SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવ‘શપ્રકાશ. દ્વિતીયખડ] સાથે શિકાર ગયે, શિકાર કરતી વખતે હા.શ્રીએ એક સુતેલા સિંહને પત્થર મારી જગાડયે તેથી સિદ્ધ ભયંકર ગર્જના કરી ઠા.શ્રી ઉપર ચાપે મારવા ધસ્યા. એ વખતે ઠા.શ્રીએ તલવારને એકજ ઝાટકે તેને મારી નાખ્યા. એ સધળા બનાવથી અંગ્રેજ અમલદાર હેબતાઇ ગયા. અને ઠા.શ્રીની વીરતાના એકી અવાજે વખાણ કરવા લાગ્યા. ઠા.શ્રી પેાતાનાં માતુશ્રી સાથે માટા સંધ કાઢી નદાજીની યાત્રા કરી આવી. વિ. સ` ૧૯૦૨માં સ્વર્ગે સિધાવ્યા. (૯) ઠાકેારશ્રી રવાજી [બીજા] (વ. સ. ૧૯૦૨થી ૧૯૨૬) ઠાકારશ્રી પૃથ્વિરાજજીને રવાજી નામના એકજ કુમાર હેાવાથી તેએ ગાદિએ આવ્યા, ઠારશ્રી રવાજીએ ગાદિએ બિરાજી ખેડુતને પૈસાની મદદ આપી ખેતીને આબાદ કરી હતી. તેમજ ટંકારા+ ગામને કિલ્લા બાંધી સુશોભિત બનાવ્યું હતું તેઓશ્રીને છ રાણીઓ હતાં, તેમાનાં ચુડાના રાણાશ્રી રાયસિંહજીનાં કુંવરીશ્રી માજીરાજનાથી વિ. સ. ૧૯૧૪માં પાટિવકુમારશ્રી વાધજીને જન્મ થયા હતા. અને સંવત ૧૯૧૮માં કુમારશ્રી હરભમજીનેા જન્મ થયા હતા, યુવરાજશ્રી વાલજીને સગીર વયમાં શીળી નીકળેલ હાવાથી તેઓશ્રીની રૂપીઆ ભારે।ભારની તુલા જામનગરના મહાલ કાળાવાડમાં આવેલ મોટીશિતળામાતાએ કરી, ત્યાં બ્રાહ્મણાની ચેરાશી કરી હતી. તે તુલાના રૂપીઆના ચાંદીના કમાડા હજી શિતળાના મદિરમાં મેાજુદ છે અને તે માથે મેરી ઠાકેારશ્રીનું નામ છે. ઠાકારશ્રી રવાજી વિદ્વાનને સારા આશ્રય આપતા, તેઓની આગળ રાજકવિ તરીકે મારૂં ચારણુ દેંદલભકત (મીશણુ શાખાના) કાયમ +એ ટંકારા ગામે આÖસમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીને। જન્મ થયા હતા. * કવિશ્રી દેહલ ભકત' તેએા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન કવીશ્વર બ્રહ્માન છ પાસે કંઠી બાંધી તે સૌંપ્રદાયમાં દાખલ થયા હતા. ક્રાઇ વિશ્વસ'તાષી પાસવાનની સલાહથી ઠા.શ્રી રવાજીએ એ ભકત કવિને દુભવ્યા, અને કહ્યું કે “તમે। સ્વામિનારાયણની કંઠી તેાડી નાખાતા હુ' એક ગામ તથા ૧૦ હજાર કારી રાકડી આપુ' પરંતુ એવી મહાન લાલચમાં તે નહિં લલચાતાં, ‘માથું જાય પણ ધર્મ ન જાય' એવી દૃઢ ટેક રાખી, ઠા.શ્રીનું વચન માંન્યું નહિ. તેથી ઠાકેારશ્રીએ તેએ!ને ૨૪ કલાકમાં મેારખીની હદ છેાડી જવા ફરજ પાડી હતી, કવિ હેાળા કુટુંબવાળા હતા અને એકદમ કયાં જવું તે વિચારમાં તેણે આખીરાત્રી વિતાવી પ્રભાતે પ્રભુસ્તુતિનું એક પદ રચ્યું તે પદ્યની ત્રણ કડીએ પુરી થતાં, માળી ઠા¥ારશ્રી માજીનું તેડું આવ્યું. તેથી કવિએ ચેાથી કડીમાં તે ભાવ લાવી નીચેનું પદ પુણૅ કર્યું. ગાપીનાથ મહારાજની સ્તુતિનું પદ્મ "" ( કચ્છી કાફી-ઓખાના વાઘેર કોડીનાર ભાંગીને જાય’-એ રાગ) मदत करोने महाराज, हर्णे असांजी मदत करोने महाराज । गोपीनाथ! मदत करोने महाराज-ठेक कंठी असांजी बांधी तो कारण, रुठो रवाजी राज ॥ गोपीनाथ (१)
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy