________________
ત્રયોદશીકળ] કચ્છ સ્ટેટનો ઈતિહાસ
૧૯૩ યુવરાજશ્રી પ્રાગમલજી અને હમીરજી ઉફે ગગુભા નામના બે કુમારે હતા, તેમાં યુવરાજશ્રી ગાદીએ આવ્યા અને કશ્રી હમીરજીને તેરા પરગણું ગીરાસમાં મળ્યું. વિ.સં ૧૯૧૭ના શ્રાવણ સુદ ૯ને ગુરૂવારે ૪૫ વર્ષની વયે ૪૧ વર્ષ રાજ્ય ભોગવી, મહારાઓશ્રી દેશળજી સ્વર્ગે સીધાવ્યા,
શ્રી દ્વાદશી કળા સમાપ્તા.
| શ્રી ત્રાદશી કળા પ્રારંભઃ | (૨૩) મહારાઓશ્રી પ્રાગમલજીબ A] (વિ. સં. ૧૯૧૭થી
૧૯૩૨
..
મહારાઓશ્રી પ્રાગમલજી જ્યારે કુંવરપદે હતા ત્યારે કચ્છી પ્રજા તેમને રાજીના નામથી બેલાવતી. પણ જ્યારે વિ.સં. ૧૯૧૭ના શ્રાવણ સુદ ૧૧ના દિવસે ગાદીએ બીરાજ્ય ત્યારે પ્રાગમલજી નામ ધારણ કર્યું એ વખતે મુંબઈ ગવર્નર લેડ જ કલાકને મુબા રકબાદીને સંદેશ પોલીટીકલ એજન્ટ વાંચ્યો હતો કે “આપ નામદાર કચછની ગાદીએ આવ્યા તેના માટે હું આપને સહર્ષ મુબારકબાદી આપું છું. આપ ખાત્રી પૂર્વક માનજે કે આ સરકારની મૈત્રી મકકમ છે. આપ નામદારના પિતાએ સુલેહશાંતીથી દીર્ધકાળ પર્વત, આ સરકારી સન્મુખ સન્માન પ્રાપ્ત કર્યું હતું. હું આશા રાખું છું કે આપ નામદાર પણ તેમનું અનુકરણ કરશો. મને આપને સાચો મિત્ર જાણી ખુશી ખબર આપતા રહેજે”
મહારાઓશ્રી પ્રાગમલજીના વખતમાં વિ. સં. ૧૯૧૭માં ભયંકર દુષ્કાળ પડયો હતો. તે વખતે મહારાઓશ્રીએ ખાદ્ય પદાર્થો અને ઘાંસ ચરા પર લેવાતી જગાત બંધ કરી હતી, એટલું જ નહિં પણ સસ્તાભાવે ગરીબોને દાણ આપવાનો યોગ્ય પ્રબંધ બાંધ્યો હતો, તેમજ દેશના દુષ્કાળ પીડીત લોકો માટે જાહેર બાંધકામો ખેલ્યાં હતાં, મહારાઓશ્રીને મોગલ સમ્રાટ શાહજહાનની પેઠે ઉત્તમ બાંધ કામનો શોખ હતો, તેથી દેશી પરદેશી ( ઇટાલીના ) કારીગરો તેડાવી પોતે એક અદ્દભુત મહેલ બંધાવ્યો હતો. જે આજે “પ્રાગમહેલ” ના નામે ઓળખાય છે. તેનું ખર્ચ પણું ઓગણીસ લાખ રૂપીઆ થયું હતું. તેમજ દેઢલાખ રૂપીઆ ખચ ભુજમાં આલકેડહાઇસ્કૂલનું મકાન બંધાવ્યું હતું, “ એડવર્ડ બ્રેકટર ” નામનો માંડવીને ફડદો બે લાખ રૂપીઆ ખચી બંધાવ્યો હતો, તેમજ માંડવીના. ડુંગરામાં “ પ્રાગાસર ” નામનું તળાવ બંધાવ્યું, ભુજમાં મોટી હોસ્પીટલ, નવી જેલ, અશાળા, ગજશાળા, વગેરે ભવ્ય મકાનો બંધાવ્યાં હતાં. અને “શરદબાગ” નામનો એક સુંદર બાગ બનાવ્યો, હતો. વિદ્યા સાહિત્યનાં બીજ પણ તે મહારાઓશ્રીના વખતમાંજ કચ્છ પ્રદેશમાં વવાયાં હતાં. ઇ. સ. ૧૮૭૧માં રા. સા. દલપતરામ પ્રાણજીવન ખખરને ભુજ એડહાઈસ્કૂલના હેડ માસ્તર તરીકે બેલાવી, પાછળથી વિદ્યાધિકારી નિમ્યા હતા.