SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશે. [દ્વિતિયખંડ એક ઉત્તમ કારીગીરીવાળે આયના મહેલ બંધાવ્યા હતા. જે હાલ પણ ભુજમાં જોવા લાયક છે. રામસંગની દેખરેખતળે મહારાઓશ્રીએ એક તે બાંધવાનું કારખાનું ઉભુ કરાવ્યું. તેમાં સંખ્યાબંધ તે તથા બીજી પણ કેટલીક કારીગીરીની ચીજ બનતી, દરબાર (કચેરી) ભરવાની પૃથા આ મહારાઓશ્રીના વખતથી જ શરૂ થઈ તેમજ દિલ્હી અને કાબુલમાં એલચીઓ રાખવાનો રિવાજ પણ ત્યારથી જ શરૂ થયો. સંવત ૧૮૦૩માં મોગલ સમ્રાટ આલમગીર બીજાને તથા કાબુલના અમીરને મહારાઓશ્રી લખપતજીએ મોટી લશ્કરી મદદ આપી હતી. તેથી બાદશાહે “મિરઝ” ને ખિતાબ અને અમીરે “ મહારાજાધિરાજ'ની પદવિ મહારાઓશ્રીને બક્ષી હતી. ભટાર્ક કનકકુશળજી પાસેથી મહારાઓશ્રી વૃજભાષા ને અભ્યાસ કર્યો હતો. તેમજ રાજકવિ હમીરજી રતનું અાચી)ની પ્રેરણાથી ભુજમાં શ્રી લખપત વૃજભાષાપાઠશાળા સ્થાપી. અને તેમાં બ્રાહ્મણ, ચારણ, ભાટ વગેરે જે કંઈ વૃજભાષા (પિંગળ) ને અભ્યાસ કરવા આવે તેને ખોરાક તથા પુસ્તકે રાજ્ય તરફથી આપવા પ્રબંધ બાંધવામાં આવ્યા. જે હાલ૫ણ ચાલુ છે. મહારાઓશ્રી લખપતજીએ વિલાસી જીવન ગાળવાથી ૪૪ વર્ષની નાની ઉંમરે તેમને અસાધ્ય રોગ લાગુ પડે. મૃત્યુ પાસે આવેલું જાણું, તેઓશ્રીએ પિતાના તમામ ભાયાત તથા સર્વ સરદારોને બોલાવી, માનસંગજી, ખાનજી, સબળસંગજી, કલ્યાણજી, મેઘજી અને કાનછ એ છ અને રસ પુત્રમાંથી ગમે તે એકને પસંદ કરી પિતાની પાછળ રાજ્યગાદિએ બેસાડવાની વાત કરી. પરંતુ ભાયાતો અને સરદારોએ તે વાત મંજુર ન રાખતાં તેઓના અતિ આગ્રહથી યુવરાજ ગોડજીને મુંદ્રાથી બોલાવ્યા. વિ. સં. ૧૮૧ન્ના જેઠ સુદ ૬ના દિવસે માહારાઓશ્રી લખપતજીએ સ્વર્ગવાસ કર્યો અને તેમની પાછળ પંદર રખાયત સ્ત્રીઓ પણ સતિ થઈ. જેઓના પાળીયા લખપતજીની છતરડીમાં હજી મોજુદ છે. (૧૯) મહારાઓશ્રી ગોડજી[બીજા]વિ. સં. ૧૮૧૭થી ૧૮૩૫) રાઓશ્રી ગોડજી મુંદ્રાથી આવી ભૂજની ગાદીએ બિરાજ્યા અને જીવણશેઠને દિવાન બનાવ્યા. પુંજાશેઠને દિવાનગીરિ ન મળવાથી તેણે સિંધના અમીર ગુલામશાહુ આગળ જઈ, * આ પાઠશાળામાં શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના મહાનક વીશ્વર શ્રી બ્રહ્માનંદજી સ્વામી કે જેઓ પુર્વાશ્રમમાં આશીઆ ઓડકના મારૂ ચારણ હતા આબુરાજની તળેટીમાં આવેલ ખાણ ગામે શંભુદાનજીને ત્યાં લાડુજી નામે અવતર્યા હતા, તેઓશ્રી એ આ લખપત પાઠશાળામાં સંપૂર્ણ અભ્યાસ કરી શતાવધાનિ થઈ અઢાર ગ્રંથો રચી. સ્વામિ નારાયણ સંપ્રદાયમાં સાહિત્ય માટે ફાળો આપ્યો હતો. આવાં અનેક નરરત્નો આ પાઠશાળામાં અભ્યાસ કરી કવિ પદ્ધવિને પામ્યા છે. હાલ તે પાઠશાળાના મુખ્ય અધ્યાપક રાજકવિ હમીરજી પંચાણજી ખડીયા છે, જેના ઉપર વિદ્યમાન મીરઝાં મહારાઓશ્રી ખેંગારજી સવાઈ બહાદુર અપૂર્વ પ્રીતિ રાખે છે. એ ચારણદેવે વિદ્યાર્થીને ઘણું કાળજીથી અભ્યાસ કરાવી કેટલાએક રાજકવિઓ બનાવ્યા છે. પ્રભુ એ ચારણી વિદ્યાના આત્માને અમર રાખે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy