SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રીયદુવંશપ્રકાશ [દ્વિતીયખંડ કહયું નહિ, જમતી વખતે બિલાડાનું માંસ નજરે જોતાંજ મામૈદેવે પાણીની અંજલી મંત્ર ભણીને છાંટતાં બિલાડે સજીવન બની ચાલતો થયો. અને દે ગુસ્સે થઈ અબડાને કહ્યું કે “ આવા નીચ લંધાની સોબતથી તે મારું અપમાન કર્યું છે. માટે તેને શાપ આપું છું કે “ તું હવે થોડા જ વખતમાં તારા હાથથીજ તારા કુટુંબનો નાશ કરીશ અને તારું મૃત્યુ મુસલમાનના હાથથી થશે એટલું જ નહિ પણ તું મૃત્યુ વખતે મુસલમાન થઈશ” ત્યાંથી ચાલી મામૈયા માતંગદેવ હબાઇમાં જામ મૂળવાજી આગળ આવ્યા, જામ મૂળવાજીએ પિતાના દેવ જાણીને ઘણું જ આગતા સ્વાગતા કરી અને તેનું મન-રાજી થતાં પિતાનો રોગ મટાડવા અરજ કરી મામૈ દેવે તેને કહ્યું કે એક પાડે લઈ જાળે ચાલ (જાળ ભૂજથી ઇશાન કોણમાં છે. ત્યાં માતાજીનું સ્થાન છે. તેમજ ત્યાં ત્રણ જાળના ઝાડ અને એક ઓટે છે) ત્યાં દેવ વગેરે સો ગયા. અને ગોવાળ એક પાડે હાંકી આવે તેની સાથે એક નાનું પાડું પણ આવ્યું તેને પાછું હાંકી કાઢવા ગોવાળે ઘણી ઘણી મહેનત કરી, પણ તે ગયું નહિ. તેથી મામૈ દેવે કહ્યું કે “ આ પાડું જતું નથી માટે ભવિષ્ય એમ લાગે છે કે દરેક રાજાના વખતમાં કંઇકને કંઇક અણધારી અડચણ ચાલી આવશે. પણ બહેતર છે. હવે જામ મૂળવાજી પિતાના હાથથી બેઉના બળિદાન માતાજીને આપે. “ એમ કહી મામૈદેવે ખાંડું (તરવાર) મુળવાજીના હાથમાં આપ્યું મૂળવાજીએ ખાંડ ઉપાડયું કે સુરતજ તેના બંને હાથોમાંથી “વા” જતો રહ્યો અને જકડાઈ ગયેલા હાથે છુટ્ટા થયા તેથી પિતાને હાથેજ બલિદાન દીધું. થોડો વખત ગયા પછી મળવાજી તંદુરસ્ત થતાં મામૈદેવને સાથે લઇ કાઠીઓ તથા જતો ઉપર ચડી ગયા, ત્યાંથી પાછા વળતાં રસ્તામાં લશ્કરને પાણીની તરસ લાગી. આસપાસ કયાંયે પાણી મળ્યું નહિં. ગ્રીષ્મ ઋતુના તાપમાં સહુ અકળાય ગયા. એટલામાં એક શ્રદ્ધાવાળો રાજપુત બોલ્યો કે દેવ સાથે છે શું ફિકર છે?” ત્યારે બીજો કોઈ દેવની મશ્કરી કરવા બોલ્યો કે દેવ મુતરે તે પાણી મળે બાકી આસપાસ તે કયાંય પાણી છે નહિ.” આ વાત મામૈદેવને કાને પડતાં તે પેશાબ કરવા બેઠે અને તેથી એક મોટો “ઘો’ ચાલ્યો જેને હજુ લેકે “ ઈદ્રિ ઘો ” કહે છે. એ ઘો કચ્છમાં આવેલા કંડ પરગણામાં છે. ને પેશાબના જેવી હજુ દુધ મારે છે. મામૈદેવ જામ મુળવાજીની રજા લઈ પિતાને મારનાર જામ નંદ નગર સામે ( નગર ઠઠ્ઠા )માં જામ જાદાના ઘાયાજીના વંશમાં જન્મ્યો હતો ત્યાં ગયા. જામ નંદે પણ પિતાનો દેવ જાણી તેનો ઘણોજ આદર સત્કાર કર્યો. ત્યાં કેટલાંક વર્ષો વિત્યા પછી એક ખવાસે જામ નંદાને કહ્યું કે “તમારો દેવ બહુજ કરામત વાળો છે માટે જે કહે તો આપને કાંઈ પણ કરામત બતાવે ” એ સાંભળીને જામ નંદાએ દેવ આગળ કાંઈક તમાસો બતાવવાની માગણી કરી તેથી મામૈદેવે પોતાના પગ લાંબા કરી કહ્યું કે “ તું મારા પગ પર તારા પગ રાખી ઉભો રહે ” જામ નંદે તેમ ઉભો અને જુએ છે તો • પિતે દીલ્હીના બાદશાહી જનાનખાનામાં ગયો છે ત્યાં બાદશાહની હુરમો એક હાજમાં નગ્ન થઈ જલક્રીડા કરે છે, તેઓની નજરે પોતે ચડતાં હુરમો તેના પર આશક થતાં ત્યાં તેણે તેની સાથે ક્રીડા કરી આનંદ વૈભવ માણ્યો. એટલું જોયું અને અનુભવ્યું ત્યાં મામૈદેવે તેને પોતાના
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy