SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ દશમી કળા] કચ્છ સ્ટેટના ઇતિહાસ ૧૮૧ ખટપટ કરી અને તેને ૭૦ હજારના લશ્કર સાથે કચ્છ આવવા નોતર્યો ગુલામશાહના લશ્કરના ખબર મહારાઓશ્રીગોડજીને થતાં, તેઓશ્રીએ જામનગરથી જામશ્રી લાખાજીની મદદ માગી તેથી જામશ્રી લાખાજી પિતાના ૪ હજાર ચુનંદા સૈનિકોને સાથે લઈને ભૂજ આવ્યા તેમજ રાયઘણુપુરથી નવલાખ કારીના ભાડે એક ઘોડેસ્વારની મોટી ટુકડી બોલાવી. તેમજ પિતાના પરગણાં, વાગડ, મીયાણી પાવર, અબડાસા, કાંઠી, ઘંગ, ગરડા વગેરે સ્થળેથી મીંયાણુ, જત, બોરીચા, આમર, નોતીયાર, સમા, સુમરા, સૈયદ, મલેક, હાથી, મોકળસીંહ, બુટ્ટાબારાચ, વીરભદ્ર, અબડા, સાહેબ, વગેરે સરદારો તથા ભાયાતોને બોલાવી મેટા સૈન્યની તૈયારી કરી, કચછની સરહદે ઝારાના ડુંગર ઉપર જીવણશેઠની સરદારી નીચે છાવણી નાખી. ગુલામશાહ ગી કરછની સરહદ નજીક આવ્યો. પરંતુ અગાઉથી ઉજડ કરેલા જળાશયોમાં પાણી નહિ હોવાથી, સીધી લશ્કર હાલ બેહાલ થયું અને મહામુસીબતે બપોર પછી ઝા નજીક આવ્યું. એ વખતે જે જીવણશેઠે તેના ઉપર ધસારો કર્યો હોત તો સહેજ વારમાં વિજ્ય મેળવત પણ એ પ્રઘાનમાં કુશળ સેનાધિપતિની બુદ્ધિ ન હતી. બે દિવસ પછી વહેલી સવારે સીંધી લશ્કરે ઝારાના ડુંગરપર ધસારો કર્યો. તેથી કચ્છી પચીએ જામગ્રી પટાવી, તેપોના અવાજ કર્યા. પણ કમ ભાગ્યે એક જગી તેપ પહેલેજ ભડાકે ફાટી. તેથી કેટલાકનું મરણ થતાં, કચ્છી લશ્કરમાં ગભરાટ ફેલાયો. તેને લાભ લઈ સીંધી લશ્કર ટેકરી ઉપર ચડી જતાં હાથોહાથની લડાઈ ચાલી. તેમાં જીવણ શેઠ અને તેના કેટલાક યોહાઓ કામ આવ્યા એટલે જમશ્રી લાખાજીએ સહેજ વારમાં કચ્છી લશ્કરને પડકારી ન્યૂહરચનામાં ગોથ્વી, લડાઈ શરૂ કરી. તેઓશ્રીએ અસાધારણ વીરતાથી લડી, સેનાધિપતિ દરીયા ખાનને મારી ટેકરીને કબજે પાછો મેળવ્યો. અને સાંજ પડતા સુધીમાં તે કેટલુંએક સીધી લશ્કર કાપી નાખ્યું. બીજે દિવસે ગુલામશાહે વષ્ટિ ચલાવી. રાઓશ્રીએ પણ હજારો માણસની કલા નહિં ચલાવવાનું યોગ્ય જાણી. પુંજા શેઠ મારફત સુલેહ કરાવી. પુંજાશેઠે ગુલામશાહની માગણી મુજબ રાજકન્યા પરણાવવાનું વચન આપી પોતાના દીકરા દેવજીને એળગમાં આપી ગુલામશાહને સિંધ તરફ પાછો વાળ્યો. પુંજાશેઠને દિવાનગીરી મળ્યા પછી, શેઠ પિતાના દિકરાને ઓળગમાંથી પાછો લાવવા સારૂ કન્યા પરણાવવાનું વખતોવખત રાઓશ્રીને કહેતા હેવાથી, રાઓશ્રીએ ચિડાઈ તેને કેદમાં નાખ્યો. અને ત્યાર પછી ઝેર દઇને કેદમાંજ મરાવી નાખે. એ વાતની ખબર ગુલામશાહને થતાં વિ. સં. ૧૮૨૧માં ૫૦ હજારના લશ્કરથી પાછો કચ્છ ઉપર ચડી આવ્યો, પણ ગુલામશાહના દિવાન ગીધુમલે ભુજીયા કિલ્લાના તથા કચ્છી લશ્કરના ધણું વખાણ કર્યા તેથી સુલેહ મુજબ વર્તવા કહેવરાવવાથી રાઓશ્રીએ ખાખરના જાડેજાની રખાયતની દીકરી ગુલામશાહને પરણાવી પાછો વાળ્યો. પણ પાછા વળતાં લખપત ગામે ૫ હજાર સૈનિકેનું થાણું બેસાયું અને હિમાલયનું પાણી કચ્છના વિશાળ પ્રદેશ બની અને ગરડામાં કેરી નામની સિંધુની શાખા વાટે આવતું, તે અટકાવવા અલીબંધ પાસે એક મોટો બંધ બંધાવી કચ્છને દરસાલ આઠ લાખ કારીની થતી પેદાશ અટકાવી. અઢળક ચોખા (ડાંગર)ના પાકની પેદાશ બંધ કરી કરછ દેશને કાયમના માટે હિમાલયના પાણીથી વિહીન કર્યો. સંવત ૧૮૨૮માં ગુલામશાહ મરણ પામતાં, તેની ગાદીએ શાહજાદો સરફરાજ આવ્યો તે રાજ્ય ચલાવવામાં અશકત અને વિલાસી હેવાથી, પંજાશેઠનો
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy