SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રીયદુવંશપ્રકાશ [દ્વિતીયખંડ તે ગર્જનાથી બોલી ઉઠ્યા કે “મેરૂખવાસ! દાજીભાઈને દબાવોમાં. દાજીભાઈને કરૂં ગણોમાં એતો જામસાહેબના ફરજંદ છે, રાજાતે સુતા બેઠા જ દિવસો વિતાવે. પણ તેના દાંત બહુ મોટા હોય, તે આખા મુલકને ચાવી જાય.” ઉપરનાં વાકયો સાંભળી, મેરૂખવાસ બોલ્યો કે “અલ્યા મહેતા! હજી તે કાલ સવારે તેને દાજીભાઈ કાઢી મૂકે છે, અને નગરને ઘણી સંધરે છે. છતાં ગાંડળની ભેળતાણવા ઉભો થયોછો” આમ અરસપરસ બોલાચાલી થતાં દાજીભાઈ તથા મહેતો ઉઠી સૌ સોને તંબુએ ચાલી ગયા. તે પછી મેરૂએ પિતાના સર્વ સરદારોને કહ્યું કે “જુઓ ભાઈઓ વાસણજી મેતાને ગંડળે કાઢી મૂક્યા છે, આપણે ત્યાં ચાકર રહ્યા છે તો પણ તેને ગાંડળનું કેવું તપી આવ્યું. વળખાઈ અને ઉઠી ગયા. એનું નામ પ્રમાણિકપણું અને મરદાઈ, જુઓ એનું નામ નિમકહલાલ પુરૂષ.” બીજે દહાડે દાજીભાઈને પિતાની ભૂલ જણાવી, અને વાસણજી મહેતાને તબુએ જઈ કહ્યું કે “ચાલે ગોંડળ તમે તમારૂં ખંભાળીયાગામ ખાવ. તમે નહિં આવો તે હું જમીશ નહિં.” તેથી મહેતા કબુલ થયા, અને મેરુખવાસના તંબુએ રજા લેવા ગયા. ત્યાં જઈ કહ્યું કે “રાજપરું ગાંડળનું જ છે માટે જોઈને હાથ નાખજે.” એમ ડારો દઈ તેઓ ગેંડળ આવ્યા. તેથી મેરૂખવાસ રાજપરે નહિં જતાં જામનગર પાછા ગયે. ત્યારથી ગોંડળ સાથે તેને વેર બંધાયું. અને એકાદ બેવખત હુમલાઓ કરી, એકવાર ગુંડળ લુંટયું. ત્યારે વાસણજી મહેત, કાલાવડ ભાંગ્યું. આમ અરસપરસ વૈરવૃત્તિ વધતી ગઈ વિ. સં. ૧૮૫૫માં દેવાભાઈને દાજીભાઈ સાથે નહિં બનતાં, તે હિંસાઇને જામનગર ગયા. નગરે ૧૦૦ પાળા અને ૨૦૦ ઘોડાથી દેવાભાઈને કાલાવડ થાણે રાખી કાલાવડ ખાવા આપ્યું. સાથે હઠીભાઈ પણ હતા. વાસણજી મહેતા કાઠીઓ સામે લડવા ગયા હતા. ત્યાં બગસરા મુકામે પિતાનાભાઈ બુલાખીરામની ચીઠી આવી કે “વિ. સં. ૧૮૫૬ના શ્રાવણ સુદી ૧૫ ને દિવસે ઠા. શ્રી. દાજીભાઈએ કૈલાસવાસ કર્યો છે.” મહેતા એ ચીઠી વાંચતાજ કંપી ઉઠયા, અને તે વાત ગુપ્ત રાખી લશ્કરની કચ કરી, તલાળા થઈ ભાદરકાંઠે ખંભાળીયા મુકામે તે હજી પહોંચ્યા નહોતાં ત્યાં બીજી ચીઠી બુલાખીરામની આવી કે “દરબારમાં દગલબાજી થઈ છે. સરવૈયા જેઠાજીના દીકરા અને અદીબા વગેરે એકમત્ત થઈ “પોરબંદરવાળા જેવી વહુને એધાન છે.' એવી ખોટી વાત ઉઠાડી છે. અને જાડેજા શ્રી દેવાજીને સરવૈયા અભેરાજજી અને અમરાજીની સલાહથી કાલાવડ સ્વાર મોકલી તેડાવ્યા છે, પણ તેને ગામમાંથી રજા દેશે તેમ લાગે છે. તમે આવ્યા પછી દેવાજી આવે તો સારું. માટે તુરત આવો.” તેથી વાસણ તુરત ગોંડળ પહોંચ્યા. આરબની બેરખ તથા જમાદાર પોતાના સાથે હોવાથી તે સી કબજે હતા. મહેતે ગંડળ આવી ગુડ વળાવ્યો તે પછી બાવ્યો અદીબાએ મહેનાને બોલાવી પુછયું કે “હવે કેમ કરવું.? જેઠવી વહુને ઓધાન છે.” વાસણએ ઉત્તર આપો કે જે “એ વાત ખોટી, ગોંડળના દરબારમાં એ વાત નહિં ચાલે “અદીબા કહે બેટમાં સ્ત્રી રાજ્ય કેમ કરે છે.?” મહેતે જવાબ આપે કે “બેટનું રાજ્ય વેધીલું નથી, અહિંત, નગર, જુનાગઢ, અને કાઠીની વચ્ચે રહેવું, તેમાં ત્રીયારાજ્ય ચાલે નહિં. માટે દેવાભાઈને ખોળે બેસારો.” ત્યારે અદીબાના વૃદ્ધમાતુશ્રી પાસે બેઠાં હતાં, તેણે કહ્યું કે “મહેતે ઠીક કહે છે” જેથી અદીબા તેના ઉપર
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy