SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રીયદુવ'શપ્રકાશ [દ્વિતીયખડ થએલ નુકશાનીને બદલે આપી તેને શાંતિ પમાડી લાખીયાર વીયરે જઇ રાજ્યાભિષેક કરી જામ પી ધારણ કરી. તે પછી કેટલેક માસે લખીયારવીયરા છેડી કેરાકીટર્મા ગાદી સ્થાપી. ( વિ. સ. ૧૫૬૨ ) દેવને પણ દુ`ભ એવા પેાતાના છ છ દીકરાના બલિદાન આપી જેમ નાળિયેર વધેરતાં ગાટા જુદા પડે તેમ ધડથી માથાં જુદાં પડતાં જોઇ રહેલા એ મિયાણાને પણ ધન્ય ! તેની સીને પશુ ધન્ય !! ષતે તેના પુત્રોને પણ ધન્ય !!! કે પોતે મરીતે માથાં આપ્યાં છતાં શરણાગતને કાઢી આપ્યા નહિં. જામ રાવળજીના ગયા પછી એજરાત્રે કુવાને કાલરમાંથી ક!ઢયા અને છછટ્યુટા ને પણ ખેલાવી તેમને જમાડી મેડી રાત્રે અમઢાવાદ તરફ જતનથી સંભાળ પુર્વક જવાની સુચના સાથે છછરછુટાને સાંપ્યા. ખેંગારજી અને સાહેબજીએ ગંજીમાં રહી આ ક્રૂર નજરે જોયા હતા પેાતાના જીવન દાતાને તેને યાગ્ય બદલાયાગ્ય તકે આપવાનું ધારી તેને રામ રામ કરી ત્યાંથી ચાલી નીત્યા. અંધારી રાત્રિમાં એ કચ્છધરાની કઠણુ ભૂમિમાં ચાલતાં ચાલતાં કુંવરા થાકી ગયા. મહામુશિખતે રણુ એળગી તે ચરાડવા ગામને પાદર જઇ સૂતા. છછરબુઢા ચોકી કરતા હતા તેવામાં તે ગામમાં રહેતા માણેક મેરજી ( શ્રાવકાના ધેાળીઆ પૂજ ) ગારજી નીકળ્યા અને ખેગારજીના પગની ઉર્ધ્વ રેખા વિગેરે ચિન્હ જોઇ તેણે ભવિષ્ય ભાખ્યું કે “આ કાઇ રાજકુમાર છે અને મેાટું રાજ્ય મેળવશે” એ સાંભળી છટ્યુટે તમામ વાત કરી. ગારજીને વાત સાંભળતાં દયા આવી તેથી ગામમાં પેાતાની પેશાળમાં (પાઠશાળાએ) તેડી ગયા. એ વખતે નવરાત્રિના યજ્ઞની પૂર્ણાહુતિ થતી હતી. તેથી ગારજીએ ખેગારજીને સાથે લઇ જપેાતનાં ઇષ્ટદેવ આશાપૂરાજી આગળ આશીવચન માગ્યું. એથી દેવીએ પ્રસન્ન થઇ યજ્ઞ કુંડમાંથી એક ×સાંગ કાઢી આપી. તે ગેરજીએ ખેંગારજીને આપી. અને કહ્યું કે “આ સાંગથી તમને તમારૂં રાજ્ય પાછુ મળશે. એની નિશાનીમાં અહિંથી તમે એક મુકામ જશા ત્યાં જાર તથા દહીં ખાવા મળશે. એટલે ધેાળી વસ્તુ ખાવા મળશે અને કાળા ઘેાડા સ્વારી માટે મળશે એમ માતાજીનું વચન છે” .. માણેક મેરજીનું વંચન સત્ય માની તેને આશીર્વાદ લઇ તેએત્યાંથી ચાલતા થયા. એક મજલ ચાલતાં દહી°સરા ગામ આવ્યું. ત્યાં લાખીયાર વીયરાના સુતારની દીકરી પરણેલી હતી. તે પાણી ભરવા આવતાં કુંવરાને ઓળખી ગઇ તેથી અત્યાગ્રહથી પેાતાને ધેર તેડી ગઈ અને સ` હકીકતથી વાક્ થઇ, પોતાના દેશના રાજકુંવરીને આવી હાલતમાં જોઇ બાઇ ધણું દુ:ખ પામી, કુંવરાને માટે જમવાની સગવડ કરવાની તૈયારી કરી પણ `વરા ઘણા ભૂખ્યા હોવાથી છછરમુઝે કહ્યું કે “અમને બહુજ ભુખ લાગી છે માટે જે કાંઇ ધરમાં × એ સાંગ હજી કચ્છમાં ભૂજની રાજગાદી પાસે રાખી રા' ખાવા તે ગારજીના શિષ્યાના હાથથી પુજન કરાવે છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy