SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રીયદુવંશપ્રકાશ. [દ્વિતિયખંડ તેથી ચંદ્રથી ૧૫૮માં શ્રી કૃષ્ણથી ૧૦૩જા અને જામનરપતથી ૨૧મા જામશ્રી રાયઘણજી થયા તેને માતંગદેવની આજ્ઞાથી પિતાના નાના કમાશ્રી ઓઠાજીને જામ પદવી આપી લાખીયાર વીરાની ગાદીએ બેસાર્યા હતા. ત્યાં સુધીની એ વાત પ્રથમ ખંડની છઠ્ઠી કળામાં આવી ગઈ છે. તેથી હવે જામ ઓઠાથી કચ્છ દેશનો ઈતિહાસ કહેવામાં આવશે. (૧) જામ એઠા (વિ.સં. ૧૨૭૧ થી ૧૩૧૧ચંદ્રથી ૧૫ શ્રીકથી ૧૦૪) લાખીયાર વાયરાની ગાદીએ જામ એઠે આવ્યા પછી પિતાના બીજા ભાઈઓ સો સીના ગરાસમાં ગયા, ગજણજીને બે કુંવરો હતા, લાખાજી અને જેહાજી. ઉફે છોજી, લાખાજીએ જેહાજીને કાંઈપણ ગરાસ નહિ આપતાં તે રીંસાઈને જામ ઓઠાજી આગળ લાખીયાર વીયરે આવીને રહ્યા. ત્યાં તેને અબડે અને મોડ નામના બે પુત્રો થયા. લાખાજીએ પિતાના નામ ઉપરથી કરછમાં પોતાને મળેલા પ્રદેશને હાલાર નામથી પ્રસિદ્ધ કરી ત્યાંના બારા ગામમાં રાજધાની સ્થાપી એ હકીકત પ્રથમખંડની છઠ્ઠી કળામાં આવી ગઈ છે. . જામ એ ૪૦ વર્ષ રાજ્ય કરી પિતાનાં પાછળ ઘાઓ ઉર્ફે ગાહજી, ધલજી અને પાજીને મૂકી વિ. સં. ૧૪૧૧માં દેવ થયા. (૨) જામ ઘાઓજી ઉગાહજી વિ. સં૧૪૧૧થી ૧૩૪ સુધી) તે લાખીયાર વિયરાની ગાદીએ આવ્યા પછી ગજણજીના કુંવર લાખાજીએ જત લેકેને આશરે આપી જામ ગાતાજીને નિરંતર કનડવા લાગ્યા. પરંતુ લાખાજીના ભાઈ જેહાજીના કુંવરો અબડા અને મેડની સહાયતાથી લાખાજી ફાવી શકયા નહિં. જામ ઘાઓજીના વખતમાં વિ. સં. ૧૭૫૨માં ભયંકર દુષ્કાળ પડયો. અને તે કચ્છ કાઠીઆવાડમાં “ પનોતરા ” નામે પ્રસિધ્ધ થયો. એ વખતે કચ્છમાં રહેતા ધનાઢય ગૃહસ્થ જગડુશાએ એ દુષ્કાળમાં કચ્છી પ્રજાને અન્ન વસ્ત્રની ઘણી જ મદદ આપી હતી એટલું જ નહિ પરંતુ કાઠીયાવાડમાં પણ કેટલાંક તળાવ, વાવો અને મંદિર બંધાવી દુષ્કાળથી પીડાતી પ્રજાને બચાવી દેશની આબાદી જાળવી હતી. કચ્છમાં આવેલા ભદ્રેશ્વર બંદરને વાઘેલા રાજપૂતો આગળથી જગડુશાહે વેરાવટમાં કબજે કરી મહાવીરજીના દહેરાને જીર્ણોદ્ધાર કર્યો. અને તેની આસપાસ બીજા ૫૦ દહેરાંઓ ચણવ્યાં, કચ્છમાં નેમી માઘવ, કુનડીઆમાં હરિશંકર કાઠિયાવાડમાં (વવાણીઆમાં) વીરનાથ અને ઢાંકમાં મહીનાં મંદીરે ચણાવ્યાં તેમજ કાઠીયાવાડમાં આવેલા મિયાણી (મીનલપુર) બંદર પાસે કોયલા ડુંગર પર બીરાજેલાં હરસિધ્ધ માતા (ગાંધવી માતા)ની દૃષ્ટિથી સમુદ્રનાં વહાણો ગારત થતાં અટકાવવા માતાજીને પ્રસન્ન કરી તે પર્વતથી નીચે લાવી તળેટીમાં તેનું ભવ્ય મંદિર બંધાવી આપ્યું તેમજ ધર્મશાળાઓ પાણીની પરબ, અન્નક્ષેત્રો બંધાવી આવાં અનેક કાર્યો જગપ્રસિદ્ધ જગડુશાએ કર્યા હતાં. જેટલાક ઈતિહાસકાર એ જગડુશાહ વિક્રમના સોભા સૈકામાં થયો હતો, તેમ લેખ છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy