SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશીકળા] કચ્છ સ્ટેટને ઇતિહાસ. ૧૯ કરછમાં શાન્તિ ફેલાયા પછી કંપની સરકારે લશ્કર ઘટાડી નાખ્યું હતું. ધરતીકંપના મોટા આંચકાથી કેટલાક કિલ્લાઓ જમીનદોસ્ત થયા હતા, તેથી સિંધના અમીરે કચ્છ ઉપર ચડાઈ કરવાની સારી તક જોઈ પિતાના એલચી મારફત રીજન્સી કાઉન્સીલને કહાવ્યું કે, “રાઓશ્રી ભારમલજીને જરૂર પ્રસંગે અમે સારી મદદ કરેલી છે અને તેના બદલામાં અમને લખપતનો કિલ્લો આપવા રાઓશ્રીએ વચન આપેલ. હવે જો તે કિટલે જલદી અમારે હવાલે કરવામાં નહિં આવે તે સિંધને કચ્છ સાથેનો મૈત્રી સબંધ તૂટી જશે.” ઉપરની વાતને કાઉન્સીલરોએ કાન પણ આપ્યો નહિ. તેથી અમીરે એક બલુચી લશ્કર મોકલ્યું. તેણે પારકરમાં અવી, નગર પારકરમાંથી ૧૦ હજાર રૂપીઆ દંડના લઈ, સરદારો પાસેથી પણ કેટલીક દંડની રકમ વસુલ લઈ, દેશને પાયમાલ કરી, સિપ તરફ પાછું કર્યું. સિંધની ટુકડી ગયા પછી એક મહીને ૨૫૦ “ખાસ”ઓ બંન્નીમાંથી ૪૦૦ ઢોર હાંકી ગયા. ઇ. સ. ૧૮૨૦ની ૨૮મી એપ્રીલે વાગડમાં વરણું પરમારની જગ્યા પાસે કેપ્ટન મેક મોં મરણ પામ્યો એટલે તેની જગ્યાએ ઇન્યાજ તરીકે છે. જે. વિલ્સન આવ્યો. તેણે બે માસ સુધી કામ કર્યા પછી હેનરી પટેજર આવ્યો. તેણે પુનાથી ૪૦૦ ઘોડેસ્વારની ટુકડી મંગાવી, સિંધના બહારવટીઆઓ માટે બંદોબસ્ત કરવા ગોઠવી, અંજાર ચોવીસી કંપની સરકારને તાબે હેઇ, તે પાછી કચ્છ રાજ્યને કબજે સોંપવા મસલત ચલાવી કાઉન્સીલે ઠરાવ્યું કે “વાર્ષિક રૂપીઆ ૮૮ હજાર કંપની સરકારને આપવા, ને અંજાર વીસી રાજ્યને સુપ્રત કરવી.” તેમજ ભુજની ઉત્તર દિશાએ છાવણી માટે જમીન આપવામાં આવે તે ભુજીયાને કિલે પણ રાજ્યને પાછો આપી દેવાની સરકારે ઈચ્છા બતાવી. પણ ઉત્તર બાજુની જમીન રાજગોર બ્રામણોની માલીકીની હોવાથી, તે આપવા રાજ્ય અશક્તિ દેખાડી. એટલે છાવણી હતી ત્યાંજ રહી અને ભુજીયાનો કિલ્લે પણ સરકારના હાથમાં રહ્યો. સંવત ૧૮૭૯માં વરસાદ નહિં વરસવાથી કચ્છમાં ભયંકર દુષ્કાળ પડયો તેથી હજારો ઢેરો મરી ગયાં, ગામોના ગામો ઉજજડ થયાં, અને દેશની વસ્તિનો પાંચમો ભાગ પરદેશ ચાલ્યો ગયો. ૩૦૦૦ લુંટારાઓની એક ટુકડી કચછ જીતી લેવા સિંધથી નીકળી, ભુજથી અઢાર માઈલને અંતરે આવેલા કુદરતી પર્વતના કિલાવાળા હબાઈ ડુંગરમાં છાવણી નાખી પડી. તેમાં દુષ્કાળ પીડિત કચ્છી મિયાણુ, કેળી અને કચ્છને પ્રખ્યાત બહારવટીઓ “તાર લુણાઈ પણ સરદાર તરીકે સામેલ થયા હતા. તેણે ૮૦૦ માણસોથી અંજારની બજારમાં મેટી લુંટ ચલાવી અઢળક ધન એકઠું કર્યું. એટલામાં ભુજથી લશ્કર આવી પહોચ્યું, અને સામસામી ઝપાઝપી ચાલતાં કેટલાક બહારવટીઆઓ મરાતાં, બીજા ભાગી નીકળ્યા. એ લુંટારાઓ સામે ધિંગાણું કરતાં, રાજ્યના માર્યા ગયા સૈનિકોના કુટુંબીઓને વર્ષાસન આપવામાં તથા ઘાયલની સારવારના ખર્ચમાં રાજ્યને બે લાખ રૂપીઆનું નુકશાન ભોગવવું પડયું હતું. લક્ષ્મીદાસ કામદારના પ્રયાસથી સરકારે કચ્છરાજયપર લહેણી નીકળતી ૩ લાખ ૩૮ હજારની રકમમાંથી રૂપીઆ ૮૮ હજાર લઈ ઈ. સ. ૧૮૩૨ના સપ્ટેબરની ૨૦મી તારીખે તહનામું કરી આપ્યું કે હવેથી અંજારને બદલે અપાતી રકમ કંપની સરકારે કચ્છમાં વ્યવસ્થા જાળવવા પિતાના લશ્કરના ખર્ચ માટે વધારેમાં વધારે દરવરસે બે લાખ રૂપીઆ ચાર હપ્ત લેશે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy