________________
સપ્તમી કળ] કચ્છ સ્ટેટનો ઈતિહાસ
૧૫૭ પગ પરથી ઉતારી મૂકો. જામનંદો આ તમાસાથી અજબ થશે. પરંતુ તેનો ઉઘે અથ લીધે કે “ આજે જેમ મને બાદશાહનું જનાનખાનું બતાવ્યું તેમ કાલે કોઈ બીજાને મારૂં જનાનખાનું બતાવે તેમાં શંકા નહિં. માટે આવા પુરૂષને જીવતો રાખવો એ લાછમ નથી ” એમ ધારીને મામૈનું માથું તલવારને એકજ ઝાટકે કાપી નાખ્યું. તુરતજ મામૈને ધડે માથું પોતાના હાથમાં ઝીલી લઈ ચાલવા માંડયું અને જામ નંદાને કહ્યું કે “ તું મારી પાછળ મુત્સદ્દી (લહીઆ ને મોકલ તેઓ હું જે ભવિષ્ય કહું તે લખતા જાય ” તેથી જામનંદાએ તે પાછળ મુત્સદ્દીઓને મોકલ્યા. ને મામૈદેવનું માથું નીચેના દુહાઓ બેલતું ચાલ્યું અને મુત્સદીઓ તે લખવા લાગ્યા:| મામૈ માતંગનું કચ્છીભાષામાં ભવિષ્ય કથન છે दुहाः-जधरीए जंधर थीदा, हबे थिदा अंगार ।
जाळ पाडो न चडंधो, तडे छुटंदी कच्छ तरार ॥ १ ॥ અર્થ –ધરીયા ડુંગરમાં ઘંટીઓ અને હબાયના ડુંગરમાં કાયલાએ નીકળશે ત્યારે કચ્છની તલવાર જશે, શું થવાનું છે. ] જો ને કુવો, તાવ થી
- स्वाखड थीं दो कच्छडो, जाडे जे मुला ॥ २ ॥
અર્થ –કાજી (કોઠારાને કુડધરજી (સાંઘણુ) મૂળજી (આડેસર) અને રાયઘણજી નામે રા થશે ત્યારે જાડેજાઓને હાથ કચ્છમાં ડોળ થશે. (રા. શ્રી, રાયઘણજીના વખતમાં થઈ ગયું)
ढाल पीनंदी तरारं पीनंदी, पीनंदी कटारी ।
जाचक पीनण छडीदा, जडें थीं दी लुरेंजी वारी ॥ ३ ॥ અર્થ:-તરકટાઈને વખત આવશે. જાચક જાચવું છોડી દેશે, અને ઢાલ તરવાર, કટારી ભીખ માગશે, (વખત આવી ચૂક્યો છે.)
लूर जगंधा लोकमें, खोटा मडंधा खत्त ।
मो न डीधा मंगणे, लाये परीये पत्त, ॥ ४ ॥ અર્થ લોકોમાં તરકટ જાગશે ખોટો ખત્ત મંડાશે અને પિતાના પૂર્વજોના પરીયા વાંચનારને માન આપશે નહિં. (હાલ તે સમય ચાલે છે.)
जेडो थीदो झीकडी, तित मीलंदा मे ।
हबे कणी पतंग जी, शामके लगंधी खे ॥ ५॥ અર્થ:–ઝીકડી પાસે યુદ્ધ થશે. ત્યાં મીયાણાઓ ભેળા થશે. અને હબામાં આગ લાગશે. તેની ધુંખળ (ધું વો) શામ જખ ઉપર લાગશે (સં. ૧૮૮૧માં યુદ્ધ થઈ ગયું)
उकरडे तें डीया बरंधा, मुंघा थीदा मी। परजा राजो सामी थींदी, एडा अचीदा डी ॥ ६॥