SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રીયદુવ’શપ્રકાશ [દ્વિતીયખંડ ક્રેટન મેકર્ડાએ કંપની સરકાર અને કચ્છ દરબાર વચ્ચે થયેલાં કાલકરારામાં ફેરફાર કરી ઇ. સ. ૧૮૧૯ની ૨૩મી ઓકટાબરે ૨૧ કલમેાના એક નવા ખરડા તૈયાર કર્યાં અને તે તહનામા મુજબ વિ. સ. ૧૮૭૫ના જેઠ સુદ ૧૦ના દિવસે યુવરાજશ્રી દેશળજીનેા રાજ્યા ભિષેક થયા હતા, અને તેમની સગીર વયના કારણે રાજ્યકારભાર ચલાવવા એક રીજન્સી કાઉન્સીલ (રાજકારેાખારી મંડળ)ની સ્થાપના થઇ તેમાં સભ્ય તરીકે જાડેજા ભાયાતમાંથી સુમરીરેહાના જાડેજા વજેરાજજી તથા નાગરેચાના જાડેજા પૃથ્વીરાજજી, પ્રજામાંથી રાજગાર ઓધવજી હરભાઇ તથા બ્રહ્મક્ષત્રી રતનશી જેઠા અને રાજ્ય અધિકારીઓમાંથી દિવાન લક્ષ્મીદાસ વલભજી મ`ત્રી તરીકે ચુંટાયા. તેમનાં અધ્યક્ષ તરીકે અંગ્રેજી સરકારના રેસીડેન્ટ નિમાયા. અને રામેશ્રી દેશળજીના નામથી આ રાજ્ય કારાબારી મંડળે રાજ્યમાં સાગ સુધારા કરી, યોગ્ય વ્યવસ્થા દાખલ કરી શાન્તિ સ્થાપી. પરંતુ વિ, સ’. ૧૮૭૫માં પ્રજાના કમભાગ્યે એક દૈવી આફત આવી પડી તે એકે ઇ. સ. ૧૮૧૯ના જીનની ૧૬મી તારીખે સાંજના સાડા છ વાગ્યાને સુમારે કચ્છમાં ભયંકર ધરતીક'પના એક આંચકા લાગ્યા, તેમાં લગભગ એ મીનીટ સુધી જમીન ચાલતી હૈાય તેમ લાગ્યું, તેથી માસાને ઉભું રહેવું પણ મુશ્કેલ થઇ પડયું. અને દરેક મકાનેા પાયાથી ખળભળી ગયાં. તે પછી ચાર કલાક દરમિયાન ખીજા ત્રણ આંચકા લાગ્યા. બીજે દિવસે આખા દહાડા ધરતી વખતેા વખત સહેજસાજ ધ્રુજતી, તેમજ પવનના મેટા ઝપાટા વારવાર લાગતા. અને ખટારાના ખડખડાટ અને ધમધમાટ જેવા ભયંકર અવાજ બીજી આખી રાત્રી સુધી ચાલ્યા. ત્રીજી રાત્રે પાણાદશ વાગ્યે પવાજ જરા બંધ થયે, અને એક અસાધારણ આંચઢ્ઢા લાગ્યા તે પચાસ વીપળ (સેકન્ડ)સુધી ચાલ્યું લગભગ છ અઠવાડીયા સુધી સહેજસાજ આંચકાએ લાગ્યા કરતા હતા. એ ધરતીક પ અને પવનના સખ્ત આંચકાથી આખા કચ્છમાં જીવ જાનવરા અને માલમિલકતની માટી નુકશાની થઇ, ભુજમાં ૭૦૦ મકાના તૂટી પડયાં, રાજમહેલ પણ તે વખતે રહેવા માટે નકામા થઇ પડયા. અને ૧૧૦૫ માણુસા દટાઇ મરણ પામ્યાં, તેવીજ રીતે અંજાર, માંડવી અને લખપતમાં પણ માણસેા જાનવરા અને માનેાની ઘણી નુકશાંની થઇ હતી. કચ્છમાં સારામાંસારા “તેરાને કિલ્લા' જમીન દાસ્ત થઇ ગયા. અને કચ્છની ઉત્તરે અવેલા રણ પમ અને બન્નીમાં પાણીની રેલ આવી તેની પૂર્વ પશ્ચિમની પહાળાઇ જાણવામાં આવી નથી. પણ ઉત્તર અને દક્ષિણે છમાઈલ સુધી પાણી ફરી વળ્યાં તેની ઉંડાઇ અઢીથી ત્રણ ફ્રુટની હતી. જે થાડા કલાક પછી અરધી થઇ હતી, તે વખતે ત્યાંથી એક મુસાફર ઘેાડે બેસી જતા હતા તે કહે છે કે “પાણીની સપાટીપર પ્રથમ સંખ્યાબંધ ધુળના ઢગલા દેખાતા હતા, તે ઢગલાના મેાઢામાંથી હવા અને પાણી ભભુકી નીકળતાં હતાં તેથી સુકાઇ ગયેલી નદીએ ચેાડા વખતમાં પાણીથી ભરાઇ ગઇ હતી, તેથી ધણા ખારાકુવા મીઠા અને મીઠા કુવા ખારા થઈ ગયા હતા,” રણથી પશ્ચિમ બાજુમાં ગુલામશાહે સિંધુનું પાણી આવતું અટકાવવા જે મેટા બધ બાંધ્યા હતા તે જગ્યાની જમીન (બંધ) ધરતીક′પથી ૧૮ પુટ ઉંચી થઇ હતી, તેમજ ૧૦ માઇલ પહેાળી અને ૧૦ માઇલ લાંબો થઇ પડી હતી. આવા કુદરતી બધ સિંધુ નદી વચ્ચે પડતાં, લેાકેા તેને અલ્લાહુ મધ કહે છે, અને તે “ રાયમાબઝાર”થી ૧૦ માઇલ દૂર છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy