SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રીયદુવંશપ્રકાશ [દ્વિતીયખંડ દિકરો દેવજી ત્યાંથી નાસી છૂટયો. તેણે ભુજ આવી રાઓશ્રીની મદદથી લખપતમાં બેસારેલ પાંચ હજાર માણસના સિંધી થાણાને ઉઠાડી મેલ્યું. તેથી રાઓશ્રી ગોડજીએ તેને દિવાનની જ આપી પાઘડી બંધાવી એ વખતે નવાનગરમાં મેરૂખવાસનું પ્રબળ હોવાથી, કચ્છની ગેરવ્યવસ્થાને લાભ લઈ, મેરૂએ બાલંભાનો કિલ્લો કચ્છ પાસેથી લઈ લીધે હતો. રાઓશ્રી ગોડજી બહુજ વહેમી હતા. તેથી પોતાના અંગરક્ષણ માટે ૪૦૦ સીદીઓને (હબસીઓને) પાસે રાખ્યા હતા. પણ તે સીદીક રાજ્ય કારોબારમાં માથું મારતા તેથી ભાયાતો તથા રાણુઓએ એક સંપી કરી ભાયાતી લશ્કર મહેલની આસપાસ ગોઠવી, ૪૦૦ સીદીઓને દેશપાર કર્યા. વિ. સં. ૧૮૩૫ની નાગપંચમીને દિવસે મહારાઓશ્રી ભુજીયા દેવનાં દર્શન કરી સ્વારીમાંથી પાછા આવ્યા પછી સાતમે દહાડે ભગંદરના અસાધ્ય રોગમાં દેહ છોડયા. (૨૦)મહારાઓશ્રી રાયધણજી(બીજા) વિ. સં. ૧૮૩૫થી ૧૮૭૦) ચૌદ વર્ષની સગીર વયે રાઓશ્રી રાયધણુછ ભૂજની ગાદીએ આવ્યા. તે વખતે રાજ્યને સઘળો કારભાર દેવજી શેઠ ચલાવતા હતા. મરહુમ મહારાઓશ્રી ગોડજીના અંગરક્ષક સીદીઓ પાછા હળવે હળવે હજીરમાં દાખલ થયા. તે બધા રાઓશ્રીની યોગ્ય ઉમર થતાં તેમની પાસે કરતાહરતા થઈ પડ્યા. સીદીઓના સરદાર જમાલમીયાંએ દિવાન દેવજી શેઠ ને તથા તેના ભાઈઓને કેદ કરી દંડ લઈ મારી નખાવ્યા. તેમાંના મરીચ નામના સીદીએ રાઓશ્રીને મહમદપન્ના નામના એક પરદેશી ઇસ્લામીની દોસ્તી કરાવી એ મહમદપનાના ઉપદેશથી ૨૦ વર્ષની કાચી ઉંમરે રાઓશ્રીએ ઇસ્લામી ધર્મ તરફ પિતાનું વલણ બતાવ્યું. તે એવી રીતે કે એક ગાંડા માણસની પેઠે તેઓ હાથમાં ખુલ્લી તરવાર લઈ સીદીઓના ટોળાં સાથે ગામમાં ફરતા અને હિંદુઓને પરાણે પકડી કલમાં પડાવતા, કપાળમાંથી ટીલું ભુંસાવી નાખતા. અને ટીલું ન ભૂંસી નાખતા તેને મરાવી નાખતા મંદિરમાં જઈ મૂર્તિઓ તેડતા, ઉપર પ્રમાણે જ્યારે સીદીઓ સાથે બજારમાં નીકળતા ત્યારે હિંદુઓ ઘર અને દુકાને બંધ કરી છુપાઈ બેસતા. એક વખત અંગરક્ષકે રાઓશ્રીને માંડવીબંદર લઈ ગયા. અને ત્યાંના સુંદરવરના મંદીરમાં પ્રવેશ કરી મૂર્તિ ખંડિત કરવા તજવીજ કરી. અને બજારમાં કેટલાએક ગોવધ કરી લેહી છાંટયા. એ લેહી સાથે મંદિરમાં પ્રવેશ કરતાં શહેરના સંખ્યાબંધ બ્રાહ્મણો અને હિંદુઓએ હુલ્લડ કર્યું. તેમાં ત્રણ માણસો માર્યા ગયા અને કેટલાએક ઘવાયા ત્યાંથી રાઓ રાયઘણજી સીદીઓ સાથે ભુજ ગયા એ વર્તણુંકથી રાણુઓ તથા પ્રજાએ કંટાળી, દિવાન વાઘા પારેખ સાથે એકતા કરી. તેથી વાઘાપારેખે પિતાના ભાઈ કેરાને ૪૦૦ માણસ સાથે અંજારથી બોલાવી લીધા. તેઓએ ઓચીંતા રાજમહેલમાં દાખલ થઈ રાઓશ્રીને પકડવા તજવીજ કરી, પરંતુ રાઓશ્રી અગાસી ઉપર ચડી નાશી ગયા. અને તેના અંગરક્ષક સીદીઓ તથા પઠાણેએ લડાઈ કરી એ ચારેય માણસને બંદુકેથી મારી નાખ્યા એ મુડદાંને ભેળાં કરી ભીડને નાકે એક ખાડો ખોદાવી તેમાં દટાવી માથે ઓટ ચણાવ્યો. તે ઓટાને લેકે હાલ વાઘાસર કેરાસર કહે છે. મહમદપન્નાની શીખવણીથી ભુજના મંદીરની મૂર્તિ ખંડનને એક દિવસ રાઓશ્રીએ મુકરર કર્યો આ વાતની ખબર ભુજના હિંદુઓમાં થતાં મેટો કેળાહળ થશે અને તેથી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy