SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠી કળા] કચ્છ સ્ટેટના ઇતિહાસ જામ ઘાઆઈને છ કુવર થયા હતા. તેમાં (૧)હજીને રાજગાદીએ બેસાડયા અને (૨) અનેરને બાડી વિગેરે ગામ (૩) વાસણજીને લેડી તથા બાંડીયા વિગેરે,(૪) બુદાને ઉમેર્યું ખટાઉ જુણુચા ધ્રુફી (૫) લાજડજીને લેવીયું અને (૬) આમરજીને બાડી વિગેરે ગામો ગીરાસમાં આપી વિ. સં. ૧૩૪૧માં જામ ઘાઓ સ્વર્ગે સીધાવ્યા. (૩) જમ વેણુજી (વિ. સં. ૧૩૪૧થી ૧૩૭૭) આ વખતે પોયણુની સરહદ બાબત ગજણજીના પત્ર રાયઘણજી સાથે તકરાર ચાલતી હતી. તેમજ લાખીયાર વીયરે રહેતા અબડા તથા મોડને પિતાના જાણું રાયઘણજીએ સમાધાની કરી તેને ગીરાસ આપો તેથી અબડાં તથા મોડે લાખીયાર વિયરો છોડ્યા પછી જામ વિહેણજીને ત્યાં ગાદી રાખવી સહી સલામત નહિ લાગતાં હબાઇમાં રાજધાની સ્થાપી રાયધPજી વસ્તીને હેરાન કરવા લાગ્યા પાછળથી બંને વચ્ચે સુલેહ થઈ અને છ એક માસ વીત્યે જામ હણુ ગુજરી જતાં તેના પુત્ર મૂળવાળને ગાદી મળી. [વિ. સં. ૧૩૭૭] [૪] જામ મળવાજી (વિ, સં. ૧૩૭૭થી ૧૪૦૩) | મુળવાજી શરીરે ઘણાજ નબળા અને અશક્ત હતા તેમજ તેના કાંડા સુધીના બંને હાથ કઈ પણ જાતના વાના દરદથી પીડાતાં હથિયાર પકડી શકતા નહિ તેથી તેની નબળાઈને લાભ લેવા ગજણજીના વંશમાં જામ હરપાળ થયા તે કાઠી, બોરીચા અને જતની સહાયતાથી હબાઈ ઉપર અવારનવાર આક્રમણ કરવા લાગ્યા. આ વખતે માતંગદેવના વંશમાં મામૈ નામના માતંગદેવ જુનાગઢથી આવતાં જામ મૂળવાજીએ પોતાનો રોગ કાઢવા યાચના કરી, તે દેવને દયા આવતાં દેવી મદદથી તેને આરામ કર્યો અને હરપાળને હરાવી જત લેકેને પરાજ્ય કર્યો તેમજ કાઠી તથા ઉમી વાઘેલે તેને નાયક હતો તેને પણ હરાવી કાલે, –મામૈયા માતંગ વિષેની હકીક્ત – માતંગના વંશમાં તેરમી પેઢીએ એક “મા” નામને મહાન પ્રતાપી ભવિષ્ય વેરા જ હતો, તે મામૈ જુનાગઢના રાજા જોડે ચોપાટ રમતો હતો તેટલામાં તેનું અંગ એકાએક થડકી જતાં (કમકમાટી આવતાં) તે બોલ્યો કે મને મારનાર પેદા થઈ ચૂક્યો છે. તેથી હું હવે તેના પાસે જઈશ “ એમ કહી રા'ને છેલ્લા રામ રામ કરી જેઠવાઓના રાજમાં (ધુમલીમાં) આવી તેને રાજાને કહ્યું કે “તારી ધુમલીને નાશ જામ ઉનડને દીકરો બાંભણીઓ કરશે” એમ કહી કેટલુંક જેઠવાઓનું ભવિષ્ય ભાખ્યું. ત્યાંથી ચાલતાં તે અબડા અણુભગ આગળ આવ્યું. અબડો તેને દેવ તરીકે માનતે. તેથી તેની પાસે રહેતા એક લંઘાએ મામૈયા માતંગની પરીક્ષા કરવા બિલાડાનું માંસ રાંધી દેવને પીરસ્યું આ હકીક્ત અબડે જાણતો હોવા છતાં તેની કરામત જેવા તેણે કાંઈ લધાને
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy