાં લુંટ ફાટ કરી ત્રાસ આપતા હતા તેથી અંગ્રેજ સરકારનું કેટલું એક લશ્કર તેની શોધમાં હતું તા૧૪-૧૨-૧૮૯૨ના રોજ એ બહારવટીઆઓએ મેરબી તાબાનું ઝીકીયારી ગામ ભાગ્યું, તેથી નામદાર ઠાકારશ્રીએ પોતાના પિોલીશ સુપરીન્ટેન્ડેન્ટ મી, કાળુભા રાજમલજી[તે વખતે તેઓ ઉત્તર વિ. થાણદાર હતા) ને તે બહારવટીઆઓ પાછળ મોકલ્યા એ શોધખોળમાં અંગ્રેજ અમલદાર મે લેફ. ગોર્ડન સાહેબ પણ ફરતા હતા તેઓ બંનેએ સાથે મળી બાતમીદારેથી ખબર મેળવી, માળીયા તાબે ચીખલીગામના કરાડીઆમાં તા. ૧૯-૧ર-૯૨ના રોજ ભેટો થતાં સામસામા બંદુકોના ફેર ચાલુ કર્યા, પણ એકેય બહારવટીઓ નહિ મરાતાં મી, કાળુભાને ત્યાં જ રહી ફેર ચાલુ રાખવાનું કહી ગોર્ડન સાહેબ બાર સ્વાર સાથે આગળ વધ્યા અને પાંચેક દુષ્મનાં પ્રાણ લીધાં ત્યાં ખાડની અંદર છુપાયેલા વાલા નામોરીના હાથની છુટેલી ગોળીઓથી ગોર્ડન સાહેબ તથા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy