SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કળા] ગંડળ સ્ટેટના ઇતિહાસ. ૧૧૧ ગુસ્સે થયા, અને મહેલો ઉઠી ઘેર ગયા. ત્યાં નવાનગરથી મેરૂખવાસનો કાગળ આવ્યા કે “ગાંડળની વાત જુદી જુદી સંભળાય છે. તું જાડેજાથી કુંભાજીનો જીરૂ છે, તો જામરાવળની મેડીને ખોટ બેસે તેવું થવા દઈશ નહિં; એ અમને ભરૂસે છે.” એવો પત્ર લઈ નગરથી સગ્રામજી તથા કેશવજી મહેતો ૪૦૦ પાળા અને ૪૦૦ ઘોડેસ્વારથી દા આવ્યા, તેને મુકામ ગામ બહાર રખાવ્યો. ત્યાં જાડેજાશ્રી દેવાજી પણ કાલાવડથી આવ્યા. તેમણે આ તમામ વિકટ મામલો જોયો. અને “સુંવાળું” ઉતારવા નદીએ જવામાં પિતાને જોખમ લાગ્યું. તેથી વાસણજી મહેતે આરબેની ટુકડી તથા જમાદારને દેવાભાઈની તહેનાતમાં સપી, સુંવાળુ ઉતરાવી ઉત્તરક્રિયા કરાવી. અને તે દરબારમાં જામનગરથી આવેલી કણોકસુંબી (લાલ કસુંબલ બાંધણીની) પાઘડી અને તરવાર કેશવજી મહેતે જામશ્રી તરફથી આપી, તે દેવાભાઈએ બાંધી. એટલે કેશવજી મહેતે તથા હઠીભાઈઓ અને મહેતા વાસણછ બુચે ઉભા થઈ સલામ કરી, દેવાભાઇને ભા’ના ચાકળા પાસે ગાદીએ બેસાર્યા. એ વખતે સધળા ખટપટીઆઓ મહેતાની શેહથી ચુપ થઈ ગયા. (૭)ઠાકારશ્રી દેવાજી ઉ દેવાભાઇ વિ.સં.૧૮૫થી૧૮૬૮=૧રવ ઠા. શ્રી. દાજીભાઈ અપુત્ર ગુજરતાં તેમના સગા કાકા દેવાભાઈ ગાદીએ આવ્યા. તે પછી બાશ્રી અદીબાએ કેટલીએક ખટપટ કરેલી, પણ મહેતા વાસણછ બુચની બુદ્ધિ ચાતુર્યથી તેઓ તેમાં કાંઈ ફાવી શક્યા નહિં. ઠા.શ્રી. દેવાજીએ ગાદીએ બીરાજી પોતાના નાના બંધુશ્રી હઠીભાઈને સેનાધિપતીની પદવિ આપી. જાડેજાથી હઠીભાઈ ઘણો વખત ધોરાજીમાં રહેતા ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્દગુરૂ સ્વામિશ્રી ગોપાળાનંદજીના ઉપદેશથી તેઓ તે સંપ્રદાયમાં દાખલ થયા. એટલું જ નહિં. પરંતુ ઠા.થી. દેવાજીને પણ ધોરાજી તેડાવી સ્વામિશ્રીના ઉપદેશથી ગઢડા સ્વામિનારાયણના દર્શન માટે મોકલ્યા હતા. તે પછી તેઓશ્રી પણ તે સંપ્રદાયમાં ભળ્યા હતા. તેઓ પુરાવો સ્વામિનારાયણના લીલાચરિત્રના ગ્રંથમાં, જ્યાં ગોંડળને ઈતિહાસ આપેલ છે ત્યાં છે. તે વિષેનું એક કાવ્ય નીચે ફટનેટમાં આપેલું છે. ઠા.શ્રી. દેવાજીભાઇના રાજ્યઅમલ દરમિયાન કર્નલ અલેકઝાન્ડર વૈકર કાઠિઆવાડમાં આવ્યા. તેણે દેશી રાજ્યો સાથે કેલકરારે કર્યા. તેમજ જાડેજા રજપુતો દીકરીઓને દૂધપીતી કરતા (મારી નાખતા) એ કુરિવાજને નાબુદ કરવામાં ઠા.શ્રી. દેવાજીએ આગળ પડતો ભાગ લઈ, કર્નલ કરને અમૂલ્ય સહાયતા આપી હતી. . કેવદ્રા નામનું ગામ રાયજાદાઓનું હતું. તે તેઓની નબળી હાલતમાં ભા' કુંભાજીને આપેલું હતું. પરંતુ કેશોદના એક નાગરે મવાણાના કાકાભાઈ રાયજાદાને ઉશકેર્યા કે “તમારા બાપદાદાના મુળ ગરાશનું ગામ ગાંડળવાળા કેમ ખાય એથી તેઓએ વિ. સં. ૧૮૬૩ના યદુવંશી ગાંડળ નરેશની હકિકત (હરિલીલામૃત ભાગ-૧ કળશ-૧-વિ૦–૭) उपजातिवृत्त-पवित्र छे जादव वंश जेह । जेमां धर्यों श्रीहरि ए स्वदेह ॥ मार्यो मथुरांपति कंश मामो । सौराष्ट्र आव्या करी तेह कामो ॥१॥
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy