SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ નોમી કળા " કચ્છ સ્ટેટના ઇતિહાસ જામ હમીરજીના મરણના ખબર તેના નમકહલાલ નોકર છછરબુટ વીંઝાણું આવીને આપ્યા. અને ત્યાંથી સહી સલામત નીકળી જવાનું કહેતાં બંને કુમારો છછરભુટા સાથે તેઓની મારી પાસેથી થોડી ખરચી લઈ અમદાવાદ તરફ રવાના થયા. જામ રાવળજીએ વીઝાણમાં તપાસ કરતાં કુંવરો ન મળવાથી તેનું પગેરૂ લઈ પાછળ પડયા, સાપર ગામે આવતાં છછરભુટાને પાછળ વાર આવે છે. તેવું જણાતાં ત્યાં સંતાવા તજવીજ કરી. રાજકુંવર ઉપર વ પડ્યો છે. એમ જાણી. શાપરના મિયાણા ભીયાકકલે કુંવરને આશરો આપી (કાલરમાં) ગંજીઓમાં સંતાડયા. અને છછરબુટ કેઈ ડુંગરાની ખીણમાં સંતાઈ ગયો. રાવળજી પગેરૂં લઈ ભીં'આકકલને ઘેર પગ આવતાં ત્યાં આવ્યા. અને કુંવર કાઢી આપવા કહ્યું. પણ મિયાણું કુળદિપક ભીંઆ કલે પિતાનો શામ ધર્મ બરાબર બજાવ્યો જ્યારે તેણે તથા તેની સ્ત્રીએ કુંવરો આંહી નથી તેવું સાફ કહ્યું ત્યારે જામ રાવળે તેના દીકરાનું તલવારથી માથું કપાવી નાખ્યું. છતાં પણ તેઓએ કુંવરોની બાતમી આપી નહિં. એથી જામ રાવળ ગુસ્સે થઈ તેના દીકરાઓને પકડી મંગાવી એક પછી એક એમ છ દીકરાનાં માથાં કપાવી નાખ્યાં. છેવટે સાતમા દીકરાનું માથું કપાતી વખત મીયાણાની ચી એ ખાનગી રીતે પિતાના પતિને કહ્યું કે “ આપણે તે કુતરાની જાત છીએ હૈયાત હશું તે બીજા દીકરા થશે પણ આ સિંહના બચ્ચા જેવા જે રાજ્યના ખરા હકદાર છે તેને ગભરાઈ સેપી દેશે નહિ” એથી મિયાણે હિંમતવાન બન્યો. જામ રાવળજીએ કહ્યું કે “ અમારા દુશ્મનને કાઢી દે નહિતર તારા છેલ્લા દીકરાને વાઢી વંશનું ઉચ્છેદન કરીશ” તે સાંભળી ભીયાં કમલે કહ્યું કે “તમે ઘણું છે મારા પુત્રને મારી નાખો તો ભલે તમારા, દુશ્મન અહીં નથી. હેય તો હાજર કરું ને! એ સાંભળી સાતમા છોકરાને ગરદન મારવા જામ રાવળે જ્યારે મારાઓને હુકમ કર્યો ત્યારે જામના એક અમીરે રાવળજીને વિનવીને કહ્યું કે “આ મીયાણું પાસે આપણું દુશ્મને જાણતા નથી કારણ કે બીજાના પુત્રને બચાવા ખાતર પિતાના પુત્રોને મરાવી કુળને ક્ષય કેણ કરે? તેમજ રાંક થઈ ગએલા એ ગરીબ રજપુતે હવે શું થડાજ છત્રપતિ થવાના છે?” ઉપરના અમીરના વિચારો યોગ્ય જાણી મિયાણાના સાતમા દીકરાને માર્યો નહિ. પરંતુ ગામની અંદર પગ આવ્યો છે. તેમ પગી લેકે હોડ બકીને કહેતાં ગામમાં ઢંઢેરો પીટાવ્યા. કે” તમામ પ્રજા બહાર નીકળી જાય ગામ સળગાવવું છે. પ્રજા માત્ર બહાર નીકળતાં ગામને સળગાવ્યું ગામથી દુર આવેલા વાડાઓમાં ઘાસની ગંજીઓ હતી. તેમાં સંતાડયાનો રાવળજીને શક આવતાં તે ગંજીઓ સળગાવવા હુકમ કર્યો પરંતુ ગામના લોકોએ અરજ કરી કે “અન્નદાતા અમને અનાજ અને કપડાં વિનાના તો કર્યા, આપ ગો બ્રાહ્મણ પ્રતિપાળ છે. તે ગાયોને ચરો સળગાવી તેને ભૂખ્યાં મારવી એ આપનો ધર્મ નથી.” ઉપરના વિનય વાકયથી જામ રાવળે ગંજીઓ સળગાવી નહિ. પિતાને ખાત્રી થઈ કે કુંવરે અહીં નથી અને કદાચ હશેતે ગામ શાથે બળી મૂઆ હશે તે પછી સાપરની પ્રજાને
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy