SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ર શ્રીયદુવંશપ્રકાશ [દ્વિતિયખંડ અને મહારાઓથી દેશળજીના માટે કંપની સરકારને માન અને મિત્રાચારી હોવાથી તેની નિશાની તરીકે દેશળજીને વીસને બદલે અઢાર વર્ષની ઉંમરે રાજ્યગાદિ આપવામાં આવશે એ પ્રમાણે મહારાઓશ્રી દેશળજીનો અઢારવર્ષની ઉંમરે વિ.સં ૧૮૯૧ના અષાઢ સુદ ૨ ના દિવસે.મેટા દબદબાથી રાજ્યાભિષેક થયો, તે વખતે રસીડેન્ટ કર્નલ પિટીન્જરે મુંબઈ ગવર્નર લેર્ડ કલેર મોકલાવેલ જવાહરની ભેટ ધરી કંપની સરકારને મૈત્રીભાવ દાખવતા ખરીતે વાંચી સંભળાવ્યો અને રીજન્સી કાઉન્સીલ (રાકારોબારી મંડળ) વિસરજન થયું. કંપની સરકારની ભલામણથી અને મહારાઓશ્રીની ઈચ્છાથી જાડેજાઓમાં દીકરીને દુધપીતી’ કરવાને (મારી નાખવાનો રિવાજ વિ. સં. ૧૨૦૩થી જામ લાખા અને લાખીયારના વખતથી ચાલતો આવતો હતો. તેનો સદંતર નાશ કરવા એક જાહેરનામું મહારાઓશ્રીની સહીથી બહાર પડયું કે “કાઈ જાડેજાએ દીકરી દૂધપીતી કરવી નહિં. અને બાળકના જન્મની નેધ દિવસ પંદરની અંદર રાજ્યના ચોપડે કરાવવી તે પ્રમાણે જે નહિ વ તે રાજ્યનાં ગુન્હેગાર થશે, દિકરીનો વિવાહ કરવા માટે નિર્ધન જાડેજાઓને રાજ્ય તરફથી કરી ૪૦૦ માગણી કરવાથી મદદની મળશે. ” ઉપરના જાહેરનામાને અમલ કરાવવા ભાયાતની વસ્તીવાળા ગામે તેઓની સંતતીની નોંધ રાખવા રાજ્ય તરફથી મહેતા રાખવામાં આવ્યા. અને તે સાલનું પત્રક કરાવતાં તેમાં ૨૬૨૫ દીકરાઓ અને દીકરીઓ ૩૩૫ થતાં. એ જાહેરનામાને ચુસ્તપણે અમલ થવા ગોઠવણ કરાવી-ઈ, સ. ૧૮૪૪માં (વિ. સં૧૯૦૦) બીજો ધરતીકંપ થયો. તેના આંચકા એક માસ સુધી ચાલ્યા. આ આંચકાથી અલાહ બંધ ની પહોળાઇ વધી કહેવાય છે, અને સીધી ખાડીને દક્ષિણ કિનારે નદીનું પેટ ઉપસી આવ્યું તેથી દરેક ભરતી વખતેજ ત્યાં પાણી આવતું તે હવે કોઈ મોટી ભરતી વખતે જ ત્યાં આવે છે. ઇ. સ. ૧૮૪૫માં (વિ. સં. ૧૯૦૧માં) જૂનની ૧૮મી તારીખથી ૨૫મી તારીખ સુધી ત્રીજીવાર ધરતીકંપ થયો. તેથી દરીઆના પાણી ૨૦ માઇલ પશ્ચિમે ને ૪૦ માઈલ ઉતરે ફરી વળ્યાં આ ધરતીકંપના બધા મળી ૬૬ આંચકા નેંધાયા છે તેમાં પણ કચ્છને ઘણું નુકશાન થયું, મહારાઓશ્રી દેશળજીના વખતમાં કછ તાબે કૂલ નાનામોટા ગામો ૮૫૧ હતાં તેમાં ૨૯૪ ખાલસા, ૪૩૪ ભાયાતોના અવે ૧૨૩ ધર્માદાના હતાં. વસ્તી કુલ ૪,૦૦પરર ની હતી તેમાં ૩,૦૦૪ર૦ હિન્દુ, અને ૧,૦૯૧૨ મુસલમાને હતા, કચ્છના + વહાણવટીઓ દરીઆઈ માર્ગમાં બહુજ કુશળ હતા. ઈ. સ. ૧૮૫૭માં આખા હિંદુસ્તાનમાં બળ જગ્યા ત્યારે તેની ધાસ્તિથી કચ્છનો પિોલીટીકલ એજન્ટ એચ ડબલ્યુ વીલીઅન પિતાના ખાતાના માણસો સાથે દરબારગઢમાં રાઓશ્રીને આશ્રયે આવી રહ્યો હતો, અને ભુજીયા કલા તથા સરકારી તેજુરીની ચેકી મહારાઓશ્રીના માણસને સોંપી હતી. તે વખતે બાળવાખોરોની બીકથી ભુજના દરવાજા કેટલાક સમય બંધ રહ્યા હતા. તે પછી થોડાક દિવસે મામલો શાંત થતાં, અગાઉ પ્રમાણેજ કામકાજ શરૂ થયું હતું, મહારાઓશ્રીને + ઇ. સ. ૧૪૯૮માં વાસ્કોડીગામા નામને પોર્ટુગીઝ વહાણવટી, હિંદ અને યુરોપ વચ્ચે દરીઆઈ માર્ગ શોઘતાં ભૂલો પડતાં, તેને કચછી નાવિક દરીઆ સારંગ કાનજી માલમે દક્ષિણ આફ્રિકાની દક્ષિણ ભૂશિરેથી હિંદને માર્ગ બતાવ્યું હતું
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy