SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુદશી કળા] મોરબી સ્ટેટના ઇતિહાસ ૨૭૯ લશ્કરની મદદ લઈ નાગડાવાસને ન બાંધેલો કિલ્લો તેડી પાડ્યું. તેથી જુણાજી તથા તેના સેબતીઓ વાગડ તરફ ભાગી ગયા (વિ. સં. ૧૮૫૧) વિ. સં. ૧૮૫૬-૫૭માં કચ્છ ભુજના મેતા ભાણજી રામજીએ મેટાં લશ્કરથી મચ્છુ કાંઠામાં આવી વવાણીયા બંદર ધરા નાખ્યો. તે ખબર ઠાશ્રી જીયાને થતાં, મોટા લશ્કરનો જમાવ કરી તેના સામે લડાઈ: જાહેર કરી. તેમાં ભાણજી મેતે સંપૂર્ણ હાર ખાઈ પ્રાણ બચાવી કચ્છ તરફ નાસી ગયા. માળીયાના મિયાણુઓને ત્રાસ મોરબીની પ્રજાને કાયમનો હતો. તેથી ઠાશ્રીએ યુકિત રચી માળીયા સાથે દેખાવ માત્રની સુલેહ કરી. વાગડ વગેરે પ્રદેશ લુંટવા મિયાણુઓ સાથે ચડયા. તે પ્રદેશ લુંટી પાછા ફરતાં મિયાણઓ તથા માળીયા ઠાકરશી ડોસાજીને પિતાને તંબુએ જમવા નેતાં. એ વખતે કેટલાએક મિયાણઓને કાપી નાખી, માળીયા ઠાકર સાજીને અટકમાં રાખ્યા. એ દગાથી મિયાણાં બહુજ ઉશ્કેરાયા અને એક સંપી કરી મોરબી રાજ્યને ઘણું નુકશાન કરવા લાગ્યા. જ્યારે ઠા.શ્રી ડોસા ને માળીયે પાછા મોકલ્યા ત્યારે મિયાણુઓ કાંઈક શાંત થયા. વિ. સં. ૧૯૬૨માં ગાયકવાડી સુબો બાબાજી આપાજી મુકગીરી ઉઘરાવવા મોરબી નજીક પડયો હતો. તેને ઠા.શ્રી જીયાજીએ પૈસા આપી મિયાણુઓને દાબી દેવાની મદદ માગી. તેથી બાબાએ માળીયા ઉપર ચડાઈ કરી. પરંતુ તેમાં તે ફાવી શકો નહિં, અને ઘણું જાનમાલની ખુવારી થતાં, તેણે તેના બદલામાં હડાળા નામનું ગામ મેરી આગળથી મેળવ્યું જે હાલ તેના વંશજે ખાય છે. વિ. સં. ૧૮૬૩માં કર્નલ વૈકર ખંડણી મુકરર કરવા આવ્યો. ત્યારે મોરબી કફોડી સ્થિતીમાં હતું. પણ બીજા સ્ટેટાની માફક તેને પણ સેટલમેન્ટની સાથે આબાદી અને શાન્તિ પ્રાપ્ત થઈ, અને જ્યારે કચ્છના હુમલાઓ ઉપરાઉપરી બે વર્ષ થયા ત્યારે ઠાશ્રીએ બ્રિીટીશ સરકારની મદદ માગી. તે ઉપરથી એક નાનું અંગ્રેજી લશકર મદદમાં મળતાં, કચ્છ ઉપર ચડાઈ કરી, પરંતુ કચ્છના રાઓએ લડાઈ નહિં કરતાં રૂા. ૧૦ હજારનો બદલો આપી સમાધાન કર્યું. જેડીયા અને બાલંભાના ખવાસને જ્યારે નવાનગરના જામસાહેબે કાઢી મુક્યા ત્યારે તેઓ ઠા.શ્રી જીયાજીને આસરે આવ્યા, તે વખતે તેઓને કાનપુર નામનું ગામ આપ્યું. તેઓ ત્યાં આમરણ પરગણે પાછા જતાં સુધી સુખેથી રહ્યા હતા, ઠા.શી છલાજી તારકામાં રામમહેલ ચણાવી તેમાં મુર્તિ પ્રતિષ્ઠા કરી, વિ. સં. ૧૮૮૫ના કારતક વદ ૯ના રોજ સ્વર્ગે ગયા. તેઓશ્રીને બે કુમારો હતા, તેમાં પાટવિકુમારશ્રી પૃથ્વિીરાજજી ગાદિએ આવ્યા અને(૨)મકાજને સાવડી ગામ ગિરાશમાં મળ્યું. | ઠાકારશ્રી પૃથ્વિરાજજી (વિ. સં. ૧૮૮૫થી ૧૯૦૨). તેઓશ્રીના વખતમાં સર્વ સ્થળે અંગ્રેજી સત્તા ફેલાતાં, લુંટફાટ કરનારાઓના ત્રાસથી લેકે મુક્ત થયા હતા. રાજ્ય ઉપર આગળની લડાઇઓ થતાં, કરજ ઘણું હતું તે તેઓશ્રીએ ધીમે ધીમે ખેતીવાડીમાં સુધારો કરી ઉપજ વધારીને રાજ્યને દેવામાંથી મુક્ત કર્યું હતું, તેઓના સામી કછ દરબારે અધોઈ મહાલની બાબતમાં તકરાર ઉઠાવી હતી. તેને ગવર્નમેન્ટ લંબાણ તપાસ કર્યા પછી મેરબીના લાભમાં ચુકાદો આપ્યો હતો. ઠાકારશ્રી પૃથ્વિરાજ સિંહના શિકારમાં એક કાબહાદૂર હતા. એ તારીફ સાંભળી એક અંગ્રેજ અમલદાર ઠા.શ્રી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy